Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૭૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૩૭)
KOSSA454545USUSULUCULUCUZCPPP
ઉપાધ્યાય શ્રી ઉદયરત્ન.
Sosno
લેખન કાળ ૧૭૪૯ થી ૧૭૯૯. શ્રી તપગચ્છમાં શ્રી વિજયરાજસૂરિની પરંપરામાં શ્રી શિવરત્નના શિષ્ય પ્રખ્યાત કવિ શ્રી ઉદયરત્ન થઈ ગયા છે. તેઓશ્રીની
વીસીના સ્તવન ટૂંકા પણ સાદી અને સરળ ભાષા માં છે. તેઓશ્રીએ ઘણા પ્રભાતિઓ, છ દે, સજઝા તથા ૨ સે લખ્યા છે ને સ્તવન પણ ઘણું સુંદર અને ભાવવાહી બનાવ્યા છે. તેમાં સિદ્ધાચલજીના સ્તવને ઘણું લોકપ્રિય બન્યા છે.
તેઓશ્રીને જન્મ અને સ્વર્ગવાસ કયા વરસમાં થયો એ સંબધી કંઈ માહિતી મળતી નથી. પણ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના કહેવા પ્રમાણે તેઓ ખેડાના રહીશ હતા અને મીયાગામમાં કાળધર્મ પામ્યા હતા તેઓશ્રીએ શ્રી સ્થૂલિભદ્રના નવરસો લખ્યા હતા અને તેથી આચાર્યશ્રીએ ઠપકે આપવાથી બ્રહ્મચર્યની નવવાડનાં કાવ્ય રચ્યા હતા. ખેડામાં ત્રણ નદીઓ વચ્ચે ચાર માસ સુધી કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા હતા, તેથી ત્યાં બેટડું થયું. અને ત્યાં ૫૦૦ ઘર ભાવસાર આદિના હતા તેમને જૈનધર્મના રાગી કર્યા. તેઓશ્રીએ ૧૭૮૯માં શ્રી શત્રુંજયની યાત્રા કરતાં સ્તવન બનાવ્યું છે.
શ્રીમાન ઉદયરત્ન એક વખત સં. ૧૭૫૦માં શ્રી સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ જતાં ત્યાં દેરાસર મંગલિક હતું; એટલે મહારાજશ્રીએ દર્શન કર્યા સિવાય અનાદિક ન લેવું એ અભિગ્રહ કર્યો હતો. પૂજારીએ દેરાસર ઉઘડવાની ના પાડી. તે વખતે પ્રભાતિઉ રચ્યું અને હદિક ભાવથી સંતુતિ કરતાં વીજલીના