Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ફિલિપાઈન ટાપુએ અને યુનાઇટેડ સ્ટેટ્સ
૭૯૫
જે કંઈ મુશ્કેલીઓ આવે તેની પાર ઊતરવાને આનંદ માણવાને ખાતર તુ એ મુશ્કેલીઓને વધાવી લેશે.
અને એટી, હવે હું તારી વિદાય લઉં છું. મને ઉમેદ છે કે આપણે થોડા જ વખતમાં પાછાં મળીશુ.
૧૨૧. ફિલિપાઇન ટાપુઓ અને યુનાઈટેડ સ્ટેટ્સ
૩ નન્યુઆરી, ૧૯૩૩
નવા વરસને દિવસે થાડુ વિષયાન્તર કર્યાં પછી હવે આપણે આપણી વાત આગળ ચલાવવી જોઈએ. હવે આપણે ફિલિપાઇન ટાપુઓની વાત કરી લઈએ કે જેથી પૂર્વ એશિયાનું મ્યાન પૂરું થાય. પણ આ ટાપુઓ તરફ આપણે ખાસ લક્ષ શાને આપવું જોઈએ ? એશિયામાં તેમ જ અન્યત્ર ખીજા ધણા ટાપુએ છે પરંતુ તેમના આ પત્રામાં કાઈ ઠેકાણે મેં ઉલ્લેખ સરખા પણુ કર્યાં નથી. નવીન સામ્રાજ્યવાદને એશિયામાં થયેલા વિકાસ તથા પ્રાચીન સંસ્કૃતિ ઉપર થયેલી તેની અસર સમજવાને આપણે પ્રયાસ કરીએ છીએ. એના અભ્યાસ કરવાને માટે હિંદુસ્તાન એ આદર્શ સામ્રાજ્ય છે. ચીન એ આ ઔદ્યોગિક સામ્રાજ્યવાદના ફેલાવાને એક બીજો ક ંઈક ભિન્ન પ્રકારને અને અતિ મહત્ત્વને નમૂના રજૂ કરે છે. ઈસ્ટ ઇન્ડિઝ તથા હિંદી ચીન વગેરે દેશા પણુ આપણને એ બાબતમાં કઈક શીખવે છે. એ જ રીતે ફિલિપાઈન ટાપુઓમાં પણ આપણને રસ છે. આપણા એ રસ વધવા પામે છે કેમકે ત્યાં આગળ એક નવી જ સત્તા કાર્યો કરતી આપણને માલૂમ પડે છે. આ સત્તા તે યુનાઇટેડ સ્ટેટ્સ.
આપણે જોયું કે, ચીનમાં યુનાઈટેડ સ્ટેટ્સ ખીજી સત્તાના જેટલાં આક્રમણકારી નહેાતાં. વળી, કેટલાક પ્રસંગેાએ ખીજી સામ્રાજ્યવાદી સરકારાને આગળ વધતી રાકીને તેમણે ચીનને સહાય પણ કરી હતી. તેમનું આ વલણ સામ્રાજ્યવાદ પ્રત્યેના તેમના અણુગમાને કે ચીન પ્રત્યેના તેમના પ્રેમને આભારી નહેતું. તેમનું એ વલણ તેમની આંતરિક પરિસ્થિતિને આભારી હતું. એને લીધે યુરોપના બીજા દેશોના કરતાં એ બાબતમાં તેમનું વલણ ભિન્ન હતું. યુરોપના દેશેા એક નાનકડા ખંડમાં ખીચાખીચ ખડકાયેલા હતા એટલે કાઈ પણ દેશને માટે જરા પણ માકળાશ નહેાતી. વળી એ બધા દેશોમાં કીડીદર વસ્તી હતી. આથી ત્યાં આગળ નિરંતર ઘણુ અને તકલીફ઼ા ચાલ્યા કરતી. ઉદ્યોગવાદના આગમનથી તેમની વસતી ઝડપથી વધી ગઈ. તેમણે ઉત્તરોત્તર વધુ ને વધુ માલ પેદા કરવા માંડ્યો. આ બધા માલના દેશની અંદર જ તે નિકાલ કરી શકે એમ નહેાતું. તેમની વધતી જતી વસતી માટે ખારાકની, કારખાનાં
'