Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ રેખાદર્શન
<
મૂડીવાદની સફળતાએ લેકાને છક કરી દીધા હતા એમ છતાં પણ ત્યાં આગળ થેડા એવા ઉદ્દામ સુધારકા અથવા પ્રગતિપોષક વિચાર ધરાવનારાઓ અથવા જેને આપણે માનવહતવાદી કહી શકીએ એવા લેકા પણ હતા. દેશની દોલત ઉત્તરાત્તર વધતી જતી હોવા છતાં ત્યાં આગળ ચાલી રહેલી હત્યારી સ્પર્ધા તથા તેમાંથી પેદા થતી લેાકેાની હાડમારી અને યાતનાઓ જોઈને તેઓ દુઃખી થતા હતા. ઇંગ્લંડ, ફ્રાંસ તથા જમનીમાં આ લોકોએ મૂડીવાદી વ્યવસ્થાનું સ્થાન લે એવી બીજી જુદી જુદી વ્યવસ્થા વિચારી કાઢી. એ બધીને સોશિયાલિઝમ ' ( સમાજવાદ) કલેટિવિઝમ ’ ( સમષ્ટિવાદ ) અથવા સોશિયલ ડેમૈ!*સી ' ( સામાજિશ્ન લેાકશાહી ) વગેરે નામેાથી ઓળખાવવામાં આવી. આ પ્રત્યેક શબ્દને લગભગ સરખા જ અર્થ થાય છે. ઉદ્યોગેાની વ્યક્તિગત માલિકી તથા નિય ંત્રણ એ બધી હાડમારીનું મૂળ એ બાબતમાં બધા સુધારા સામાન્ય રીતે એકમત હતા. જો એને બદલે એ બધાની અથવા ઓછામાં ઓછું જમીન અને મુખ્ય ઉદ્યોગો જેવાં ઉત્પાદનનાં પ્રધાન સાધનાની માલકી તથા નિય ંત્રણ રાજ્યના હાથમાં હોય તો મજૂર વના શાષણનો ભય ન રહે. આ પ્રમાણે કઈક અસ્પષ્ટ રીતે લેકા મૂડીવાદી પ્રથાને બદલે ખીજી સમાજવ્યવસ્થાને વિચાર કરી રહ્યા હતા. પણ મૂડીવાદી વ્યવસ્થા તરતાતરત પડી ભાગે એમ નહેતું. એ તે દિનપ્રતિદિન બળવાન થતી જતી હતી.
૮૪
આ સમાજવાદી વિચારાના પ્રચાર કરનાર શિક્ષિતવ હતો. પણ રૉબર્ટ એવનની બાબતમાં તે એ વિચારેને પ્રચાર કરનાર એક કારખાનાના માલિક હતો. મજૂરોના મહાજનેાની પ્રવૃત્તિ થેાડા વખત સુધી તે। ભિન્ન ભિન્ન દિશાઓમાં પ્રગતિ કરતી રહી. તેને ઉદ્દેશ કેવળ મજૂરીના દરો વધારવાને •તેમ જ મજૂરોની સ્થિતિ સુધારવા પૂરતા જ હતા. પરંતુ સ્વાભાવિક રીતે જ
આ સમાજવાદી વિચારાની તેના ઉપર અસર પડી અને પરિણામે એ પ્રવૃત્તિએ સમાજવાદના વિકાસમાં કાળા આપ્યા. ઇંગ્લેંડ, ફ્રાંસ તથા જર્મની વગેરે યુરોપના આગળ પડતા દેશોમાં તે તે દેશના મજૂરોની તાકાત તથા તેમની પ્રકૃતિ અનુસાર કંઈક જુદી જુદી રીતે સમાજવાદના વિકાસ થયા. એક દરે જોતાં ઇંગ્લેંડના સમાજવાદ સ્થિતિચુસ્ત અને કંઈક મેળે હતા અને બંધારણીય માર્ગ ધીમે ધીમે પ્રગતિ સાધવામાં તેને વિશ્વાસ હતા જ્યારે યુરોપખંડના દેશને સમાજવાદ ઉદ્દામ અને ક્રાંતિવાદી હતા. દેશના ભારે વિસ્તાર તથા મજૂરાની માંગને કારણે અમેરિકામાં પરિસ્થિતિ સાવ જુદી જ હતી એટલે ત્યાં આગળ લાંબા વખત સુધી બળવાન મજૂર ચળવળ જામી નહિ.
૧૯મી સદીના વચગાળાથી માંડીને એક પેઢી સુધી ઇંગ્લેંડના ઉદ્યોગાનું સારી દુનિયા ઉપર પ્રભુત્વ રહ્યું અને વેપારોજગારના ના તથા હિંદ અને