Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 80
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB હોય તે ધર્મ આરાધના પણ સારી કરી શકે. આમ ચૈત્ર અને આસો માસમાં કરાતી નવપદ આરાધનાથી રોગોથી મુક્તિ મળે છે અને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. નવદની આરાધનાનું ફળ: આ તપના પ્રભાવતી અઢારે પ્રકારના કોઢ, ભયંકર ભગંદર, જલોધર જેવા રોગો, વિવિધ પ્રકારની પીડા, નિઃસંતાન (અપુત્રીયા) હોય તેને પુત્ર પ્રાપ્ત થાય, નિર્ધનને ધન પ્રાપ્ત થાય, દૌર્ભાગ્ય, સર્વ દુઃખો શાન્ત થાય છે. આ ભવમાં અને પરભવમાં અનેક સુખો ભોગવીને આત્મા સંસારને પાર કરે છે. આમ આલોકમાં તેમ જ પરલોકમાં સુખ-સંપત્તિ અને મોક્ષસુખ આપવામાં સમર્થ છે. ઉપસંહાર : અજ્ઞાનને કારણે, મિથ્યાતત્ત્વને કારણે જીવ સંસારની ચારે ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, આ અજ્ઞાનમિથ્યાત્વ દૂર થાય અને આત્મજ્ઞાન, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય તે માટે જ નવપદની આરાધના કરવાની છે. આપણો આત્મા જ પરમાત્મા બની શકે છે. નવે પદના પ્રત્યેક ગુણો આપણા આત્માના વિશુદ્ધ ગુણો જ છે. નવપદમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના માધ્યમથી આપું શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિષ્ઠિત છે. કેમ કે નવપદ એ દ્રવ્યાત્મક નથી પરંતુ ગણાત્મક છે અર્થાત્ નવપદમાં વ્યક્તિ વિશેષની આરાધના નથી પરંતુ તેમના ગુણોની આરાધના છે. માટે જ નવપદ એ આત્મસ્વરૂપ છે. નવપદની આરાધનાથી આત્માનો વિકાસ સમ્યક દર્શનથી શરૂ થાય છે અને એ વિકાસની પરિપૂર્ણતા સિદ્ધપદમાં વિશ્રામ પામે છે. નવપદની આરાધનામાં બાહ્યક્રિયા સાથે ભાવક્રિયા જોડાય તો જ આંતરિક પરિણતિ આવે. અહંમનું વિસર્જન થઈ હૃદયમાં અહમની સ્થાપના થાય તો જ આત્મા સિદ્ધ-બુદ્ધ બની શકે. - શ્રીપાળ મયણા સુંદરીએ ઉત્કૃષ્ટ ભાવે આ નવપદની આરાધના કરીને નવમાં દેવલોકનું સુખ મેળવ્યું હતું અને પછી નવ ભવ કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. આપણે સહુ ઉત્કૃષ્ટ ભાવે નવપદની આરાધના કરીએ એ જ મંગલ શુભ કામના... એ શ્રીપાલ નૃપતિ કથા, નવપદ મહિમા વિશાળ, ભણે ગુણે જે સાંભળે, તસ ઘર મંગલ માળ. - અસ્તુ. જૈન આગમમાં તપ - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (જૈન દર્શનનાં અભ્યાસુ પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસનાં જીવવિચાર રાસ પર સંશોધન કરી Ph. D. પ્રાપ્ત કરેલ છે. તેઓ જૈન સાહિત્ય જ્ઞાન-સત્રમાં અવારનવાર ભાગ લે છે) પ્રત્યેક ધર્મ વિચારના પાયા પર રચાયેલા આચારનો બનેલો છે. વિચાર વગરનો આચાર જડ બની જાય તો આચાર વગરનો વિચાર લાચાર બની જાય છે. વિચાર અને આચારનો સમન્વય જ સમાજમાં સદાચારને પ્રસ્થાપિત કરી શકે છે. વિચાર અને આચાર ધર્મરથનાં બે પૈડાં છે, જેનાથી મુક્તિપુરીમાં પહોંચાય છે. આમાં વિચાર એટલે સમ્યક શ્રદ્ધા (દર્શન) અને સમ્યફ જ્ઞાન તથા આચાર એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, જે ને સાધના કહી શકાય. ભારતીય દર્શનોની સાધના-પ્રણાલીનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે બધા દર્શનોએ તપને કોઈ ને કોઈ સ્વરૂપે સ્થાન આપ્યું છે. પછી ભલેને એ ભૌતિકવાદી મત હોય કે ઈશ્વરવાદી, આસ્તિક હોય કે નાસ્તિક પણ એમની સાધના પદ્ધતિમાં તપનું સ્થાન અવશ્ય હોય છે. અલબત્ત, તપના લક્ષ્ય અને સ્વરૂપમાં ફેરફાર હોઈ શકે. કોઈ તપ જગતનું કલ્યાણ કરવા માટે કરે છે તો કોઈ આત્મકલ્યાણ કરવા માટે, તો વળી કોઈ દેવાદિની પદવી મેળવવા કે ભૌતિક સુખ માટે કરે છે. જૈનદર્શનમાં પોતાના કર્મ ખપાવવા અને આત્મશુદ્ધિ કરીને મોક્ષ મેળવવા માટે તપ કરવામાં આવે છે. મુક્તિનગરના રાજમાર્ગ તરીકે ઓળખાય છે તeતરફ અને પ= પરમાત્મા એટલે જે પરમાત્મા તરફ લઈ જાય તે તપ. તપ ફક્ત પરમાત્મા તરફ જ નથી લઈ જતું પરંતુ પરમાત્મા બનાવી દે છે. તપ એટલે તાપ એવો તાપ જે કર્મોને બાળી નાખે છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરાવી દે છે માટે તે તપ તરીકે ઓળખાય છે. તપનું સ્વરૂપ દરેક ધર્મ-દર્શનોએ પોતાના સાહિત્યમાં વર્ણવ્યું છે. જૈન સાહિત્ય પણ એમાંથી બાકાત નથી. જૈન સાહિત્ય આગમ-સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈનદર્શનમાં તીર્થંકરદેવની જનકલ્યાણકારિણી વાણીને એમના અતિશય સંપન્ન વિદ્વાન શિષ્ય ગણધરાદિ સંકલિત કરીને સૂત્રરૂપે પ્રગટ કરે છે એને આગમ કહેવાય છે. ૧૫૩) ૧૫ર

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136