Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
યોગી મુનિ મને ન મળ્યા હોત તો હું તને મારી નાખત !”
એ યોગીને જોવા ચોરોનો સરદાર જંગલમાં યોગી પાસે આવ્યો.
આવા મહાન યોગી વિષે બીજું તો શું વિચારવાનું હોય ? સાંભળીને આશ્ચર્ય થશે કે આવા યોગી પણ માયા અને માનથી ઘેરાઈ શકે છે.
પુષ્પમાં સુગંધ પ્રગટે છે ત્યારે તેને ફેલાવનારો પવન તૈયાર જ હોય છે. માનવમાં ગુણો પ્રગટે છે. ત્યારે ગુણની સૌરભ ફેલાઇ જ જતી હોય છે. એ માટે કોઈ પ્રચારની જરૂર નથી પડતી.
એમના ગુણોની સુવાસ પિતા પાસે પહોંચી. તેઓ તે પુત્રમુનિ પાસે ગયા, પ્રશંસા કરી ત્યારે કંઈક ફૂલાઈ ગયેલા તેમણે કહ્યું : મને શું પૂછો છો ? મારા પ્રભાવ વિષે જાણવું હોય તો મારા આ શિષ્યને પૂછી જુઓ. અન્યના મુખે પોતાની પ્રશંસા કરાવવાની આ વૃત્તિથી માયા-મૃષાવાદથી એ યોગી હારી ગયા.
આત્માના મુખ્ય બે ગુણને સિમ્યકત્વ અને ચારિત્ર રોકનાર મોહનીય મજબૂત બેઠો હોય ત્યાં સુધી જ્ઞાનાવરણીયનો ભલે ને ગમે તેટલો ક્ષયોપશમ થઈ ગયો હોય, ભલે ને કોઈ નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરી લે, પણ તેનો સંસાર અકબંધ જ રહેવાનો.
બીજાને રોકવા એક જ કર્મ-પ્રકૃતિ છે, પણ દર્શન-ગુણને રોકવા સાત પ્રકૃતિ છે.
મોહ પરાજય નાટક વાંચો તો આનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ રૂપે ખ્યાલમાં આવશે. ઉપમિતિ વાંચો તો પણ ખ્યાલ આવશે.
* કષાયો પણ બહુ જબરા છે. આવે ત્યારે પરિવાર સાથે આવે. આગળ કોઈને કરે બીજા પાછળ છૂપાઈ રહે. દા.ત. અહંકાર પાછળ રહીને ક્રોધને આગળ કરે.
આપણે સૂતેલા હોઈશું ત્યાં સુધી જ કષાયોના આ ચોરટાઓ જીતવાના.
સૂવું એટલે અજ્ઞાન અવિદ્યા દશામાં સૂવું. જાગવું એટલે જ્ઞાન-દશામાં રહેવું.
૪૮૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ