Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૯
તમારા સિવાય ખીજા કાઈ દેવમા મારુ ચિત્ત લાગવાનું નથી. હું સ્વામી ! તમે કામણુ કરીને અમારુ ચિત્ત ચારી લધુ છે. હવે મારી આંદ્ય પ્રથાની તમને લાજ છે, એટલે કે હવે મારા ઉદ્ઘાર નહિ કશ તેમાં તમારી જ આબરૂ જવાની છે. '
શ્રી ઋષભ જિન સ્તવન—સ્તવન ત્રીજુ અંબુજ-કમળ, અષ્ટમી શશિ-આઠમને ચન્દ્ર; અહિય-આાર્ડ; અભ્યંતર-અંદરના; ઉત્તુ ંગ-માટું; ઘુણ્યાં–સ્તવ્યો.
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી મરૂદેવી માતાના પુત્ર ઋષભદેવ ભગવાનના મુખનું દર્શન કરવાથી સુખ ઉપજે છે. પ્રભુની આંખ કમળની પાંખ જેવી, કપાળ આર્ડમના ચન્દ્ર જેવુ અને મુખ શરદ ઋતુના ચન્દ્ર જેવું છે. એમની વાણી અત્યત રસાળ છે. પ્રભુના શરીર પર એક હજાર અને આઠ ઉદાર લક્ષણા શાભે છે. એમના હાથ અને પગમાં અનેક શુભ રેખાએ છે અને અભ્યંતર શુભ લક્ષણા તે અનેક છે. પ્રભુને દેવ્ડ ઇન્દ્ર, ચન્દ્ર, સૂર્ય અને પર્વતના ઉત્તમ ગુણા એકત્ર કરીને ધડવામાં આવ્યા છે. પરંતુ પ્રભુનું જે અદ્ભુત ભાગ્ય છે તે કયાંથી આવ્યું તેનુ ભારે આશ્ચ છે. પ્રભુએ સધળા ગુણાને સ્વાધીન કર્યો છે, અને દોષોને દૂર કર્યો છે. આવા પ્રભુની સ્તુતિ કરતાં કવિ કહે છે કે અમને સુખની પુષ્ટિ આપજો. આ સ્તવનમાં કવિએ વિવિધ ઉપમાઓ વડે પ્રભુનું ખાદ્ય સ્વરૂપ દર્શાવ્યું છે.
શ્રી શાંતિનાથ જિન સ્તવન સ્તવન પહેલું અચિરારા–અચિરાના; અચરજ-આશ્ચય; અરૂપી પદ-મેાક્ષ.
આ સ્તવનમાં કવિ કહે છે કે જે દિવસે શ્રી અચિરા દેવીન પુત્ર શ્રી શાંતિનાથ ભગવાનનું મુખ જોઈ ને સુખ પામીશું તે વખતે વિરહ–ત્ર્યથાનાં બધાં દુખ દૂર થશે. હે પ્રભુ ! તમારામાં રહેલા ગુણા જેણે જરા પણ જાણ્યા છે તેને ખીજી કાઈ વસ્તુમાં રસ ન રહે. જેણે