________________
૩૩૫
ચેતક :જ્ઞાતા પોતાને અને પરને જાણે છે. (૨) ચેતનાર; દર્શક જ્ઞાયક. (૩) જ્ઞાયક
(૪) જ્ઞાતા, પોતાને અને પરને આત્મા જાણે છે. માટે ચૈતન્યથી
અનન્ય(એકરૂ૫) સ્વભાવવાળો છે; આત્મા. ચેતક સ્વભાવી આત્મા પોતે પોતાને તેમજ પરને પણ જાણે, એવો ચેતક
સ્વભાવી છે. ચેતચિતા :આત્મા, ચેતનારો, જ્ઞાયક ચેતતાં જાણતાં; અનુભવતાં. (૨) જાણતો (૩) અનુભવતો. ચેતન આત્મા (૨) જીવ દ્રવ્યને ચેતન કહે છે. (૩) ચૈતન્યનો સદ્ભાવ જેનો
સ્વભાવ છે તે ચેતન છે. (૪) જાણક (૫) આત્મા. (૬) જીવ, જીવાત્મા, સજીવ, જીવનરૂપ તત્ત્વ કે શક્તિ (૭) ભગવાન સર્વજ્ઞદેવના જ્ઞાનમાં છ દ્રવ્યો જાણવામાં આવ્યાં છે. તેનું શું સ્વરૂપ છે તે સંબંધીનું જ્ઞાન મોક્ષમાર્ગની અંદર (મોક્ષમાર્ગમાં સ્થિત જીવને) અવશ્ય હોય છે. સમકિતી ને છ દ્રવ્યનું સ્વરૂપ યથાસ્થિત નિઃસંદેહ જ્ઞાનમાં જાણવામાં આવી ગયું હોય છે, કેમકે જ્ઞાનની એક સમયની પર્યાયમાં પણ આટલી તાકાત ! ને એવી અનંતી પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે, ને એવા અનંતા ગુણોનો પિંડ, ભગવાન આત્મા છે, તે ચેતન છે. (૮) અરૂપી જ્ઞાનમય આત્મા. (૯) જાણનાર; જીવ; ચૈતન્ય. (૧૦) જ્ઞાયક; જાણવા-દેખાવારૂ૫; (૧૧) જ્ઞાતા; દૃષ્ટા; જાણનાર; જ્ઞાયક, ચિત્તવૃત્તિ નિરોધે ધ્યાનમ્ =તેમાં નાસ્તિથી વાત થઈ સર્વજ્ઞનું કહેલું એમ છે કે એકાગ્ર ચિન્તાનિરોધો ધ્યાનમ્ તેમાં અસ્તિથી વાત થઈ, કોઈ એક વિષયમાં ચિત્તમાં ચિત્તને એકાગ્ર કરવું તે ધ્યાન છે. આત્મા અખંડ જ્ઞાનાનંદ
સ્વરૂપી છે, તેના લક્ષે સ્થિરથતાં રાગ ટળી અંદર સ્થિરતા થાય છે, અને અને રાગનો નાશ સહેજ થાય છે. એમ અતિ અને નાસ્તિ બે થઈને અખંડ
સ્વરૂપ છે. (૧૨) આત્મા. આ ચેતન છે. એવો જે અન્વય તે દ્રવ્ય છે. ચેતન એવો જે અન્વય તે દ્રવ્ય છે. અન્વયને આશ્રિત રહેલું ચૈતન્ય, એવું જે
વિશેષણ તે ગુણ છે. અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળ પરિમાણ હોવાથી, પરસ્પર અપ્રવૃત્ત એવા જે અન્વયવ્યતિરેકો (એકબીજામાં નહિ
પ્રવર્તતા એવા જે અન્વયના વ્યતિરેકો, તે પર્યાયો છે, કે જેઓ
ચિદ્વિવર્તનની આત્માના પરિણમનની) ગ્રંથિઓ છે. ચેતન શી (દેવી, મનુષ્ય, તિર્યંચ) ત્રણ પ્રકારની, તે સાથે ત્રણ કરણ (કરણ,
કારણ એ અનુમોદન) થી ત્રણ (મન, વચન કાયારૂ૫) યોગ દ્વારા પાંચ કર્ણ, ચક્ષુ, નાસિકા, જીલ્લા, સ્પર્શ રૂ૫) ઈન્દ્રિયોથી ચાર (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાસહિત દ્રવ્ય અને ભાવથી સોળ (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન એ ચાર પ્રકારે ક્રોધ, માન, માયા અને લોભ, એ દરેક પ્રકારથી સેવન ૩ * ૩ * ૩ * ૫ * ૪ * ૨ * ૧૬ = ૧૭૨૮૦ ભેદ થયા. પ્રથમના ૭૨૦ ભેદ શીલના અને આ બીજા ૧૭૨૮૦ ભેદો મળી, ૧૮૦૦૦ ભેદ, મૈથુનકર્મના દોષરૂપ ભેદ છે તેનો અભાવ તે શીલ; અને
નિર્મળ સ્વભાવ- શીલ કહે છે. ચેતન ચેતન્ય અને ચેતના કોને કહે છે : (૧) જીવદ્રવ્યને ચેતન કહે છે. (૨) ચૈતન્ય તે ચૈતન્યદ્રવ્યનો ગુણ છે. તેમાં દર્શન અને જ્ઞાન-એ બન્ને ગુણોનો
સમાવેશ થઈ જાય છે. (૩) ચૈતન્ય ગુણના પર્યાયને ચેતના કહેવામાં આવે છે. ચેતનત્વ અનુભવ. ચેતન–વિશેષો સુખ દુઃખનું સંચેતન, હિત અર્થે પ્રયત્ન અને અહિતની ભીતિ
આ ચેતનત્વ વિશેષો છે જેને ચેતનવિ સામાન્ય હોય તેને ચેતન–વિશેષો હોવા જ જોઇએ જેને ચેતન–વિશેષો ન હોય તેને ચેતનત્વ સામાન્ય પણન
જ હોય. ચેતનતા સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર,
સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી, જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાય જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ