Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 529
________________ વિશ્વ શાંતિ માટે આચાર્ય શ્રી નાનેશની અમૂલ્ય દેના | સમતાદર્શન સમતા-સિદ્ધાંત-દર્શન - માનવની સમસ્ત આંતરિક ગ્રંથિઓનું વિમોચન કરતા સમ્યક લક્ષ્યને ઉજાગર કરે છે. સમતા-જીવનદર્શન - સમસ્ત માનવોના ગુણ કર્મ અનુસાર વર્ગીકરણ કરતાં-કરતાં સમતા સમાજની સર્જનામાં ભાવાત્મક એકતા પ્રતિષ્ઠાપિત કરે છે. સમતા-આત્મદર્શન - અહતા તથા મમતાના ઉભારને પ્રશમિત તથા સંશોધિત કરતાંકરતાં આત્મરૂપને વિકસિત કરે છે. સમતા-પરમાત્મદર્શન - આત્માના સર્વાગીણ સંપરિપૂર્ણ પરમાત્મ રૂપ ચરમ વિકાસને ઉલ્કાસિત કરે છે. (સમતા સમાજ-રચના) વ્યક્તિ, પરિવાર, સમાજ તથા વિશ્વમાં સ્થાયી શાંતિનો સંચાર ત્યારે સંભવ છે જ્યારે માનવ સમતા-સિદ્ધાંતને પોતાના જીવનમાં સાકાર રૂપ આપે. બધા આત્માઓને સમાન રૂપથી અસ્તિત્વ સ્વીકાર કરવાથી વિચારોમાં સમરસતા આવે છે. વિચારોના પૂર્ણ સમતામય બનવાથી ઉચ્ચારવાણીમાં સમતા અવશ્યમેવ આવશે. વાણીની સમરસતાની સાથે-સાથે આચરણના પ્રત્યેક (દરેક) પ્રસંગે સમતામયી સ્થિતિ બનવાથી વ્યક્તિ સમતામય બનશે. વ્યક્તિના સમતામય બનવાથી વ્યક્તિઓના સમૂહ રૂપ સમાજમાં સમતા વ્યાપ્ત થશે. જે “સમતા સમાજ-રચના” કહેવાશે. એ જ વિશ્વશાંતિનું અમોઘ ઉપક્રમ છે. સમાપ્ત (૧૦૩૨) 2000000000 જિણધો]

Loading...

Page Navigation
1 ... 527 528 529 530