Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરેાપમાં ૧૮૪૮ની સાલની ક્રાંતિ
૮૨૫
ખળ છે. સમગ્ર એશિયામાં એ વસ્તુ બની રહી છે. યુરોપમાં ૧૦૦ વરસ પહેલાં ૧૯મી સદીમાં રાષ્ટ્રવાદને ઉદય થયા હતા. પરંતુ આજે ત્યાં આગળ એવા ધણા લેાકેા છે જે રાષ્ટ્રવાદને જરીપુરાણા થઈ ગયેલા સિદ્ધાંત તરીકે લેખે છે અને પ્રચલિત પરિસ્થિતિ સાથે છૂંધબેસતી આવે એવી શ્રદ્ધા અને માન્યતા માટે ઝંખે છે.
ઈરાનને વિદેશીએ પર્શિયા નામથી ઓળખતા. હવે સરકારે એનું નામ ઈરાન નક્કી કર્યું છે. રેઝાશાહે હુકમ બહાર પાડ્યો છે કે હવે કાઈ એ પર્શિયા નામ વાપરવું નહિ.
૧૨૬. ક્રાંતિ
અને ખાસ કરીને યુરોપમાં ૧૮૪૮ની સાલમાં થયેલી ક્રાંતિ
૨૮ જાન્યુઆરી, ૧૯૩૩
હવે આપણે યુરેપ જઈએ અને ૧૯મી સદી દરમ્યાન એ ખંડના આંટીઘૂંટીવાળા અને નિર ંતર બદલાતા જતા ચિત્ર તરફ ફરી પાછી નજર કરીએ. એ માસ પહેલાં લખેલા કેટલાક પત્રામાં આપણે એ સદીનું અવલાકન કરી ગયા છીએ અને તેની કેટલીક પ્રધાન વિશિષ્ટતાએ મેં તને બતાવી હતી. તે વખતે મે જે જે ‘ વાદો 'ના ઉલ્લેખ કર્યાં હતા તે બધા તને યાદ રહ્યા હાય એવી અપેક્ષા ભાગ્યે જ રાખી શકાય. આ રહ્યાં એમાંના કેટલાક • વાદે 'નાં નામ : ઉદ્યોગવાદ, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, સમાજવાદ, રાષ્ટ્રવાદ અને આંતરરાષ્ટ્રીયવાદ. લોકશાસન અને વિજ્ઞાન વિષે તેમ જ માલની અવરજવરની પદ્ધતિમાં થયેલી ભારે ક્રાંતિ અને પ્રજાકીય કેળવણી તથા તેના પરિપાકરૂપ આધુનિક છાપાં વિષે મેં તને વાત કરી હતી. આ બધી તેમ જ ખીજી કેટલીક વસ્તુઓ મળીને યુરોપના તે વખતને સુધારે ખૂા’ સુધારા એટલે કે મધ્યમવી સુધારો બનવા પામ્યા. જેમાં મૂડીવાદી વ્યવસ્થા નીચે દેશના ઔદ્યોગિક તંત્રના કાબૂ નવા ઊભા થયેલા મધ્યમ વર્ગના હાથમાં હતો. યુરોપના આ ‘ભૂ×ા' અથવા મધ્યમવી સુધારાને ઉપરાઉપરી સફળતા મળતી જ ગઈ, તેની ઉત્તરાત્તર પ્રગતિ થતી જ ગઈ અને ૧૯મી સદીના છેવટના ભાગમાં તે પોતાના સામર્થ્યથી તેણે પોતાના ઉપર તેમ જ આખી દુનિયા ઉપર તેનો પ્રભાવ પાડ્યો, પણ એટલામાં તે ભારે આપત્તિ આવી પડી.
<
.
એશિયામાં પણ આ સુધારાના અમલ આપણે ક ંઈક વિગતે જોઈ ગયાં. વધતા જતા ઉદ્યોગવાયી પ્રેરાઈને યુરોપે દૂર દૂરના દેશો સુધી પોતાના હાથ