________________
આ ત્રણ ભાવરૂ૫ છે. શાંત ! શાંત ભાવ ! કેમકે ભગવાન આત્મા શાંત રસનો પિંડ જ છે. અકષાય સ્વભાવ - વીતરાગ સ્વભાવ, એ ભરપૂર ધ્રુવ સ્વભાવ છે. (આત્મા) ! એની શાંતરસની શક્તિની વ્યક્તિ છે. ને ત્યાં ભવ્યત્ત્વશક્તિની વ્યક્તિ (પ્રગટ) થાય છે. એ સ્વભાવમાં જે શાંત-વીતરાગતા પડી છે, અર્થાત્ ધ્રુવશક્તિ છે, એમાં એકાગ્રતા થઈને, પર્યાય નામ વર્તમાન દશામાં, શાંત દશા થવી, એ નિશ્ચયમોક્ષમાર્ગ છે, એ ભાવના છે, એ પરિણામ છે. એ
પર્યાય છે, એ અધ્યાત્મભાષાએ “શુદ્ધાત્મ અભિમુખ પરિણામ”: જૈન દર્શનમાં મતમતાંતરોના કારણો :(૯) પોતાની શિથિલતાને લીધે, કેટલાક
પુરુષોએ નિગ્રંથદશાની, પ્રાધાન્યતા ઘટાડી હોય. (૯) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (*) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે, પ્રવર્તન થઈ જવું. (૯) ગ્રહાયા પછી, તે વાતનો માર્ગ મળતો હોય, તો પણ તે દુર્લભ. બોધિતાને લીધે ન ગ્રહવો. (*) મતિની ન્યૂનતા. (૯) જેના પર રાગ, તેના છંદમાં પ્રવર્તન કરનારા, ઘણા મનુષ્યો. (૯) દુઃષમ કાળ એ (૯) શાસ્ત્ર જ્ઞાનનું ઘટી
૩૭૨ સ્યાદ્વાદથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રધાનતા છે, ત્યાં બીજો નય સાપેક્ષ છે. તેથી જૈન સિદ્ધાંત, આ જીવને કાર્યકારી છે. અન્ય મતના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે, સ્યાદ્વાદરહિત છે માટે કાર્યકારી નથી. જે જૈન શાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી, સ્યાદ્વાવરહિત શ્રદ્ધા છે. તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ પરમાગમના જીવભૂત છે. તેને નમસ્કાર કરું છું. (૨)
જૈન તત્ત્વ દર્શન. જૈનતત્ત્વમીમાંસા એ નામનો ગ્રંથ છે. તેમાં પર્યાયસંબંધી બહુ સારું સ્પષ્ટીકરણ
કર્યું છે. તેના લેખક પંડિત શ્રી કૂલચંદજી છે. જૈનદર્શન :કોઈ અદ્ભૂત અલૌકિક છે. તેમાં મૂળસ્વરૂપ-નિશ્ચયસ્વરૂપ તો યથાર્થ છે
જ કે જે બીજે ક્યાંય નથી, પણ પર્યાય કે જે વ્યવહાર છે એનું સ્વરૂપ પણ જૈનદર્શનમાં જેવું બતાવ્યું છે એવું બીજે ક્યાંય નથી. એકેક ભેદોનું જ્ઞાન કરાવી પછી એનો નિષેધ કરે છે. ભિન્ન ભિન્ન શુભભાવ છે, ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે-એમ કેવળજ્ઞાનમાં જે વ્યવહાર જણાયો એ વ્યવહારનું જ્ઞાન કરાવી ત્રિકાળીની દષ્ટિમાં અનો નિષેધ કરે છે. (૨) જૈનશાસન શું છે ? જૈન શાસન એ ત્રિકાળી જ્ઞાયકભાવ છે એમાં એકાગ્રતા થવી-ભાવમતિ-ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અંદરમાં એકાગ્ર થવું- એ જૈન શાસન. (૩) અનંત એવા લોકાકાશની વચ્ચે આ વિશ્વ-લોક આવેલ છે. તે ત્રણે કાળે-આદિ-મધ્ય અને અંતમાં એ રૂપે રહેવાનો છે અર્થાત્ અલોકાકાશમાં એકલું આકાશ દ્રવ્ય છે. તેની વચ્ચે પુરૂષાકારે લોક આવેલો છે. આ લોકમાં છ દ્રવ્ય છે. તેમાં દ્રવ્ય ચેતન છે. બાકીના પાંચ દ્રવ્ય પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ અજીવ છે. જેમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. બાકીના પાંચ દ્રવ્યો જીવ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ અને કાળ અરૂપી છે. આ છએ દ્રવ્યોના છ ગુણો સામાન્ય છે : અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રદેશત્વ, પ્રમેય એ અગુરૂ લઘુત્વ
જૈનધર્મ એ કોઈ ક્રિયાકાંડ કે સંપ્રદાય નથી. વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરીને અજ્ઞાન
અને રાગદ્વેષને જીતવાં એનું નામ જૈનધર્મ છે. (૨) જૈનધર્મ તે રાગ-દ્વેષઅજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે. તેથી જેટલે અંશે રાગ-દ્વેષ-અજ્ઞાનનો નાશ કરે, તેટલે અંશે જૈનપણું છે. જૈનપણાની શરૂઆત, સમ્યગ્દર્શનથી જ થાય છે. (૩) જે રાગ-દ્વેષ અજ્ઞાનને જિતનાર, આત્મ સ્વભાવ છે. વાડો
વેશ નથી. જૈનપાણિકો પાક્ષિક જૈનો; જૈનમાર્ગ સત્ય છે એના નિશ્ચયપૂર્વક પક્ષ કરનારા. જૈન શાસન જૈન સિદ્ધાંતનું તથ્ય એ છે કે, આત્મા પોતે જ્ઞાન આનંદથી ભરપૂર
ભગવાન છે તે અનુભવમાં આવે. આવા અનુભવને જ જૈન શાસન કહ્યું છે. જૈન સિદ્ધાંત જેમ શરીર જીવ સહિત કાર્યકારી છે. જીવ વિનાનું મૃતક શરીર કંઈ
કામનું નથી. તેમ જૈન સિદ્ધાંત છે, તે વચનાત્મક છે, વચન કર્મવર્તી છે. તે જે કથન કરે છે તે એક નયની પ્રધાનતાથી કરે છે. પરંતુ જૈન સિદ્ધાંત સર્વત્ર