________________
તે ભાવપ્રાણો છે. જે પ્રાણોમાં સદા પુદ્ગલસામાન્ય, પુદ્ગલસામાન્ય, પુદ્ગલસામાન્ય એવી એકરૂપતા-સદ્દતા હોય છે તે દ્રવ્યપ્રાણો છે.) (૩) ઇન્દ્રિય પ્રાણ; બળપ્રાણ; આયુ પ્રાણ; અને શ્વાસોચ્છવાસ પ્રાણ, એ ચાર જીવોના પ્રાણો છે. સ્પર્શન, રસના, પ્રાણ ચક્ષુ અને શ્રોત્ર, એ પાંચ ઇન્દ્રિય પ્રાણ છે, શ્રય, વચન, અને મન એત્રણ બળ પ્રાણ છે; ભવધારણનું નિમિત્ત (અર્થાત્ મનુષ્યાદિ પર્યાયની સ્થિતિનું નિમિત્ત તે આયુગણ છે; નીચે તથા ઉંચે જવું તે જેનું સ્વરૂપ છે, એવો વાયુ (શ્વાસ) તે શ્વાસોચ્છવાસપ્રાણ છે. જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે, અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે. જો કે નિશ્ચય જીવ, સદાય ભાવ પ્રાણથી જીવે છે, તો પણ સંસારદશામાં વ્યવહારથી, તેને વ્યવહાર જીવત્વના કારણભૂત, ઇન્દ્રિયોથી દ્રવ્યપ્રાણોથી જીવનો કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્ય પ્રાણો, આત્માનું સ્વરૂપ બિલકુલ નથી, કારણકે તેઓ પુદ્ગલ દ્રવ્યોથી બનેલા છે. (*) મોહાદિ પૌલિક કર્મો વડે બંધાયો હોવાને લીધે, જીવ પ્રાણોથી સંયુકત થાય છે અને (*) પ્રાણોથી સંયુકત થવાને લીધે, પૌદ્ગલિક કર્મફળને (મોહી-રાગીદ્વેષી જીવ મોહ-રાગ-દ્વેષપૂર્વક) ભોગવતો થશે, ફરીને પણ અન્ય પૌલિક કર્મો વડે બંધાય છે. તેથી (*) પૌદગલિક કર્મનાં કાર્ય હોવાને લીધે અને (*) પૌદ્ગલિક કર્મના કારણ હોવાને લીધે, પ્રાણો પૌદ્ગલિક જ નિશ્રિત (નકકી) થાય છે. (૪) જેના સંયોગથી આ જીવ, જીવનઅવસ્થાને પ્રાપ્ત થાય, અને વિયોગથી મરણ અવસ્થાને પ્રાપ્ત થાય, તેને પ્રાણ કહે છે. પ્રાણના કેટલા ભેદ છે ? :બે છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ પ્રાણના ભેદ દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. (૨) પ્રાણના બે ભેદ છે. દ્રવ્યપ્રાણ અને
ભાવપ્રાણ.
(૧) દ્રવ્યપ્રાણના દશ ભેદ છેઃ પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ, મનોબળ, વચનબળ અને કાયબળ, શ્વાસોચ્છવાસ અને આયુ.(આ બધી પુદ્ગલ દ્રવ્યોની પર્યાયો છે. જીવોને, આ દ્રવ્યપ્રાણેના સંયોગથી, જીવન અને વિયોગથી મરણરૂપ અવસ્થા, વ્યવહારથી કહેવાય છે.)
૬૭૫
(૧)
(૨) ભાવ પ્રાણ = ચૈતન્ય અને બાળપ્રાણ અને ભાવપ્રાણ કહે છે. ભાવ પ્રાણના બે ભેદ છેઃ ભાવેન્દ્રિય અને બળપ્રાણ. *ભાવેન્દ્રિયના પાંચ ભેદઃ Ńશેન્દ્રિય, રસેન્દ્રિય, ધાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને કર્મેન્દ્રિય.
*(આ ભેદ સંસારી જીવોમાં છે. ભાવેન્દ્રિયો બધી ચેતન છે. આ જ્ઞાનની મતિરૂપ પર્યાયો છે.
(૨) બાવબળપ્રાણ=ભાવ બળ પ્રાણના ત્રણ ભેદ: મનોબળ, વચનબળ અને કાય બળ. (ભાવબળપ્રાણ, જીવના વીર્યગુણની પર્યાયો છે. દ્રવ્યબળપ્રાણ પુદ્ગલના વીર્યગુણની પર્યાયો છે.) પ્રાણાપાન :શ્વાસોચ્છવાસ પ્રાણાતિપાત ઃઅહિંસા નામના વ્રતનું પહેલું વ્રત; પ્રાણનો વિનાશ. પ્રાણાયામ :ચિત્તવૃત્તિરૂપ શ્વાસોચ્છ્વાસના જયને અર્થે, મનના જય અર્થે દેહાધ્યાસ આદિ બાહ્યભાવોને છોડવા તે રેચક, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું આત્મા છું, એમ અંતરાત્મભાવને પોષક ભાવો સદ્બોધમય ભાવો ચિત્તમાં ભરવા તે પૂરક, અને આત્મભાવને અંતરમાં સ્થિર કરવા તે કુંભક એ મુમુક્ષ યોગીને ભાવ-પ્રાણાયામ છે. પ્રાણાયામ-શ્વાસ જય.
પ્રાણીયા સ્વરક્ષાની અસ્તિ; જગત પ્રત્યે નિર્દેરબુદ્ધિ-અદ્રોહબુદ્ધિ; વેરબુદ્ધિનો
ત્યાગ.
પ્રાણોની સંતતિ પ્રવાહની પરંપરા
પ્રાંજ નમ્ર; વિનયી; વિવેકી; પ્રામાણિક; બે હાથ જોડીને ઊલેલું. (૨) સ્પષ્ટ અને નિર્દોષ.
પ્રાતિહાર્યો તીર્થંકર ગોત્ર બાંધનાર સાતિય પુણ્યોદયના પ્રભાવથી, આઠ
પ્રાતિહાર્યો પ્રાપ્ત થાય છે. ૧.અશોકવૃક્ષ, ૨. સુરપુષ્પવૃષ્ટિ, ૩.દિવ્યધ્વનિ, ૪. ચામર, ૫.છત્ર, ૬. સિંહાસન, ૭. ભામંડળ, ૮. દુ ભિ, સાથે જ અમોઘ દેશનાશક્તિથી યુકત હોય છે.