Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જાપાનની આશ્ચર્યકારક પ્રગતિ
૭પ ટકી શકે એ સમજવું અતિશય મુશ્કેલ છે. આમ છતાયે એ બંને વસ્તુઓ એક સાથે ચાલ્યા કરી છે એમાં શંકા નથી અને આજે પણ તે એકબીજાથી અળગી પડી નથી. વડીલ રાજપુરૂષોએ સમ્રાટ પ્રત્યેના પૂજ્યભાવની આ પ્રબળ ભાવનાને બે રીતે ઉપયોગ કર્યો. જેમણે બીજી રીતે સુધારાઓને વિરોધ કર્યો હોત એવા સ્થિતિચુસ્ત અને ક્યૂડલ વર્ગો પાસે તેમણે સમ્રાટના નામની પ્રતિષ્ઠાને જેરે સુધારાઓને પરાણે સ્વીકાર કરાવ્યો તેમ જ વધારે ત્વરાથી આગળ વધવા માગતા અને ક્યૂડલ વ્યવસ્થાને નિર્મૂળ કરવા ચહાતા વધારે પ્રગતિશીલ તને એ દ્વારા તેમણે અંકુશમાં રાખ્યાં.
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ચીન અને જાપાન એ બે વચ્ચેનો તફાવત બહુ ભારે છે. પિતાનું જૂનું સ્વરૂપ તજીને જાપાન ત્વરાથી પશ્ચિમના દેશે જેવું બની ગયું. જ્યારે ચીન, આપણે આગળ જોઈ ગયા અને હવે પછી પણ જોઈશું કે, ભારે મુસીબતોમાં ગૂંચવાઈ ગયું હતું. આમ કેમ બનવા પામ્યું? ચીન દેશની ખુદ વિશાળતાએ – તેની મોટી વસ્તી અને વિસ્તૃત પ્રદેશે પરિવર્તન મુશ્કેલ બનાવી મૂક્યું. સામર્થ્યના પાયારૂપ જણાત તેને બહેળો પ્રદેશ અને મોટી વસતી એ બંને હિંદની પ્રગતિમાં પણ બાધારૂપ છે. ચીનનું રાજ્યતંત્ર પણ પૂરતા પ્રમાણમાં એકકેન્દ્રી નહોતું એટલે કે દેશના દરેક ભાગમાં ઠીક ઠીક પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ્ય હતું. એથી કરીને દેશના બીજા ભાગના વહીવટમાં દાખલ કરીને મધ્યસ્થ સરકાર જાપાનની પેઠે ચીનમાં ભારે ફેરફાર કરી શકે એમ નહોતું. એ ઉપરાંત, ચીનની મહાન સંસ્કૃતિ હજારે વરસ પુરાણી હતી અને પ્રજાજીવન સાથે તે એવી તે ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને ત્યાગ કરે એ સહેલું નહોતું. આ બાબતમાં આપણે ફરીથી હિંદુસ્તાન અને ચીનની સરખામણી કરી શકીએ એમ છીએ. વળી જાપાને તે ચીની સંસ્કૃતિ ગ્રહણ કરી હતી એટલે એ છોડીને તે બીજી કોઈ સંસ્કૃતિ સહેલાઈથી અપનાવી શકે એમ હતું. યુરોપની સત્તાઓને પગપેસારે અને દખલગીરી એ પણ ચીનની મુશ્કેલીનું એક કારણ હતું. વળી ચીન જાપાનની પેઠે ટાપુ નહિ પણ એશિયા ખંડસ્થ પ્રદેશ હતે. એટલે જાપાનના ટાપુની પેઠે તે પિતાનાં દ્વાર બંધ કરી શકે એમ નહતું. વાયવ્ય ખૂણામાં રશિયાની સરહદ તેના પ્રદેશને લાગી રહેલી હતી અને નૈઋત્ય ખૂણામાં બ્રિટિશ સામ્રાજ્ય આવેલું હતું તથા તેની દક્ષિણે ફ્રાંસ ધીમેધીમે આગળ વધી રહ્યું હતું. આ યુરેપી સત્તાઓએ ચીન પાસેથી મહત્ત્વના હકો પડાવ્યા હતા અને તેમણે ત્યાં પિતપતાનાં મોટાં મોટાં વેપારી હિતે ખીલવ્યાં હતાં. આ હિતોએ ચીનના મામલામાં દખલ કરવા માટેનાં અનેક બહાનાં તેમને પૂરાં પાડ્યાં.
એટલે જાપાન વાયુવેગે આગળ વધવા લાગ્યું જ્યારે ચીન નવી પરિસ્થિતિ સાથે પિતાને મેળ બેસાડવાને આંખ મીંચીને ફાંફાં મારી રહ્યું હતું. પરંતુ