Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 333
________________ દ૬૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક કેશી શ્રમણના ઉત્તરમાં પરદેશી રાજાએ કહ્યું કે, “મહારાજ! વાસ્તવમાં આપે મને એવી વસ્તુ આપી છે કે જે વસ્તુને પામીને હું નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો છું અને એ કારણે મારા હૃદયમાં એવી ભાવના પેદા થઈ છે કે હું એકલે જ મુનિને શું વંદન કરું, પણ મારા પિતાના પરિવાર, સેના આદિ સહિત આવીને તમને વંદન-નમસ્કાર કરું અને તમને ખમાવું.” રાજાનું આ કથન સાંભળી મુનિ પછી કાંઈ બોલ્યા નહિ પણ મૌન રહ્યા. મુનિનું આ કાર્ય પણ સાધુઓને માટે અનુકરણીય છે. રાજા પરિવાર સહિત આવ્યો અને તેણે મુનિને ખમાવ્યા. જે તે મુનિને એકલે જ ખમાવી આવત તો તેને પિતાને માટે તો સુલભ જ હતું પણ જગતને માટે તે સુલભ ન હતું. જગત એ જાણી ન શકત કે, આ રાજા પહેલાં કેવો હતો અને હવે કેવો છે ! જે રાજા નાસ્તિક હતો તે રાજા જ્યારે રાજસંપદાસહિત મુનિને ખમાવવા માટે આવ્યો હશે ત્યારે કેટલાં લેકોનું હૃદય સુધર્યું હશે અને લોકો ઉપર તેના પ્રભાવની છાપ કેવી પડી હશે! જો કે રાજાના પ્રભાવથી કેટલાં લેકો સુધર્યા તેને ઇતિહાસ મળતું નથી પણ લેકો જરૂર સુધર્યા હશે એવું અનુમાન કરી શકાય છે. રાજા શ્રેણિક પણ નીતિન હતું. એટલા માટે સંભવ છે કે તેણે પણ પરદેશી રાજાની માફક પરિવારસહિત મુનિની પ્રાર્થના કરી હોય અને મુનિને ખમાવ્યા હેય ! સૂત્ર તે ઘણી વાતનું વર્ણન થેડામાં જ કરે છે એટલા માટે શાસ્ત્રમાં જે કાંઈ સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે તે ઉપરથી અનુમાન કરી શકાય છે કે, રાજા શ્રેણિક પણ પરિવાર સહિત મુનિની પ્રાર્થના કરવા માટે આવ્યો હશે ! રાજાના આ કાર્યથી બીજાને કેવું અને કેટલું કલ્યાણ થયું હશે! એ કહી શકાય નહિ, પણ રાણું ચેતનાના વિષે તે એટલું કહી શકાય કે રાજાનાં વિચારો બદલી જવાથી તેને તે ઘણો જ આનંદ પ્રાપ્ત થયો હશે. ચેલના ચાહતી હતી કે, મારા પતિ આસ્તિક બને. રાજાને આસ્તિક બનાવવા માટે ચેલના રાણું રાજા સાથે ઘણીવાર વિચારવિનિમય કરતી હતી પણ તે રાજાનું હૃદય બદલાવી શકી નહિ પરંતુ મુનિની કૃપાથી રાજાનું હૃદય બદલાઈ ગયું. આ જોઈ ચેલના રાણીને કેટલો બધે હર્ષ થયો હશે? રણું ચેતનાને તે પિતાના પતિ ધર્માત્મા બન્યા તેથી પ્રસન્નતા થઈ પણ આજની શ્રાવિકાઓને પ્રસન્નતા ક્યારે અને કેવી રીતે થાય છે તેનો વિચાર કરે. આજની શ્રાવિકાઓને ઘરેણું મળવાથી પ્રસન્નતા થાય છે કે પતિ ધર્માત્મા બને તેથી પ્રસન્નતા થાય છે ? કોઈ બહેને એવી પણ હશે કે જેઓ પતિ ધર્માત્મા બને તેથી પ્રસન્નતા પામતી હશે પણ કેટલીક બહેને એવી પણ હોય છે કે, જેઓ ઘરેણાં-કપડાંની પાછળ ધર્મ-કુળ વગેરેને છોડી દે છે. ધર્માત્માના કુળમાં જન્મવા છતાં ધર્મને તેઓ ભૂલી જાય છે અને સંસારના વિલાસમાં પડી જાય છે. આજે લોકો પિતાની કન્યાઓને પ્રેમથી કોલેજમાં મોકલે છે અને એવી આશા રાખે છે કે, અમારી કન્યા શિક્ષા પ્રાપ્ત કરીને આવશે; પણ તેઓ એટલું જતા નથી કે કૅલેજમાં ભણીગણુને કન્યા ધર્મકર્મ તે ભૂલી નહિ જાય ને ? કૅલેજની શિક્ષા ધર્મ અને સંસ્કૃતિને નાશ કરનારી છે કે તેનું પોષણ કરનારી છે? જે શિક્ષાથી ધર્મ અને સંસ્કૃતિને નાશ થાય તેવી શિક્ષાને બંધ કરવી એ તમારું કર્તવ્ય છે. હું વિદ્યા ભણવાથી રેકતું નથી પણ વિદ્યાના નામે જે વિલાસ કરવામાં આવે છે તેને રોકવાનું કહું છું. વિદ્યાની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે—કા વિદ્યા થા જિમુ”—અર્થાત જે બંધનોને તેડે તે જ વિદ્યા છે. ગાંધીજીએ વિદ્યાપીઠને વિષે એમ કહ્યું હતું કે, જે ઢીંગલા-ઢીંગલી બનાવવા માટે જ વિદ્યાપીઠનું ઉદ્દઘાટન

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364