Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૬. ૭-૭-૨૦૦૦, શુક્રવાર
* સ્વાધ્યાય વધે તેમ જ્ઞાન વધે. જ્ઞાન વધે તેમ ગિરિરાજ ઓળખાય, પ્રભુ ઓળખાય. પ્રભુને ઓળખાવી આપે તે જ ખ જ્ઞાન.
* ગિરિરાજની સ્પર્શના માત્રથી ભવ્યત્વની છાપ લાગે છે. પ્રભુના સ્નાત્ર જળમાં કે ફૂલોમાં જેમ ભવ્ય જીવો હોય છે, તેમ અહીં ભવ્ય જીવો જ આવી શકે.
અહીં ડુંગર નહિ, પણ કાંકરે-કાંકરે સિદ્ધો દેખાવા જોઇએ. હમણા ૧૦ વર્ષે વલભીપુર પછી પહેલીવાર ગિરિરાજના દર્શન થયા. હૃદયમાં આનંદની ઊર્મિઓ ઊભરાઈ. પણ એવા ભાવો સદા કાળ ટકતા નથી, ટકે તો કોઈ શાસ્ત્ર કે ઉપદેશની જરૂર પણ ન પડે.
અહીં નાના બાળકથી માંડીને મોટેરાઓ સૌ પોતાના શુભ ભાવો ઠાલવી જાય છે. ““દેખી મૂર્તિ 8ષભ જિનની નેત્ર મારાં ઠરે છે.” એમ સ્તુતિ ગાતા નાનકડા બાળકના હૃદયમાં પણ અપાર ભાવ હોય છે. એ બધા શુભ વિચારોના પરમાણુઓ અહીં જ સંગૃહીત થતા રહે છે. આથી જ આ ક્ષેત્ર વધુ ને વધુ પવિત્ર થતું રહે છે ને સાધકનું મન તરત જ ધ્યાનમાં ચોંટી જાય છે. અહીં શુભ ધ્યાનમાં મન ચોંટી જાય છે માટે જ કહેવાયું : આ ગિરિરાજની
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૦