Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 516
________________ સ્વરૂપ-સ્થિરતા તથા સ્વરૂપ-લાભ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ ચેષ્ટામાં કૃતકૃત્ય થતાં જ એને સર્વવિરતિ સંયમ પ્રાપ્ત થાય છે. જેમાં એનો બધો સમય સ્વરૂપની અભિવ્યક્તિ કરવામાં લાગેલો રહે છે. આ સર્વવિરતિ નામનું છઠ્ઠ ગુણસ્થાન છે. એમાં ક્યારેક-ક્યારેક થોડી-ઘણી માત્રામાં પ્રમાદ આવી જાય છે. વિકાસોન્મુખ આત્મા આ પ્રમાદને પણ સહન નથી કરી શકતો અને તે પ્રમાદનો ત્યાગ કરે છે. આ અપ્રમત્ત-સંયત નામનું સાતમું ગુણસ્થાન છે. એમાં એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને એ સ્થિતિમાં બન્યા રહેવા માટે પ્રેરિત કરે છે અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વ વાસનાઓ એને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચતાણમાં આત્મા ક્યારેક પ્રમાદની તંદ્રામાં અને ક્યારેક અપ્રમાદની જાગૃતિમાં અનેક વાર આવે-જાય છે. પ્રમાદની સાથે થનારા આ યુદ્ધમાં જો આત્મા પોતાના ચારિત્ર-બળ વિશેષ પ્રકાશિત કરે છે તો તે અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી લે છે અને એવી તૈયારી કરી લે છે, જેનાથી મોહની સાથે થનારા ભાવિ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકાય. જ્યારે આત્મા મોહથી લડવા માટે વિશેષ પ્રકારની તૈયારી કરે છે, ત્યારે એને આઠમું ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. આ ગુણસ્થાનમાં અપૂર્વ આત્મશુદ્ધિ થઈ જાય છે અને પાંચ અપૂર્વ શકિતઓ એને પ્રાપ્ત થઈ જાય છે, જેના કારણે તે - (૧) અપૂર્વ સ્થિતિઘાત, (૨) અપૂર્વ રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) ગુણસંક્રમણ, (૫) અપૂર્વ સ્થિતિબંધ કરે છે. આ પાંચ અપૂર્વ વાતોને કારણે આત્માની વિશુદ્ધિ ખૂબ વધી જાય છે. જેને કારણે વિકાસોન્મુખ આત્મા મોહના સંસ્કારોને દબાવતો-દબાવતો આગળ વધે છે અને અંતમાં એને બિલકુલ ઉપશાંત કરી દે છે. કોઈ વિશિષ્ટ શુદ્ધિવાળો આત્મા મોહના સંસ્કારોને ક્રમશઃ જડમૂળથી ઉખાડતો આગળ વધે છે તથા અંતમાં એ બધા સંસ્કારોનું નિર્મૂળ કરી નાખે છે. આમ, આઠમા ગુણસ્થાનથી આગળ વધનારા આત્માઓ બે શ્રેણીઓમાં વિભક્ત થઈ જાય છે. એક ઉપશમ શ્રેણીવાળા અને બીજી ક્ષપકશ્રેણીવાળા. ઉપશમશ્રેણીવાળા જીવ ચારિત્રમોહની પ્રકૃતિઓને ઉપશાંત કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી પહોંચે છે અને ત્યાં દબાવેલો મોહ પુનઃ શક્તિશાળી થઈ જાય છે અને આંતરિક યુદ્ધમાં થાકેલા ઉપશમશ્રેણીવાળા આત્માઓને નીચે પાડી દે છે. આ અગિયારમું ગુણસ્થાન અધઃપતનનું સ્થાન છે, કારણ કે એને મેળવનાર આત્મા આગળ ન વધીને એકવાર તો અવશ્ય નીચે પડે છે. આઠમા ગુણસ્થાનથી આગળ ક્ષપકશ્રેણી ચડનારા જીવો ચારિત્રમોહની પ્રકૃતિઓને ક્ષીણ કરતાં નવમા અને દસમા ગુણસ્થાન સુધી પહોંચે છે અને ત્યાંથી સીધા અગિયારમા ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે, આ ગુણસ્થાનમાં મોહકર્મ સર્વથા નિર્મુળ થઈ જાય છે. આ ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર એનાથી કદી નથી પડતો, પણ ઉપર જ ચડે છે. [ મોક્ષ તત્વ : એક વિવેચન સ તત્ત્વ : એક વિવેચન છે. (૧૦૧)

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530