Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
હે પ્રભુ! હું આ ભવમાં સાચે માર્ગ ભૂલીને ખૂબ ભ છું અને મેં ઘણું કર્મો બાંધ્યાં છે. દયા ધર્મને મેં જરા પણ વિચાર કર્યો નથી. મેં તમારી પરમ સુખકારી, નમ્ર વાણીને પણ કદી સંભારી નથી. વિષયરૂપી વેલડીને મેં મીઠી શેલડી સમજીને ખાધી છે અને તમારી અમૃતમય વાણી ત્યજીને સાંસારિક મેહ તૃણાનો આશ્રય લીધો છે.
હે પ્રભુ! ભલે કે ભૂડ એવો હું અંતે તે તમારે દાસ જ છું એમ સમજી મને તમારા રક્ષણ હેઠળ મૂકે. હું કબૂલ કરું છું કે મેં બેટિ અપરાધ કર્યો છે. પરંતુ હવે તમારે શરણે આવ્યો છું માટે શરણાગતની લાજ રાખી મારે અપરાધ ક્ષમા કરજે. આમ, હું - આપને વારંવાર વિનતિ કરું છું. હે સ્વામી ! આપ મારા જીવનરૂપી માનસ-સરોવરમાં પરમ હંસ બનીને રહે, અને એ રીતે મારા આત્માને ઉન્નત માગે લઈ જાવ.
પ્રશસ્તિની છેલ્લી કડીમાં કવિ કહે છે કે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની મૂર્તિનું ભકિતભાવે ધ્યાન ધરવાથી વિપત્તિ દૂર થાય છે અને સંપત્તિ પામીએ છીએ. જે કોઈ અંતરિક્ષ પાર્શ્વનાથનું સ્તવન કરશે તે હંમેશાં આનંદ મંગલ પામશે.
આ સ્તવન, આ સંગ્રહનાં સ્તવનેમાંનું એક ઉત્તમ સ્તવન છે. કવિની ઊંચી કવિતાશકિતનું આમાં આપણને સુરેખ દર્શન થાય છે.
૮. જિનહર્ષસૂરિ જિનહર્ષ સુરિની રચનાઓ ગુજરાતી ભાષામાં નહિ પણ જૂની રાજસ્થાની ભાષામાં છે. એ ભાષાનાં જેમ અને માર્દવ બંનેનું દર્શન એમનાં આ સ્તવનમાં આપણને થાય છે. આ કવિની રચનાઓ અન્ય કવિઓની સ્તવન-રચનાઓ કરતાં જુદી જ છાપ આપણું મન પર પાડે છે.
શ્રી હષભદેવ જિન સ્તવન (પૃ. ૭૪) સુતારિયે–તારીએ;