Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૪૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી
આ સંસારમાં ભમતાં ભમતાં પ્રભુની ભક્તિરૂપી નાવ સંસારરૂપી સાગરને પાર પામવા માટે મળી છે તે તું તેને ઉપયોગ કરી લે. અરે ભોળા ! તું શા માટે વિલંબ કરે છે. સંસાર સાગર તરવાનું તને હવે સાધન મળ્યું છે, તે તું હવે શાને કાજે પ્રમાદ કરે છે. હે જીવ, તું શુદ્ધ, નિરંજન, ચિંતન્યમય એવી જેની મૂર્તિ છે, તેનું ધ્યાન ધરી લે એટલે કે તું તારા શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખીને એનું ધ્યાન ધરી લે.
આમ, આ પદમાં કવિએ ક્ષણે ક્ષણે ઘટતા જતા આયુષ્યને, વહી જતા સમયનો સદુપયોગ કરવાને, આત્મધ્યાનમાં લીન બનવાના ઉપદેશ આપે છે અને આ ક્ષણભંગુર દેહ તે મોટા મોટા માંધાતા
ને પણ ટકે નથી, માટે આ ભવસાગરને પાર પામવાનું સાધન પ્રભુભક્તિમાં રહેલું છે તેનું શરણ સ્વીકારવામાં વિલંબ કે પ્રમાદ ન કરવાનું ઉોધન કર્યું છે.
જગ આશા જંજીરકી જંજીર-બંધન; ઝકર્યો-બાં; પરતીત-વિશ્વાસ; હલચલચપલતા છિન છિન–ક્ષણ, ક્ષણ, સૂછમ–સૂક્ષ્મ
આ પદમાં કવિ કહે છે કે આ જગતમાં પ્રાણીઓને અનેક વસ્તુઓની આશા લાગે છે, પરંતુ આશા એ જંજીર છે, બેડી છે. આ બેડીની ગતિ જગતની ગતિ કરતાં ઊલટા પ્રકારની છે. લેડાની બેડીથી જકડાયેલે માણસ ખરેખર બંધનમાં મુકાય છે. એ કયાંય ગતિ કરી શકતા નથી, પણ એ બેડીમાંથી મુકત થતાં માણસ ચારે બાજુ ગતિ કરી શકે છે. પરંતુ આશારૂપી બેડીથી જકડાયેલે માણસ સંસારમાં દરેક વસ્તુ મેળવવા માટે દેડે છે અર્થાત સંસારમાં ચેરાસી લાખ છવાયેનિમાં પરિભ્રમણ કર્યા કરે છે, પણ જે જીવ આ આશારૂપી બેડીમાંથી મુક્ત થાય છે તે એક મુક્તિરૂપી સ્થાનમાં સ્થિર થાય છે.