Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 11
________________ અમર્પણ ભારતની પુણ્યભૂમિ ધન્ય છે કે તે પ્રેમસ્વરૂપ પ્રભાવિક આત્મજ્ઞ પુરુષોને જન્મ આપી ધર્મદીપની જ્યોત પ્રકાશમય રાખ્યા કરે છે. સદગુરુદેવશ્રી પ. પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા) આવા અલૌકિક મહાપુરુષ હતા. ૫.પૂ. બાપુજીએ વીતરાગ પ્રભુની પ્રશમરસનિમગ્ન પરમશાંત મુદ્રાનો લક્ષ કરાવ્યો. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરંગને ઓળખવા માટે પ. પૂ. બાપુજીએ શ્રી સોભાગભાઈની દૃષ્ટિ પ્રદાન કરી તેમજ શ્રીમદ્જીના હૃદયમાં બિરાજેલા શ્રી સોભાગભાઈની આંતરિક દશા, નિશ્ચળ મુમુક્ષતા, સરળતા તથા પરમાર્થ પ્રત્યેના અખંડ નિશ્ચયનો સમ્યપરિચય આપ્યો. પ. પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષે તેઓશ્રીને, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે રચેલા શ્રેષ્ઠ શાસ્ત્રગ્રંથ “જ્ઞાનસાર’ સમર્પિત કરતાં અમસો મુમુક્ષુજનો અપાર હર્ષ તથા દિવ્યાનંદ અનુભવીએ છીએ. આ ઉત્તમ અધ્યાત્મગ્રંથના વાંચન થકી સાધકવર્ગના આત્મામાં ઉભરાતા સમકુભાવો વડે પ. પૂ. બાપુજીની પૂજા કરવાનો જે લાભ મળ્યો તે અમારું સૌભાગ્ય છે. પ્રેમસ્વરૂપ બાપુજીએ પ્રથમ મુમુક્ષુઓમાં સત્યધર્મનું બીજ વાવ્યું, વૈરાગ્યના જળ તથા યથાર્થબોધનાં કિરણો વડે તેનું સિંચન કર્યું. શુદ્ધ નિષ્કામ પ્રેમના સહારે તથા ભેદજ્ઞાનની યુક્તિ દ્વારા અનેક મુમુક્ષુ સાધકોના અંતચક્ષુને ખોલી આપ્યાં. પ. પૂ. બાપુજીની સર્વોત્તમ પ્રજ્ઞાએ અનેક શાસ્ત્રોનાં રહસ્યોને પ્રગટ કર્યા. વર્ષો સુધી શ્રી રાજસોભાગ આશ્રમના સ્વાધ્યાય ક્રમમાં પ. પૂ. બાપુજીએ આત્મઅનુભવના ઓજસ વડે ‘જ્ઞાનસાર’ તથા ‘અધ્યાત્મસાર’ આ બન્ને ગ્રંથોનું સ્વમુખે વાંચન કર્યું. ‘અધ્યાત્મસાર’ ગ્રંથમાંથી જ્યારે “મમતાત્યાગ’ અધિકાર પ. પૂ. બાપુજી સમજાવતા ત્યારે અચૂક મહોપાધ્યાય યશોવિજયજીકત ‘જ્ઞાનસાર’નાં ‘મોહત્યાગ અષ્ટક'ના પ્રથમ શ્લોકનો ઉલ્લેખ કરી કહેતા, ‘મોહરાજાના બે સેનાધિપતિઓ છે. તે સેનાધિપતિના નામ છે : “અહં” અને “મ”. અહં એટલે હું અને મમ્ એટલે મારું, બોલો જોઈએ, આપણામાં હું અને મારું છે ? આ ‘અહં’ અને ‘મમ્’ હોય ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં અને મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી ધર્મને નામે આખો હિમાલય ખોદી નાખીએ એટલી મહેનત કરીએ, અગર તો વૃક્ષ ઉપર ઊંધે માથે ટીંગાઈને આપણું શરીર ગાળી નાખીએ, તો પણ જન્મ-મરણના ફેરા મટે નહીં. એમ ‘જ્ઞાનસાર’ના આ અષ્ટકમાં કહ્યું છે.' ઉચ્ચકોટિના આ અધ્યાત્મગ્રંથનું ફરી ફરી વાંચન, મનન, ચિંતન તથા નિદિધ્યાસન કરવાથી મોક્ષમાર્ગ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની યથાર્થ સમજણ પ. પૂ. બાપુજી દ્વારા પ્રાપ્ત થઈ છે જેથી આવા ઋણી મહાત્માનું ઋણ સ્વીકારી તેઓશ્રીના ચરણકમળમાં આ ગ્રંથ સમર્પિત કરીએ છીએ. 11 સપુરૂષોનું યોગબળ જાતનું કલ્યાણ કરો 11 Jain Education Interational For Personal & Private Use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 514