Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
. ૧૪૦૮
જગતના ઈતિહાસનું રેખાદર્શન અને એને લીધે ઘણુ લેકે નાઝી પક્ષ તરફ ખેંચાયા. એ માકર્સવાદીઓ, સામ્યવાદીઓ તેમ જ સમાજવાદીઓની વિરુદ્ધ હતા તેમ જ મજૂરોનાં મહાજન તથા બીજી એવી વસ્તુઓની પણ વિરુદ્ધ હતું. તે યહૂદીઓની પણ વિરુદ્ધ હતું, કેમ કે યહૂદીઓ પરાઈ જાતિના છે અને તેઓ “આર્ય' જર્મન જાતિના ઉચ્ચ ધોરણને ભ્રષ્ટ કરે છે તથા હલકું પાડે છે એમ માનવામાં આવતું હતું. એ અસ્પષ્ટપણે મૂડીવાદને વિરોધી હતા પરંતુ નફાખોરે અને ધનિકોને ગાળો દેવામાં જ એ વિરોધની પરિસમાપ્તિ થતી હતી. સમાજવાદની તેની અસ્પષ્ટ વાતમાં માત્ર એટલું જ ન હતું કે રાષ્ટ્રની સંપત્તિ ઉપર રાજ્યને અમુક અંકુશ હોવો જોઈએ.
આ બધાની પાછળ હિંસાની અસાધારણ ફિલસૂફી રહેલી હતી. હિંસાને ઉત્તેજન આપવામાં આવ્યું તથા તેનાં ભારે ગુણગાન કરવામાં આવ્યાં એટલું જ નહિ પણ તેને મનુષ્યના સર્વોચ્ચ ર્તવ્ય તરીકે ગણવામાં આવી. સ્વાલ્ડ એંગલર નામને એક મશહૂર જર્મન ફિલસૂફ એ તત્ત્વજ્ઞાનને પુરસ્કર્તા હતે. તે જણાવે છે કે, માણસ એ “શિકારી પશુ છે, તે બહાદુર છે, પ્રપંચી છે, નિર્દય છે.” . . . “આદર્શો એ તે કાયરતા છે.” “પ્રવૃત્તિશીલ પ્રાણીઓમાં શિકારી પ્રાણી એ સર્વોચ્ચ છે.” તેના મત પ્રમાણે, સહાનુભૂતિ, સમાધાનની વૃત્તિ તથા શાંતિપ્રિયતા એ કાયરતાની લાગણી છે.” અને “શિકારી પશુઓની જાતિવિષયક લાગણીઓમાં ઠેષની લાગણી સૌથી સાચી છે.” મનુષ્ય પિતાની બેડમાં બીજા કઈ પણ બરાબરિયાને સાંખી ન લેનાર સિંહના જેવા બનવું જોઈએ; જે ટોળામાં રહે છે અને જેને અહીંતહીં હાંકવામાં આવે છે એવી ગાય થઈને તેણે ન રહેવું જોઈએ. એવા મનુષ્યને માટે, બેશક, યુદ્ધ એ સર્વોત્તમ અને આનંદદાયક કાર્ય છે. .
સ્વાલ્ડ એંગલર એ આધુનિક સમયને એક અતિશય વિદ્વાન પુરુષ છે. તેના પુસ્તકમાં રહેલા અસાધારણ પાંડિત્યને જોઈને આપણે હેરત પામીએ , છીએ. અને તેની એ અગાધ વિદ્વત્તાને પરિણામે તે ઉપર જણાવ્યા મુજબનાં આશ્ચર્યકારક અને ઘણું પાત્ર અનુમાન ઉપર આવ્યો હતો. હિટલરવાદ પાછળ રહેલું માનસ સમજવામાં તે આપણને મદદરૂપ નીવડે છે તેમ જ નાઝી અમલની પાશવતા તથા ઘાતકીપણાનો ખુલાસે પણ એમાંથી આપણને મળી રહે છે, એટલા માટે મેં તેના નિર્ણય અહીં ટાંક્યા છે. બેશક, દરેક નાઝી એ પ્રમાણે વિચારે છે એમ આપણે માની લેવું ન જોઈએ. પરંતુ નાઝી આગેવાને તથા એ પક્ષના ઉદ્દામ લેકે એમ જ વિચારે છે એમાં શક નથી અને પક્ષના બીજા સભ્યોના અનુકરણ અર્થે તેઓ જ ધારણરૂપ હોય છે. અથવા, સામાન્ય નાઝી વિચાર કરેત જ નથી એમ કહેવું કદાચ વધારે સાચું