Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૫૧૭
૨૭. શ્રી ગઇષભસાગરજી
શ્રી ઋષભ જિન સ્તવન (પૃ. ૨૧૭) આ સ્તવનમાં કવિ શ્રી ઋષભ દેવને જિનનાયક, સુખદાયક, જગનાયક, વગેરે વિશેષણોથી સંબોધી એમના દર્શનની અને એમના પ્રસાદની યાચના કરે છે. એ માટે કવિ દિવસ રાત પ્રભુનું નામ જપે છે અને બીજા કોઈ દેવની આરાધના કરતા નથી.
શ્રી શાંતિનાથ સ્તવન (. ૨૧૮). આ સ્તવનમાં કવિ શ્રી શાંતિનાથ પ્રભુને અરજ કરી પિતાને ઉધારવાનું કહે છે. કવિ પ્રભુના ગુણે સંભારે છે અને કહે છે કે સૂતાં જાગતાં હે નાથ ! હું તમારું જ ધ્યાન ધરું છું. છેવટે કવિ કહે છે કે તમે કુડકપટ કરનારા ધુતારાને તારે છો તે એક મને જ કેમ વિસારે છે? તમારૂં તારક બિરૂદ સંભારીને મને જરૂર તારજે.એમ પ્રભુના ચરણને નમસ્કાર કરી વિનંતી કરે છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૨૦) આ સ્તવનમાં કવિએ વિરોધાભાસી આલેખન કરી શ્રી નેમિનાથ ભગવાનનો મહિમા વર્ણવ્યો છે. કવિ કહે છે કે હે પ્રભુ ! તમે આખા જગતના મનનું રંજન કરો છે અને છતાં તમે નિરંજન છે; તમે ત્રણે ભુવનની પ્રભુતાના ભગી છે અને છતાં તમે જોગીશ્વર કહેવામાં છે. તમે એક કેડી પણ દીધી નથી અને છતાં તમે દાતાર શિરોમણિ કહેવાઓ છે, તમે સ્વપ્નામાં પણ ક્રોધ કરતા નથી. અને છતાં અરિદળને સંહારનાર કહેવાઓ છે. અંતે કવિ પિતાના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુને અરજ કરે છે.
- શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૨૧) દલિદ-દરિદ્રતા; અજ-બકરી; ભજનચે પડવું; કામગવી-કામધેનું
આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! તમારી ભક્તિમાં જ મને અનંત સુખ મળે છે. મેં તમારું જ અવલંબન સ્વીકારેલું છે.
૩૩