________________
હોય તો વિકાર ન હોય અને વિકાર ન હોય તો વિકારનો અભાવ કરી મોક્ષ કોનો કરવો ? એ રીતે તો સંસાર અને મોક્ષ બન્નેનો અભાવ કરે છે. કર્મની હાજરીનું નિમિત્ત વિકારમાં છે પણ સ્વભાવમાં તેની હયાતીનું નિમિત્ત નથી. જો વિકારમાં પણ નિમિત્ત ન હોય તો વિકાર જ ન હોય, માટે ભાઈ ! પરમાણું જો કર્મરૂપે ન થતાં હોય તો સંસારનો અભાવ થાય. (૫) સંસરણં સંસાર = પરિભ્રમણનું નામ સંસાર છે. ચારે ગતિઓમાં જીવ ઉત્પન્ન થયા કરે છે એને જ સંસાર કહે છે. આ પરિભ્રમણનું કારણ કર્મ છે. જેવો કર્મનો ઉદય હયો છે તે અનુસાર ગતિ, આયુષ્ય, શરીર આદિ અવસ્થામાં મળી જાય છે. તે કર્મનું પણ કારણ આત્માના રાગદ્વેષભાવ છે, તેથી સંસારના કારણોને જ આચાર્યે સંસાર કહ્યો છે. જ્યારે સંસારના કારણો દૂર કરવામાં આવે ત્યારે જ આ સંસાર છૂટી શકે છે. સંસારના કારણ મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ,કષાય અને યોગ. આ પાંચ છે. આ પાંચેયના પ્રતિપક્ષી ભાવ પણ પાંચ છે. મિથ્યાદર્શનનો પ્રતિપક્ષી સમ્યગ્દર્શન છે. એવી જ રીતે અવિરતિનો વિરતિભાવ, કષાયને અક્ષયભાવ અને યોગનો અયોગભાવ, પ્રમાદનો અપ્રમત્તભાવ, પ્રતિપક્ષી છે. જ્યારે સમ્યગ્દર્શનાદિ ભાવ આત્મામાં પ્રગટ થઈ જાય છે પછી આ જીવનો સંસાર પણ છૂટી જાય છે. (૬) જીવની રાગદ્વેષ રૂપ અશુદ્ધ અવસ્થાનું નામ સંસાર છે. (૭) આત્માની અવસ્થામાં ખોટા અભિપ્રાયરૂપ મિથ્યાત્વભાવ તે જ સંસાર છે. (૮) ભવ. (૯) આગમમાં સંસાર પાંચ પ્રકારનો કહ્યો છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ પ્રકારનો સંસાર છે. (૧) આત્માની અવસ્થામાં ખોટા અભિપ્રાયરૂપ મિથ્યાત્વભાવ તે જ સંસાર છે. (૧૧) સંસાર કોઈ જુદો પદાર્થ નથી. આ આત્માના પરિણામ નિશ્ચય-નયના શ્રદ્ધાનથી વિમુખ થઈ, શરીરાદિ પદ્રવ્ય સાથે એકત્વ, શ્રદ્ધાનરૂપ પ્રવર્તે, તેનું જ નામ સંસાર. તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે, તેણે શુદ્ધનયની સન્મુખ રહેવું યોગ્ય છે. સંસારઃ સંસરતિ ઈતિ સંસારઃ એકરૂપ ન રહેતાં જુદા પ્રકારે ભ્રમણ કરવું તે, સમ્યક્ સ્વભાવથી ખસી જવું તે. સ્ત્રી, ધન, પુત્ર, શરીર વગેરે, પરમાં આત્માનો સંસાર ન હોય પણ તેમાં મારાપણાની બુદ્ધિ, તે સંસાર છે.
૧૦૭૮ સંસાર, તે આત્માની વિકારી અવસ્થા છે અને મોક્ષ, તે આત્માની પૂર્ણ નિર્મળ અવસ્થા છે. (૧૨) નિમિત્ત દષ્ટિ તે સંસાર છે. (૧૩) આત્માના પરિણામ નિશ્ચયનયના શ્રદ્ધાનથી વિમુખ થઈ, શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વ શ્રદ્ધાનરૂપ પ્રવર્તે તેનું નામ જ સંસાર. (૧૪) આત્માની વિકારી અવસ્થા તે સંસાર છે. બાયડી, છોકરાં, ઘર, કુટુંબ તે સંસાર નથી. રાગ-દ્વેષ અને પર વસ્તુ મારી માની તે ઊંધી માન્યતારૂપ સંસાર આત્માની અવસ્થામાં થાય છે. સંસાર ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ ભાવનો સંસાર છે, ચોથાથી દસમા ગુણસ્થાન સુધી કષાય ભાવનો સંસાર છે. અગિયારમાંથી તેરમા ગુણસ્થાન સુધી યોગના કંપનનો સંસાર છે ને ચૌદમાં ગુણસ્થાને યોગના સંસ્કાર રહે છે તે સંસાર છે. એ રીતે ચૌદે ગુણસ્થાન સુધી આત્માની અવસ્થામાં સંસાર છે. (૧૫) સંસાર તે બાયડી, છોકરાં અને કટુંબને કહેવાતો નથી પણ શુભાશુભ પરિણામને પોતાનાં માને, તેનાથી મને હિત થશે તેમ માને તે ખોટો ભાવ જ સંસાર છે. કર્મના કારણે સંસારદશા છે તેમ નથી, એ રીતે કર્મનો અભાવ થવાથી મોક્ષ દશા થાય તેમ પણ નથી; પરંતુ આત્માની અવસ્થામાં ખોટા અભિપ્રાયરૂપ મિથ્યાત્વભાવ તે જ સંસાર છે અને આત્માની અવસ્થામાં વિકાર રહિત સર્વથા નિર્મળપણું તેનું નામ મોક્ષદશા છે. (૧૬) રાગ સાથે એક બુદ્ધિરૂપ મિથ્યાત્વનો ભાવ તે જ સંસાર છે. બીજી ચીજ-બૈરાં-છોકરાં-કુટુંબ-કબીલા વગેરે કાંઈ સંસાર નથી. ચારે ગતિમાં જે મિથ્યાત્વના ભાવ રહ્યા તે સંસાર છે. બૈરાં-છોકરાં છોડે ને દુકાન વગેરે છોડે એટલે સંસાર છોડ્યો એમ માને છે પણ એ મિથ્યા-જૂઠું છે.
મિથ્યાત્વને છોડ્યા વિના સંસાર કદીય છૂટે નહિ. સંસાર અને મો, સંસાર અને મોક્ષ એ બન્ને પર્યાય છે. સંસાર એ કર્મના
સદ્ભાવની અપેક્ષારૂપ પર્યાય છે અને મોક્ષ તે કર્મના અભાવની અપેક્ષારૂપ પર્યાય છે. મોક્ષપર્યાય જેટલો આત્મા નથી. મોક્ષ પર્યાય તો કર્મના અભાવનું ફળ છે, તેથી એ વ્યવહારે સાધ્ય કહેવાય પણ નિશ્ચયે સાધ્ય તો ધવ દ્રવ્ય સ્વભાવ છે. પરમાર્થ સાધ્યરૂપ અખંડ એક સ્વભાવના જોરે મોક્ષ