________________
હજી વીત્યો નથી તોપણ કહે કે - “ઊઠ, જલદી બપોર થઈ ગઈ છે.” આ અદ્ધદ્ધ મિશ્રિત છે. દિવસ અથવા રાત્રિના એક દેશને અદ્ધદ્ધા કહે છે. અદ્ધામિશ્રિતમાં દિવસ અને રાત સંબંધી મિશ્રણ છે. જ્યારે અદ્ધદ્ધામાં દિવસના પ્રથમ અથવા દ્વિતીય પ્રહરનું મિશ્રણ છે. અસત્યામૃષા (વ્યવહાર) ભાષાના બાર ભેદ :
જે ભાષા ન તો સત્ય કહેવાય છે અને ન અસત્ય, તે અસત્યામૃષા છે. તેના બાર ભેદ આ પ્રકારે છે -
आमंतणी आणवणी जायणी तह पुच्छणी अ पन्नवणी । पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ॥ अणभिगाहिया भासा भासा अ अभिगाहम्मि बोधव्वा । संसय करणी भासा, वायड अव्वायडा चेव ॥
- પ્રજ્ઞાપના ભાષાપદ, ભગવતી શ-૧૦, ઉદ્દે-૩ (૧) આમંત્રણી : કોઈને સંબોધન કરીને બોલાતી ભાષા આમંત્રણ છે. યથા- હે દેવદત્ત.” (૨) આજ્ઞાપનિની “આ કરો આ પ્રકારે બીજાને કાર્યમાં પ્રવૃત્ત કરવા માટે આજ્ઞા રૂપ ભાષા. (૩) યાચની : કોઈ વસ્તુ માંગવા માટે બોલાવાર વચન જેમ કે - “મને પુસ્તક આપો.”
(૪) પૃચ્છની કોઈ વિષયમાં પૂછવા માટે પ્રયુક્ત કરનારી ભાષા, જેમ કે - કલ્યાણનો માર્ગ કયો છે ? આ રસ્તો ક્યાં જાય છે? વગેરે.
(૫) પ્રજ્ઞાપની : વિનીત જિજ્ઞાસુઓને ઉપદેશ રૂપ ભાષા પ્રજ્ઞાપની છે. જેમ કે - પ્રાણીવધ ન કરનારા જીવ આગામી ભવમાં દીર્ધાયુ હોય છે.
(૬) પ્રત્યાખ્યાની : યાચના કરનારને ઇન્કાર કરવા માટે પ્રયુક્ત ભાષા અથવા પ્રત્યાખ્યાન કરાવવા માટે પ્રયુક્ત ભાષાને પ્રત્યાખ્યાની કહે છે. જેમ કે - “અમે તમને આપતા નથી. દારૂ પીવાનો ત્યાગ કરો.”
(૭) ઇચ્છાનુલોમા : કોઈ કાર્યના વિષયમાં પૂછવાથી એ કહેવું કે - “તમે આ કામ કરો. મને પણ આ પસંદ છે.” આ પ્રકારે અનુમતિ રૂપ ભાષા ઇચ્છાનુલોમા છે.
(૮) અનભિગૃહીતાઃ એક સાથે કેટલાંય (ઘણા) કાર્ય ઉપસ્થિત થવાથી કોઈ કોઈને પૂછે કે - “આ સમયે કયું કામ કરું ?' ત્યારે તે કહે - “જે કામ તમને ગમે તે કરો.' આ પ્રકારે આગ્રહ રહિત ભાષા અનભિગૃહીતા છે.
(૯) અભિગૃહીતાઃ આને કરો, આ ન કરો.” આ પ્રકારની ભાષા અભિગૃહીતા છે.
(૧૦) સંશચકરણી અનેક અર્થોને પ્રગટ કરનારા શબ્દ બોલવા સંશયકરણી ભાષા છે. જેમ કે - “સિંધવ લાવો.” સિંધવનો અર્થ મીઠું, ઘોડો, વસ્ત્ર વગેરે અનેક થાય છે. તેથી શ્રોતાને સંશય થાય છે કે વકતાનો આશય શું છે ?
(૧૧) વ્યાકુતા ? જેનો અર્થ સ્પષ્ટ હોય તે ભાષા વ્યાકૃતા છે.
(૧૨) અવ્યાકૃતા ઃ જેનો અર્થ ગૂઢ અથવા ગંભીર હોય અથવા મન્મન વગેરે અસ્પષ્ટ ઉચ્ચારના કારણે જે સમજી ન શકાય તે અવ્યાકૃત ભાષા છે. [ અષ્ટ પ્રવચન માતાઓ છે.
(૮૯૩)