Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 520
________________ શરીરની અવગાહના થાય છે, એનાથી ત્રિભાગહીન મુક્તજીવની અવગાહના સમજવી જોઈએ. અથવા સર્વ જઘન્ય અને સર્વ ઉત્કૃષ્ટને છોડીને વચ્ચેની બધી મધ્યમા અવગાહના છે. એમાં શંકા થાય છે કે આગમમાં જઘન્યથી સાત હાથ પ્રમાણની અવગાહનાવાળાની સિદ્ધિ થવી કહેવામાં આવી છે તો બે હાથ પ્રમાણવાળા કૂર્મપુત્ર વગેરેની સિદ્ધિ કેવી રીતે સંગત થાય છે, જેની અપેક્ષાથી જઘન્ય અવગાહના કહેવામાં આવી છે ? આ પ્રશ્નનું સમાધાન કરતા કહેવામાં આવ્યું છે કે જઘન્ય સાત હાથની ઊંચાઈવાળાનું સિદ્ધ હોવું બતાવવામાં આવ્યું છે, તે તીર્થંકરની અપેક્ષાથી સમજવું જોઈએ. બાકી જીવ તો જઘન્ય બે હાથની ઊંચાઈથી પણ સિદ્ધ થઈ શકે છે. વિભિન્ન વિવક્ષાદ્ધારોથી મોક્ષ-વિવેચન : મોક્ષતત્ત્વની જાણકારી હેતુ વિવિધ દ્વારોથી નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંથી નવ દ્વારોનું કથન આ પ્રમાણે છે : (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) ભાગ, (૭) ભાવ, (૮) અંતર અને (૯) અલ્પબહુત્વ. (૧) સત્પંદપ્રરૂપણા : મોક્ષ એક શુદ્ધ પદ છે, તેથી એની સત્તા અવશ્ય છે. મોક્ષ પૂર્વમાં પણ હતો, વર્તમાનમાં પણ છે અને આગામી કાળમાં પણ હશે. તેથી તે સત્ છે. આકાશ-કુસુમની જેમ તે અસત્ નથી. (૨) દ્રવ્યદ્વાર : સિદ્ઘ અનંત છે. અભવ્ય જીવોથી અનંતગુણ વધુ છે. વનસ્પતિ(નિગોદ)ના જીવોને છોડીને બીજા ૨૩ દંડકોના જીવોથી સિદ્ધ અનંતગુણ છે. (૩) ક્ષેત્રદ્વાર ઃ સિદ્ધ જીવો સિદ્ધશિલાથી પણ ઉપર રહે છે, જેનું વર્ણન પહેલાં કરવામાં આવી ગયું છે. સિદ્ધશિલાની ઉપર એક યોજનના અંતિમ કોસના છઠ્ઠા ભાગમાં ૩૩૩ ધનુષ, ૩૨ અંકુલ (વેઢ) પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ જીવ રહે છે. : (૪) સ્પર્શનાદ્વાર ઃ સિદ્ધ ક્ષેત્રની આસપાસ જેટલા ક્ષેત્રને સિદ્ધ અડી રહ્યા છે, તે એમની સ્પર્શના છે. ક્ષેત્રથી કંઈક વધુ સ્પર્શના હોય છે. (૫) કાળદ્વાર : એક સિદ્ધની અપેક્ષા મોક્ષની આદિ છે, પણ અંત નથી, સર્વ સિદ્ધોની અપેક્ષા મોક્ષ અનાદિ-અનંત છે. (૬) ભાગદ્વાર : બધા જીવોની અપેક્ષાથી સિદ્ધ અનંતમો ભાગ છે અને તે લોકના અસંખ્યાતમો ભાગ સિદ્ધ ક્ષેત્રમાં રહે છે. (૭) ભાવદ્વાર : સિદ્ધોમાં ક્ષાયિકભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ વગેરે છે અને જીવત્વ વગેરે પારિણામિકભાવો છે. (૮) અંતરદ્વાર : સિદ્ધ જીવ પુનઃ પાછા નથી આવતા, તેથી અંતર નથી. મોક્ષ તત્ત્વ : એક વિવેચન ૧૦૨૩

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530