Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૧]
રાજકેટ–ચાતુર્માસ
[ ૬૭૫
ખૂબ સૂઈ રહેવું કે બહુ જાગતા રહેવું એ પણ રોગનું કારણ છે... કેટલાક લેકે જાગરણ કરવાનો ઢોંગ કરે છે પણ શાસ્ત્ર કહે છે કે વધારે સૂવું કે વધારે જાગવું એ હાનિકર છે.
મલ-મૂત્રને દાબી રાખવું એ પણ રોગનું એક કારણ છે. બહુ ચાલવું અને બહુ બેસી રહેવું એ પણ રોગનું કારણ છે. પ્રકૃતિ વિરુદ્ધ ભજન કરવું એ પણ રંગનું કારણ છે. કેટલાક લેકે કહે છે કે, માંસ ખાનાર બળવાન હોય છે અને માંસ ન ખાનાર નિર્બળ હોય છે પણ આ એક ભ્રમ છે. આજે ગૌવધને કારણે પ્રકૃતિ વિરુદ્ધ ભજનની પ્રથા વધારે પ્રચલિત થઈ પડી છે અને હેટલેનું તે પૂછવું જ શું? આ બધાં કારણોથી પણ રેગે પેદા થાય છે.
ઇન્ડિયનું વિસ્ફોટન કરવું એ પણ રેગનું કારણ છે. આજે સંતતિનિયમનની જે ઉપાય બતાવવામાં આવે છે તે ઉપાય, કઈ માણસ તિજોરી ખુલ્લી મૂકી સુઈ રહેવાથી આનંદ મળે, એનાં જેવાં છે. આ પણ રોગનું પ્રધાન કારણ છે.
આ નવ કારણથી રોગો પદાં થાય છે. જે આ નવ કારણથી બચતા રહે તે જ ધર્મનું પાલન કરી શકે છે. રેસી માણસ ધર્મની સેવા કરી શકતું નથી. તમે પણ નિરેગી બતી ધર્મની સેવા કરે છે તેમાં કલ્યાણ રહેલું છે. . .