Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 7
________________ અહોભાવ વ્યક્ત કરતા. પોતાની લાક્ષણિક શૈલીથી મુમુક્ષુ શ્રોતાવર્ગનું હૃદય પવિત્ર કરી, સતુશ્રુતને ઝીલવા માટે તેઓને અધિકારી બનાવતા. ડૉ. રમણભાઈ શાહ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. વિદ્વાન તત્ત્વચિંતક હોવા છતાં ખૂબ જ વિનમ્ર અને સરળસ્વભાવી છે. જૈનધર્મની સંવેદના સહિતનું ડૉ. રમણભાઈનું ઉચ્ચ વિચારો સાથેનું સાદગીભર્યું પ્રામાણિક જીવન સહુને આદર જાગે તથા સ્નેહપૂર્ણ વ્યક્તિત્વ પ્રત્યે સહુને વ્હાલ ઉભરાય. સાયેલા આશ્રમમાં રહી ગ્રંથલેખનનું ભગીરથ કાર્ય તેઓએ જે સહજતાથી પૂર્ણ કર્યું તેનો વિશેષ આનંદ છે. આવા જૈન સમાજના ગૌરવ સમા, પરમ આદરણીય ડૉ. રમણભાઈ ચી. શાહે અત્યંત અધિકૃત રીતે સરળ ભાષામાં આ ગ્રંથનો અનુવાદ તથા વિશેષાર્થ ભરી આપ્યો છે. પૂર્વ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા ધનને આત્માર્થે સદુપયોગ કરી આ ગ્રંથને પ્રકાશિત કરવામાં આર્થિક સહાય આપનાર સતુધર્મપ્રેમી લંડન નિવાસી શ્રીમતી મંગળાબેન અને અભયભાઈ મહેતાની તથા તેમના પરિવારની ધર્મભાવના વિશેષ વિશેષ વૃદ્ધિ પામે તથા દરેકને સન્માર્ગ પ્રત્યે પ્રેરે. આ ગ્રંથને અનુવાદ સહિત પ્રકાશિત કરવામાં સત્યનિષ્ઠા તથા ધર્મભાવનાથી પ્રયત્ન કરનાર સર્વેનું ઋણ સ્વીકારી તેઓને ધન્યવાદ આપી આભાર માનીએ છીએ. આ શાસ્ત્રગ્રંથના નિદિધ્યાસનથી આત્મહિતેચ્છુ વિચારશીલ વાચકવૃંદમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય, તેઓમાં માધ્યસ્થતા તથા ધીરજ કેળવાય, આત્મવિચારણામાં પોષણ મળે અને સહેજે આત્મલાભ પામે એ જ શુભ ભાવના. પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજસાહેબના શ્રત કેવલ્ય અને અનુભવજ્ઞાનનું ખાસ કરીને અધ્યાત્મ સાધકો પર જે અમૂલ્ય ઋણ છે તેને માટે અમો તેઓશ્રીના પાદપંકજમાં અનન્ય આત્મભાવે વંદન કરીએ છીએ. ફરી ફરી આવાં સત્કાર્યયોગપ્રાપ્તિની ભાવના સાથે વિરમીએ છીએ. સદ્ગુરુદેવશ્રી પ.પૂ. બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નું જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ ફાગણ સુદ ૨, વિ. સં. ૨૦૬ ૧, તા.૧૨મી માર્ચ, ૨૦૦૫ પ્રકાશન સમિતિ વતી, સંતચરણસેવક શ્રી વી. કે. શાહ (ટ્રસ્ટી) શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 514