Book Title: Gyansara Author(s): Ramanlal C Shah Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 8
________________ બીજી આવૃત્તિનું નિવેદન પરમાર્થ લક્ષે થતાં સ્વપરહિતકારી કાર્યો જ્યારે ધર્મ પુરુષાર્થ કરનારા આત્માઓની અધ્યાત્મ ભાવનાઓને ઉન્નત કરવા સફળ બને છે ત્યારે અંતરમાં આફ્લાદક પરિતોષપણું વેદાય છે. મહોપાધ્યાય પ.પૂ.શ્રી યશોવિજયજી રચિત "જ્ઞાનસાર"ને પ્રકાશિત થયે ૧ વર્ષ પણ હજુ પૂરું થયું નથી ત્યાં આ બીજી આવૃત્તિ છાપવાની જરૂર પડી તે જ તેની માંગણી અને ઉપયોગિતા દર્શાવે છે. ધીર, ગંભીર, સચ્ચિદાનંદમાં સ્થિર થયેલા આત્મજ્ઞાની મહાત્માઓ સ્વયં સહુશ્રુતના મહાસાગર હોય છે. આવા જ્ઞાની પુરુષના અંતરમાં રહેલા ચૈતન્યના મહાસાગરમાં જ્યારે કરુણાનો હિલોળો આવે ત્યારે એક જ્ઞાનનું મોટું મોજું ઉભરાય અને સશાસ્ત્ર સ્વરૂપે તે ઠલવાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ચૈતન્યમાંથી ઉભરાયેલું તે જ્ઞાનનું મોજું જ્ઞાનસારના ૩ર અષ્ટકમાં સમાઈ ગયું, કે જે મહા પુણ્યોદયે આપણા કરકમળમાં પ્રત્યક્ષ છે. જ્ઞાનસારની બીજી આવૃત્તિના પ્રકાશન વેળાએ તેનો વિશેષાર્થ ભરી આપનાર પરમ આદરણીય કૃતોપાસક સ્વ. ડૉ. રમણભાઈ શાહની ગેરહાજરી ખૂબ સાલે છે. જો કે જેમ જેમ આ ગ્રંથનું એકાગ્રતાપૂર્વક વાંચન કરીએ, તેમ તેમ બધા જ અર્થ અને આશયને આવરી લેતી તેઓની સરળ ભાષા વડે તેઓ કેમ જાણે રૂબરૂ બોલતા હોય એવું વદન થાય છે. પૂર્વ પુણ્યયોગે ધન પ્રાપ્ત કરવું એના કરતાં એનો આત્માર્થે ઉપયોગ કરી જાણવો વિશેષ દુષ્કર છે. લંડનનિવાસી શ્રી અભયભાઈ તથા મંગળાબેન મહેતાએ પહેલી આવૃત્તિ તથા બીજી બંને આવૃત્તિનો આર્થિક ભાર ઉપાડી તેમાં રહેલ સન્માર્ગ પ્રભાવના તથા સદ્ભુત ભક્તિભાવનો પરિચય આપ્યો છે. સંસ્કૃતનાં પ્રોફેસર બોટાદનિવાસી આત્માર્થી ચંદ્રિકાબેન પંચાલીએ પ્રથમ આવૃત્તિમાં રહી ગયેલી ભૂલોને સુધારી આપવાનો પરિશ્રમ લીધો તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ગ્રંથને અનુવાદ સહિત પ્રકાશિત કરવામાં સત્યનિષ્ઠા તથા ધર્મભાવનાથી પ્રયત્ન કરનાર સર્વેનું ઋણ સ્વીકારી તેઓને ધન્યવાદ આપી આભાર માનીએ છીએ. સત્યાર્થ માર્ગનો પ્રભાવ પ્રગટ કરતા ભવ્ય જીવોના હૃદયમાં ધર્મનો મહિમા સ્થાપિત કરતો આત્માને ઉજવાળનારા આ ધર્મગ્રંથનું સદ્ગુરુની આજ્ઞાએ વાંચન, મનન, ચિંતન અને નિદિધ્યાસન કરી સાધક મુમુક્ષુ આત્માઓનો અધ્યાત્મભાવ પુષ્ટ થાય અને આત્મહિત સધાય એવી મંગળ ભાવના. પ્રકાશન સમિતિ વતી, તા. ૨૪-૧૧-૨૦૦૬ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, પૂ.ભાઈશ્રીનો જન્મદિવસ સાયલા 7 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 514