Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 339
________________ ૬૭૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક કાયાદ્વારા આત્માને કેમ બચાવી લેતા નથી ? મન, વચન અને કાયાને સંયમમાં લગાવી દે તે તમારા આત્મા પણ આ પ્રકારનાં શત્રુઓથી સુરક્ષિત બની જશે. તે મુનિ ત્રિગુપ્તિએથી ગુપ્ત હતા. સાથે સાથે તેએ ત્રિદંડથી વિમુક્ત હતા. આત્મા ત્રણ પ્રકારે દંડને પામે છે. કહેવામાં તા એમ આવે છે કે, પરમાધામી દેવ, વૈતરણી નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ કષ્ટો આપે છે, પણ શાસ્ત્ર કહે છે કે જે ત્રિ'ડથી "ડિત નથી તેને કાઈ કષ્ટ આપી શકતું નથી. ત્રિ...ડથી વિમુક્ત આત્માને દડવા માટે શક્રેન્દ્રના વજ્રમાં પણ એવી શક્તિ નથી કે તેમને દંડ આપી શકે ! માનસિક દંડ, વાચિક દંડ અને કાયિક દંડ એમ ત્રણ પ્રકારનાં દડ હેાય છે. આત્મા આ ત્રણ પ્રકારનાં ઈંડાથી કેવી રીતે દંડાય છે એ વિષે વિચાર કરવામાં આવે તેા એ વાત જાણવામાં આવી શકશે. મનથી આત્મા કેવી રીતે દંડાય છે એને માટે કહ્યું છે કેઃ— इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिश्वं । तं एवमेवं लालप्पमाणं, हरा हरन्ति त्ति कहं पमाए ॥ —શ્રી ઉત્તરા ચયન સૂત્ર ,, આ “ આ તા મારી પાસે છે—આ નથી. મારી પાસે કરું તેા છે પણ કંઠી નથી. પ્રમાણે સંકલ્પ–વિકલ્પદ્રારા અને તૃષ્ણાદ્દારા મન દંડાતું રહે છે. સંકલ્પ કરવાથી જ કામના પેદા થાય છે. મેં મા કામ તેા કર્યું છે અને હવે આ કામ કરવાનું છે. આ પ્રમાણે કામ કરવાનું બાકી રહેતુ નથી; પણ જ્ઞાનીજને કહે છે કે, તારા માથા ઉપર કાળ ભમે છે અને તારી ઉપર તેના હુમલા ક્યારે થશે અને તને ક્યારે ઉખેડી ફેંકી દેશે તેને તને પત્તો નથી. દેવભદ્ર અને યરોાભદ્રે પેાતાના પિતાને કહ્યું કે, જ્યારે ચાર ધન હરણ કરી રહ્યા હાય અને તે ચારા જરા ખાંખારા મારવાથી જ ભાગી જતા હેાય તે શુ' એવા સમયે માલીક સૂતા પડયો રહેશે ? શું તું ચારાને ભગાવશે નહિ? પિતાએ ઉત્તર આપ્યા કે, એ સમયે માલિક જરૂર ચેારાને ભગાવશે. પુત્રાએ કહ્યું કે, એ જ પ્રમાણે અમારા ઘટમાં–શરીરમાં ચાર પેઠેલા છે. એટલા માટે અમે નિશ્ચિત સૂઈ શકતા નથી. માટે સંયમ ધારણ કરી એ ચારને અમે ભગાવીશું. આ પ્રમાણે આપણા શરીરમાં જે ચાર પેસી ગએલા છે એને તા જોતા નથી અને સકલ્પવિકલ્પ કરતા રહીએ છીએ. આ પ્રમાણે મનદ્વારા દડિત થવાય છે. અનાથી મુનિ ત્રિદંડથી વિમુક્ત હતા. તેએએ મન, વચન અને કાયાને સંયમમાં લઈ લીધા હતાં એટલા માટે તે મન દંડ, વચન દંડ અને કાયા દંડ એ ત્રિવિધ દંડથી વિમુક્ત હતા. આવા મુનિ એક જગ્યાએ બેસી રહેતા નથી પણ જગ્યા–જગ્યાએ વિચરતા રહે છે. સાધુએ એક સ્થાને રહેતા નથી પણ નિસ્પૃહ થઈ વિચર્યા કરે છે. સાધુઓને એક સ્થાને રાખવા એ તમારા પણુ ધર્મ` નથી. અનાથી મુનિને માટે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તેઓ મેાહરહિત થઈ વિચરતા હતા. અનાથી મુનિને એવા અહંકાર થવા સંભવત હતા કે રાજા પણ મારા ચરણમાં પડે છે. પણ જો મુનિને એવા અહંકાર આવે તે ગજબ જ થઈ જાય ને! શાસ્ત્રના વર્ણન ઉપરથી જણાય છે કે, રાજાને મુનિની ભક્તિ કરવાથી જેમ જેમ રામાંચ થતા હતા તેમ તેમ મુનિ પણ મેાહથી સાવધાન બનતા જતા હતા કે ક્યાંય હું મેાહમાં પડી ન જાઉં. તે તેા મેહરહિત થઈ પૃથ્વી ઉપર પક્ષી વિચરે તેમ વિચરતા હતા..

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364