Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 118
________________ 6699999999999 જ્ઞાનધારકોથી પ્રાઃ | જીવન જીવવા જે શક્તિની આવશ્યકતા છે તે પ્રાણ. આપણા શરીરની જેટલી પણ ક્રિયાઓ છે એનું સંચાલન પ્રાણથી થાય છે. પ્રાણ આપણા સમગ્ર શરીરમાં પ્રવાહિત થાય છે. એના પ્રવાહમાં અસંતુલન રોગને આમંત્રણ છે. જીવનવિજ્ઞાનમાં પ્રાણને સંતુલિત કરવા તેજસ કેન્દ્ર પ્રેક્ષા, વિશુદ્ધિ કેન્દ્ર પ્રેક્ષા, શરીર પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ પ્રેક્ષા અને પ્રાણ કેન્દ્ર પર ધ્યાનના પ્રયોગો કરવામાં આવે છે જીવનનું ચોથું એકમ છે મન - મનનો સંબંધ આપણા માનસિક સ્વાસ્ય સાથે છે. મનની ચંચલતા સમસ્યા પેદા કરે છે. મનની એકાગ્રતા અનેક સમસ્યાઓનું સમાધાન છે. પ્રેક્ષાધ્યાનમાં દીર્ઘષાસુ પ્રેક્ષા, પ્રાણ કેન્દ્ર પ્રેક્ષા, દર્શન કેન્દ્ર પ્રેક્ષા, વિચાર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગો કરવામાં આવે છે. જીવનનું પાંચમું એકમ છે ભાવ - આપણાં સ્થળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે - તેજસ શરીર, ભાવોનું નિર્માણ આ શરીરમાં થાય છે. એ મનને સંચાલિત કરે છે અને સ્થૂળ શરીરમાં ચિત્તને. ચિત્ત મગજ દ્વારા શરીરની બધી પ્રક્રિયાઓને સંચાલિત કરે છે, ચિત્તની શુદ્ધિ કે અશુદ્ધિ ભાવની શુદ્ધિ કે અશુદ્ધિનું માપદંડ છે. પ્રેક્ષાધ્યાનમાં ભાવશુદ્ધિ માટે લેગ્યા ધ્યાન, મૈત્રીની, કરુણાની અને સહિષ્ણુતાની અનુપ્રેક્ષા કરવામાં આવે છે. જીવનનું છછું ઘટક છે કર્મ - જીવનમાં જે કંઈ પણ બને છે તે આકસ્મિક કે અહેતુક નથી હોતું પણ એનું કારણ છે કર્મ. ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણી સમજની બહાર હોય તે પણ કર્મને આભારી છે. કર્મ સર્વોપરી નથી અને તેમાં પરિવર્તન શક્ય છે અને એના માટે નિર્વિક૯૫ ધ્યાન, અપાય વિચય, વિપાક વિચય, લેયા ધ્યાન, ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, જાપ વગેરેના પ્રયોગ કરવામાં આવે છે. જીવનનું સાતમું ઘટક છે ચિત્ત - આત્મજ્ઞાન સૂર્ય છે, જેમાંથી અનેક જ્ઞાનરમિઓ નીકળે છે. એમાંની એક રશ્મિ છે ચિત્ત. ચેતનામાંથી નીકળતી ચિત્તરમી સ્થૂળ શરીરને પ્રભાવિત કરે છે. મગજ અને નાડીતંત્ર દ્વારા જીવનની પ્રત્યેક ક્રિયા શરીર, મન, વાણીને પ્રભાવિત કરે છે. ચિત્તની વિશુદ્ધિ માટે ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, જ્ઞાતા-દકા ભાવ પ્રયોગ કરવામાં આવે છે. અહિંસાનું પ્રશિક્ષણ - સવાલ છે અહિંસા પ્રશિક્ષણનો પ્રારંભ ક્યાંથી ૨૨૮ %e6e0%e0%ae% ગુરુ-ગ્રંથ મહિમા Best SSSઉ#2### કરીએ ? અહિંસા પ્રશિક્ષણ માટે જાણવું પડશે કે હિંસાનો ઉદ્દભવ ક્યાંથી થાય છે? હિંસાનો ઉદ્દભવ થાય છે ભાવતંત્રમાં. પછી તે વિચારમાં ઊતરે છે ને ત્યાર બાદ અચારણમાં. તેથી અહિંસા પ્રશિક્ષણનું પહેલું સૂત્ર છે ભાવદ્ધિ. એના માટે શરીર અને મન બંનેને પ્રશિક્ષિત કરવા આવશ્યક છે. પ્રેક્ષાધ્યાનના બે રૂ૫ છે - આધ્યાત્મિક ચેતનાનો વિકાસ અને ચિકિત્સાત્મક શ્વાસ પ્રેક્ષા દ્વારા સમસ્યા સમાધાન. પ્રેક્ષા એટલે જોવું. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું - ‘ણિકા ઘા મggi” આત્મા દ્વારા આત્માને જોવાનું. સ્વયં સ્વયંને જોવાનું. આચારાંગ સૂત્રમાં એનું પ્રમાણ મળે છે - જે પ્રિયતા અને અપ્રિયતા વગર પોતાની અંદર જુએ છે તે જન્મ અને મૃત્યુના ચક્રવ્યુહને તોડી શકે છે. જ્યારે માત્ર જોવાની ક્રિયા ચાલુ હોય છે ત્યારે વિચારો નથી આવતા. જોવાની આ કલા બધાં નથી જાણતાં. એક સાવ જ નાનો પ્રયોગ-શરીરના કોઈ ભાગમાં પીડા થાય તો ત્યાં અંતર્દષ્ટિ લઈ જઈને જેવાથી થોડા સમય પછી પીડાનો અનુભવ નથી થતો. આવું એટલા માટે થાય છે કારણ કે શરીરની બધી પ્રક્રિયાઓ પ્રાણ દ્વારા થાય, ચાલે છે. મગજ સંપૂર્ણ શરીરને નિયંત્રિત કરે છે અને મગજ સંચાલિત થાય છે. વિદ્યુત તરંગો અને રસાયણો દ્વારા એક જગ્યાએથી જોવાથી શરીરમાં વિભિન્ન પ્રકારનાં રસાયણો પેદા થાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમ જેમ એકાગ્રતા વધે છે તેમ તેમ ભાવોની વિશુદ્ધતા થાય છે અને સાથે જ અમૃત તુલ્ય રસાયણો પેદા થાય છે. પ્રેક્ષાધ્યાનના પ્રયોગો જોવાના પ્રયોગો છે, દર્શનના પ્રયોગો છે એટલા માટે એકાગ્રતાની ખૂબ જરૂર પડે છે. બધી જ શક્તિઓ આપણા શરીરમાં વિદ્યમાન છે, બીમારી અને આદતોમાં પરિવર્તન પણ શરીર દ્વારા જ થાય છે. પ્રેક્ષાગાનમાં સ્થળથી સૂક્ષ્મ તરફ આંતરિક ઘટનાઓ જોવાની હોય છે. અનેક સમસ્યાઓનું મૂળ કારણ છે શરીર. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ. મન સ્વસ્થ તો ભાવ સ્વસ્થ. યોગ, આસન અને પ્રાણાયામ દ્વારા શરીરમાં પ્રાણશક્તિનો સંચય થાય છે. મહર્ષિ પતંજલિ કહે છે પ્રાણાયામ ચેતનાને અનાવૃત કરે છે, એકાગ્રતા વધારે છે. પ્રાણાયામથી ગ્રંથિતંત્રને અધિક રક્ત મળતાં તે વધારો કાર્યશીલ બને છે. આચાર્યશ્રી મહDાજીએ શરીરમાં ૧૩ ચૈતન્ય કેન્દ્રો શોધી કાઢયાં છે જ્યાં ચેતના સઘન હોય છે. કાર્યોત્સર્ગનો પ્રયોગો દ્વારા આ ચૈતન્ય કેન્દ્રોને જાગૃત કરવામાં આવે છે જેથી શરીરના અવયવો પ્રત્યે જાગરૂકતા વધે છે અને ૨૨

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136