Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૫ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૭૫ કાર્ય બરાબર થતું નથી. ખેડુત બીજને વાવતી વખતે સર્વપ્રથમ બીજની યોગ્યતા જુએ છે. તમે લેકે ગાય ખરીદતી વખતે પણ ગાયની યોગ્યતા જુઓ છો કે નહિ ? આ જ પ્રમાણે મુનીમ કે નકર વગેરેને રાખવા માટે તેની યોગ્યતા જુઓ છો કે નહિ ? વ્યવહારમાં જ્યાં મધ્યસ્થ દૃષ્ટિએ જોવામાં આવે છે ત્યાં યોગ્યતા તે જોવામાં જ આવે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ એમ જોવું જોઈએ કે, હું પરમાત્માની પ્રાર્થના એગ્ય બનીને કરું છું કે કેવલ લેકેને દેખાડવા માટે જ કરું છું. જે તમે પ્રાર્થના કરવાની યોગ્યતા માટે પ્રાર્થના ન કરી તે તે પ્રાર્થના કેવલ ઢોંગરૂપ બની જશે.
પરમાત્માની પ્રાર્થના કરવા માટે જે યોગ્યતા હેવી જોઈએ તે યોગ્યતા તમારામાં રહેલી છે પણ તમે પોતે જ તમારી યોગ્યતાને દબાવી રહ્યા છે. તમે કહેશો કે, યોગ્ય હોવા છતાં પણ પિતાની યોગ્યતા દબાવીને અગ્ર કણ બનવા ચાહે ? પણ આ વિષે વધારે શું કહેવામાં આવે ! અનેક જગ્યાએ એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે, નિષ્કારણ પિતાની યોગ્યતાને દબાવી પોતે અયોગ્ય બની જાય છે. આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે હું તમને પૂછું છું કે, શું સત્ય બેલવા માટે કોઈ ના પાડે છે? શું સત્ય બોલવું એ અપરાધ માનવામાં આવે છે ? અને તમે સત્ય બોલવાથી પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્ય બની શકે છે કે નહિ ? સત્ય હમેશાં આદરણીય અને આચરણય છે એ વાત દીવા જેવી સ્પષ્ટ હોવા છતાં સત્યની શા માટે અવહેલના કરવામાં આવે છે ? સત્યને શા માટે છુપાવવામાં આવે છે ? કેટલાક લેકે તે ત્યાં સુધી કહે છે કે, સત્ય બલવાની-સતયુગની વાત રહેવા દે ! આ જમાનામાં તે અસત્ય વિના કામ જ ચાલી શકતું નથી. સત્યને અનુસરી જે તમે પ્રામાણિક બને, જીવનમાં પ્રામાણિકતા રહેવા દો અને કેઈની સાથે વિશ્વાસઘાત ન કરે તે શું તમને કેઈ અપરાધી કહી શકે ? નહિ. તે પછી સત્ય, પ્રામાણિક્તા આદિ ગુણોને જીવનમાં શા માટે અપનાવતાં નથી ? એટલા માટે કે તમે સત્ય અને પ્રામાણિક્તાને બદલે અસત્ય અને અપ્રામાણિકતા ઉપર એ વિશ્વાસ રાખે છે કે જાણે તે વિના તમારું કામ જ ચાલી શકતું ન હોય ! “
તમે નૈતિક લગ્ન કર્યું છે. છતાં જો તમે પરસ્ત્રીસેવનનું પાપ ન કરે તે શું કાઈ કામ અટકી જાય ખરું? પરસ્ત્રી સેવનનું પાપ કરવું જોઈએ એવું તે કઈ ધર્મ કે કોઈ પણ શાસ્ત્રમાં કહ્યું નથી. હા, કેઈ લુચ્ચા-લફંગા માણસ પિતાના સ્વાર્થ માટે એમ કહેતા હોય તે બીજી વાત છે.
કેટલાક લેકે કહે છે કે, અમે સમાજ કે આત્માના કલ્યાણ માટે ધર્મપરિવર્તન કે સમાજપરિવર્તન કરીએ છીએ, પરંતુ તે લેકે એમ શા માટે કહેતા નથી કે અમે સ્વાર્થ પૂર્તિ માટે એમ કરીએ છીએ. આત્મકલ્યાણનું ખોટું નામ શા માટે સંડોવવામાં આવે છે ! જેમકે, હરિલાલ ગાંધી જે હમણું અબદુલ્લા ગાંધી બન્યા છે—જે ગાંધીજીના મોટા પુત્ર છે-તે કહે છે કે, મેં આત્મકલ્યાણને માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ એ સમજવામાં આવતું નથી કે દારૂ પીવો એ ક્યાં ઈસ્લામ ધર્મમાં લખ્યું છે? બકિ હદ્દીસો અને કુરાનમાં તે વ્યસનમાત્રની નિંદા કરવામાં આવી છે અને તેને ત્યાજ્ય બતાવવામાં આવેલ છે; તથા શરાબની તે ખૂબ જ નિંદા કરવામાં આવી છે અને તેને સર્વથા ત્યાજ્ય બતાવવામાં આવેલ છે,