Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 16
________________ #SEC%E0%જ્ઞાનધારા BIGGGGWSSSSSB કાદવ-કીચડમાં ફસાયેલા પ્રાણીની જેમ તરફડિયા મારે છે. તેને ખબર નથી કે દુઃખનું કારણ પદાર્થનો અભાવ નથી, પરંતુ ઇચ્છા જ દુઃખનું કરણ છે જ્યારે જે જીવ તપનું અવલંબન કરે છે જ્યારે ઇચ્છા ઉપર નિયંત્રણ આવે છે અને અયોગ્ય ઇચ્છાથી મુક્ત થતાં તેની આત્મ શક્તિનો વિકાસ થાય છે. તપ અનેતપના સાધન આ બંને વચ્ચેનો વિવેક અથવા સૂક્ષ્મ વિચાર ઘણો આવશ્યક છે. “તપ” તે લક્ષ છે, પરંતુ યોગ્ય સાધનનની ઉપલબ્ધિ નહોય અથવા તપને અનુકુળ સાધનની યોગ્યતા તૈયાર ન થઈ હોય તો તપશ્ચર્યા વિફળ થઈ જાય છે. તપના સાધનમાં મુખ્ય રૂપે સાધકનો કાયયોગ અર્થાત્ શરીર ઘડાયેલું હોવું જોઈએ. ક્રમશઃ યમ-નિયમ-આસન કે પ્રાણાયામ જેવા વિશષ અનુષ્ઠાનો દ્વારા જે દેહની કેળવણી ન થઈ હોય તો દેહ તપનો પ્રતિકાર કરે છે એ જ રીતે વાણી અને મન. તે તપના પ્રબળ સાધન છે. કાયયોગમાં કોઈ ત્રટી હોય તો પણ મનોયોગ સંકલ્પશીલ અને પ્રબળ સંસ્કારોથી નિર્માણ થયું હોય તો તે તપસ્વી માટે ઘણું જ ઉપકારી બને છે. મનની શિથિલતાથી તપનો ભંગ થઈ જાય છે. આ ઉપરાંત શાસ્ત્રકારોએ મૌનને પણ અર્થાત્ વચનશક્તિના “નિરોધ"ને પણ તપસ્વી માટે મોટા ઉપરકારી સાધન માન્યા છે. “મૌન પુતં સમાવત્ તપ: પરમ ના'' અથાંત મૌનની સાથે તપનું આચરણ ઘણું જ પ્રબળ ફળ આપનારું બને છે. હવે આપણે અહીં “તપસમ્રાટ'ના જીવન ઉપર દષ્ટિપાત કરીશું ત્યારે જાણી શકાય છે કે, તેઓએ વાસ્તવિક રીતે ઇચ્છા નિરોધને સંપૂર્ણ રીતે અવકાશ આપી તપમાં ઝંપલાવ્યું હતું. તેમની સંકલ્પ શક્તિથી ક્યારેય પણ તેણે તપભંગ થાય તેવી કોઈ પણ પળને આવવા દીધી ન હતી. નિરંતર તપમાં વિચરણ કરી અખંડ ભાવે તપનું આરાધન ચાલુ રાખ્યું અને ક્રમશ: એક પછી એક તપમાં વૃદ્ધિ કરતાં ઘણા ડગલાં આગળ વધ્યા. એક પ્રકારે કહો કે તેમણે “તપગિરી” ઉપર આરોહણ કરી વિજયવાવટો ફરકાવ્યો હતો. તેમના તપમાં તેમણે મૌનશક્તિનો આશ્રય લઈ જે મ અગ્નિમાં ઘીની આહુતિ દેતાં અગ્નિ ભભૂકી ઉઠે છે તે જ રીતે મૌન સાધનાની સાથે તપસમ્રાટનું ઘણું જ પ્રજવલિત થઈ તેમની અધ્યાત્મ શક્તિને વિકસીત કરી ગયું. તેઓ અણનમ રીતે નીડર ભાવે તપમર્ગ ઉપર ડગલાં ભરતાં જ ગયા, આગળ વધતા જ ગયા. તેમનું મૌન હોવાથી જનસમાજ માં તેમની - ૨૪ " % E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ જ્ઞાનશક્તિનો પ્રકાશ થયો નહીં, પરંતુ જ્યારે મૌન સમાપ્ત જાણી શક્યા કે તપસમ્રાટે જ્ઞાનગંગામાં ગોતા લગાવી આગમના રહસ્યોને મેળવી અને આગમ જ્ઞાનના કિરણોથી તેઓએક સિતારા રૂપે ચમકી ગયા. આગમના રહસ્યો તેમને પર્યા હતાં. તેનું પરિણામ એ આવ્યું કે ગોંડલ ગચ્છના મહાન ગાદધર પ્રાણલાલજી સ્વામીનો સૂર્ય અસ્ત થયો ત્યારે તપસમ્રાટે અદ્દભૂત ખજાનો મેળવી એકથી એક વિદ્યાવ્યાસંગી સાધ્વીજી મહારાજોને તૈયાર કરી ગોંડલ ગચ્છને આવાં સાધ્વીરત્નોથી સમૃદ્ધ કરી દીધો. જો કે એવી કોઈ યુવકસંખ્યા હાથ ન લાગી અને કાળદોષે કરીને આવા કોઈ યુવકોનો સંયોગ ન થયો છતાં પણ તેઓએ યુવા શ્રાવક સમાજ ઉપર ઘણો જ પ્રભાવ પાથર્યો હતો. અસ્તુ - અહીં કહેવાનો સાર એ છે કે તપસમ્રાટનું તપ સમયનો પરિપાક થતાં સોળ કળાએ ખીલી ઉઠયું હતું. અને છેવટે આપણે ગૌરવ લઈ શકીએ કે એક એવા યુવક સંતને જીવનની અંતિમ પળોમાં શિખ્યરૂપે સ્વીકારી પોતાનો તપનિધિ અને ગુપ્તધન આ ઉદયમાન શિષ્યને અર્પણ કરી સાધુ પક્ષને પણ સમૃદ્ધ કરી દીધો. આ યુવક સંત તે બીજા કોઈ નહીં પણ શાસન અ ણોદય યુગ દિવાકર આપણા માન્ય અભિનવ કાંતિના સર્જક સ્થાનકવાસી સંઘની કીતિ પર કળશ ચડાવી શકે તેવા રાષ્ટ્રસંત શ્રી શ્રી નમ્રમુનિ મ. “ગુરુદેવ'નું બિરૂદ ધારણ કરી આજે હજારો-હજારો યુવક-યુવતીઓના પ્રેરણાદાતા બન્યા છે. ગચ્છનું ગૌરવ વધાર્યું છે. જાણે સ્થાનકવાસી સમાજ આથમતા સૂર્યની જેમ હીન બની રહ્યો હતો ત્યારે ગુજરાતના આપણા જૈન સમાજને એક નવી દિશા આપીને યુવકોને આધુનિક બદીઓથી બચાવી, માનો તેજ તારણહાર બની ગયા છે. શ્રી નમુમુનિ પણ તપસમ્રાટે આપેલું ગોંડલ ગરછ માટે એક અપૂર્વ વરદાન બની ગયું છે. તપસમ્રાટે જીવનની અંતિમ પળોમાં પોતાની જીવનલીલા સંકેલી લીધા પહેલાં જ માનો પોતાની શક્તિનું આ યુવા સંતમાં પ્રત્યર્પણ કરી દીધું હતું. સદાને માટે એક ગૌરવગાથા બની રહેશે. આજે પેટરબારના આંગણે અનેક વિદ્વત્તજનો વચ્ચે શ્રી પ્રાણગુર જૈન સેંટર મુંબઈ દ્વારા પ્રકાશિત અને ગુણવંતભાઈ દ્વારા સંપાદિત વિશિષ્ટ ગ્રંથ “જ્ઞાનધારા' તપતત્વ વિચાર તપસમ્રાટની જન્મશતાબ્દી સમયે પૂજ્યશ્રીની પાવન સ્મૃતિને અર્પણ થઈ રહ્યો છે તે પરમ પ્રસન્નતાની ઘટના છે. - આનંદ મંગલ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136