Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB થઈ, તેના અર્થબોધના ઊંડાણમાં જઈ સ્વતઃ ની અનુભૂતિના સ્તર પર તેને સમજવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારે ચિંતન અને મનન દ્વારા વિષય સ્પષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિને ધર્મોપદેશ કે અધ્યયનનો અધિકાર મળે છે.
સ્વાધ્યાયના લાભ ઉત્તરાધ્યયન સૂત્રમાં એવો પ્રશ્ન થાય છે કે સ્વાધ્યાયથી જીવને શું લાભ છે ? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયથી જ્ઞાનાવરણય કર્મોનો ક્ષય થાય છે. આત્મા મિથ્યાજ્ઞાનનું આચરણ દૂર કરી સમ્યફ જ્ઞાનનું અર્જન કરે છે. આ સામાન્ય ચર્ચા સાથે ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્વાધ્યાયના પાંચ અંગે વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આદિના શા લાભ થાય છે તેની ચર્ચા કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે -
ભજો ! વાચનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
વાચનાથી જીવન કર્મોની નિર્જરા કરે છે, શ્રુતજ્ઞાનની આશાતનાના દોષથી દુર રહેવાવાળો તે તીર્થ-ધર્મનું અવલંબન કરે છે. ગણધરોની સમાન જિજ્ઞાસુ શિષ્યોને શ્રુત પ્રદાન કરે છે. તીર્થધર્મનું અવલબન લઈ કર્મોની મહનિર્જરા કરતો તે મહાપર્યવસાન (સંસારનો અંત) કરે છે.
ભત્તે ! પ્રતિપ્રચ્છનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
પ્રતિપ્રચ્છના (પૂર્વ પઠિત શાસ્ત્ર વિશે શંકા નિવૃત્તિ માટે પ્રશ્ન પૂછવા)થી જીવ સૂત્ર, અર્થ અને તદુ ભવ બન્નેથી સંબંધિત કાંક્ષામોહનીય (સંશય)નું નિરાકરણ કરે છે.
ભજો ! પરાવર્તનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
અનુપ્રેક્ષાથી અર્થાત્ સ્વાર્થના ચિંતન મનનથી છવ આયુષ્ય કમને છોડીને શેષ જ્ઞાનવરણીયાદિ સાત કર્મોની પ્રકૃતિઓના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે, તેની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તેના તીવ્ર રસાનુભાવને મંદ કરે છે, સાથે બહુકમ-પ્રદેશોને અ૫ પ્રદેશોમાં પરિવર્તિત કરે છે, આયખ્યકર્મનો બંધ કદાચિત કરે છે અને કદાચિત નથી પણ કરતો. અસાતાવેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય નથી કરતો. સંસાર અટવી અનાદિ અને અનત છે. દીર્ઘમાર્ગથી યુકત છે, જે માં નરકાદિ ગતિરૂપ ચાર અંત (અવયવ) છે, તેને શીધ્ર પાર કરે છે.
%E% E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ભજો ! ધર્મકથાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
ધર્મકથાથી જીવ કર્મોની નિર્જર કરે છે અને પ્રવચન (શાસન તેમ જ સિદ્ધાંત)ની પ્રભાવના કરે છે. પ્રવચનની ભાવના કરવાવાળો જીવ ભવિષ્યમાં શુભ ફળ આપવાવાળો પુણ્યકર્મોનો બંધ કરે છે'. આ પ્રકારે થારંગસૂત્રમાં પણ શાસ્ત્ર અધ્યયનના શું લાભ છે, તેની ચર્ચા પ્રાપ્ત થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે સૂત્રની વાચનાના પાંચ લાભ છે. (૧) વાચનાથી શ્રુતનો સંગ્રહ થાય છે. (૨) શાસ્ત્રધ્યયન અધ્યયનની પ્રવૃત્તિથી શિષ્યનું હિત થાય છે, કારણ કે તે તેની
જ્ઞાન પ્રાપ્તિનું મહત્ત્વપૂર્ણ સાધન છે. શાસ્ત્રધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ બની રહેવાથી જ્ઞાનાવરણ કર્મની નિર્જરા થાય છે. અધ્યન - અધ્યાપનની પ્રવૃત્તિ જ વિત રહેવાથી તેને વિસ્મૃત થવાની
સંભાવના રહેતી નથી. (૫) જ્યારે શ્રુત છિન્ન રહે છે તો તેની અવિચ્છિન્ન પરંપરા ચાલુ રહે છે.
સ્વાધ્યાયનું પ્રયોજન : સ્થાનાંગ સૂત્રમાં સ્વાધ્યાય શા માટે કરવું જોઈએ તેની ચર્ચા પ્રાપ્ત થાય છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વાધ્યાયમાં આ પ્રમાણે પાંચ પ્રયોજન હોવા જોઈએ. ૧. જ્ઞાનની પ્રાપ્તિ માટે, ૨. સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ માટે. ૩. સદાચરણની પ્રવૃત્તિ માટે. ૪. દુરાગ્રહો અને અજ્ઞાનને દૂર કરવા માટે, ૫. યથાર્થનો બોધ કરવા માટે અથવા અવસ્થિત ભાવોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે.
- સાધક જીવનમાં સ્વાધ્યાયનું સ્થાન : માનવજીવનમાં સ્વાધ્યાયનું અતિ મહત્ત્વ છે. તે બાબતમાં ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે -
दिवसस्स चउरो भागे, कुज्जा भिक्खू वियखणो । तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु बि ।। पढमं पोरिसिं सज्झायं, बीयं झाणं झियायई । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ।। रति पि चउरो भागे, भिक्खू कुज्जा बियक्खणो ।

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136