Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 523
________________ મુક્તાત્માનું સ્વરૂપ : ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે - असरीरा जीवघणा, उवउत्ता दंसणे य णाणे य । सागारमणागारं, लक्खणमेय तु सिद्धाणं ॥ -- મુક્ત આત્મા શરીર રહિત છે, તેથી શરીર સંબંધિત કોઈપણ પ્રકારની ઉપાધિ ત્યાં નથી, ત્યાં જન્મ નથી, જરા નથી, મરણ નથી, ભય નથી, રોગ નથી, શોક નથી, દુઃખ નથી, દારિક્ય નથી, કર્મ નથી, કાયા નથી, મોહ નથી, માયા નથી, ચાકર નથી, ઠાકર નથી, ભૂખ નથી, તૃષા નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, તે ન નાનો છે, ન મોટો છે, ન ગોળ છે, ન ચોરસ છે, ન ત્રિકોણ છે, ન સ્ત્રી છે, ન પુરુષ છે, ન નપુંસક છે, તે જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે, તે જીવઘન છે (અર્થાતુ - અશુષિર આત્મપ્રદેશવાળો છે), જ્ઞાન અને દર્શનમાં હંમેશાં ઉપયુક્ત રહે છે. મુક્તાત્માની સ્થિતિનું શબ્દો દ્વારા વર્ણન નથી થઈ શકતું (શબ્દની ત્યાં ગતિ નથી, તર્ક ત્યાં સુધી નથી દોડતો, કલ્પના ત્યાં સુધી નથી ઊડતી અને બુદ્ધિ ત્યાં નથી પહોંચતી), એ દશા મૂંગાના ગોળની જેમ અનુભવગમ્ય છે. - મુક્તાત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત સુખમય, અટલ (દઢ) અવગાહનાવાળા, અમૂર્ત, અગુરુલઘુ અને અનંત વીર્યવાળા છે. તે જ્યોતિમાં જ્યોતિની જેમ એકબીજામાં સમાયેલા છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં એક અનંત સિદ્ધ છે અને જ્યાં અનંત સિદ્ધ છે ત્યાં એક સિદ્ધ છે. એકમાં અનેક અને અનેકમાં એક જ્યોતિ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા છે. તે સિદ્ધ પરમાત્મા કેવળજ્ઞાન દ્વારા સંસારના સમસ્ત દ્રવ્ય પર્યાયોને જાણી રહ્યા છે અને કેવળદર્શન દ્વારા સમસ્ત દ્રવ્ય-પર્યાયોને જોઈ રહ્યો છે. તે પૌલિક સુખદુઃખોથી અતીત થઈને અનંત આત્મિક સુખોમાં લીન છે. તે અવ્યાબાધ સુખોનો નિરંતર અનુભવ કરે છે. એમના સુખની તુલના નથી થઈ શકતી. કહ્યું છે – जं देवाणं सोक्खं सव्वद्धा पिंडियं अणंत गुणं । ण य पावई मुत्तिसुहं, णंताहिं वग्गवग्गूहि ॥ सिद्धस्स सुहरासी सव्वद्धा, पिंडिओ जइ हवेज्जा । सोणंतवग्गभइओ, सव्वागासे ण माएज्जा ॥ દેવોના સુખને જો સબૈદ્ધા(સંપૂર્ણ કાલાણુઓ)થી ગુણિત કરવામાં આવે અને એના અનંત વર્ગ કરવામાં આવે અર્થાત્ એ રાશિને એ જ રાશિ(સંખ્યા)થી ગુણ્યા કરવામાં આવે અને પ્રાપ્ત ફળને પછી એ જ રાશિથી ગુણ્યા કરવામાં આવે, એમ અનંત વર્ગ કરવા છતાંય જે સુખરાશિ હોય છે, તે પણ મુક્તિના સુખની તુલ્ય નથી થઈ શકતી. (૧૦૨કો છે જે છે તે છે જિણધર્મોો]

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530