Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 119
________________ %E%E% ESSEGC%જ્ઞાનધારાWGCE%EEGGGGGE પરિણામ રૂપે ચિત્તની ચંચળતા ઓછી થાય છે. પ્રેક્ષાધ્યાનનાં મુખ્ય અંગો - કાર્યોત્સર્ગ, અર્નયાત્રા, શ્વાસ પ્રેક્ષા, શરીર પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યાધ્યાન, અનુપ્રેક્ષા, ભાવના. સહાયક અંગો- આસન, પ્રાણાયામ, મુદ્રા ધ્વનિ. વિશિષ્ટ અંગો - વર્તમાન ક્ષણની પ્રેક્ષા, વિચાર પ્રેક્ષા, અનિમેષ પ્રેક્ષા. આસન - આસનની સ્થિરતા ઉપર જ ધ્યાનનો આધાર છે. પ્રથમ શરીર સ્થિર થાય ત્યારે જ મનની સ્થિરતા આવે છે. પ્રેક્ષાધ્યાનમાં સુખાસન, પદ્માસન, વાસન શરીરની સ્થિરતા માટે કરવામાં આવે છે. પ્રાણાયામ – આપણી નિષેધાત્મક અને સકારાત્મક વૃત્તિઓનો સંબંધ શ્વાસ સાથે છે. પ્રેક્ષાધ્યાનમાં પ્રાણાયામ બહુ જ મહત્ત્વનું છે, કારણ પ્રાણના ઉચિત સંચારથી વાત, પિત્ત અને કફનો ઉદ્ભવ નથી થતો. દીર્ઘશ્વાસ અને સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા બે મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે. મુદ્રા - મુદ્રાનો સીધો સંબંધ ભાવોથી છે. દાખલા તરીકે પ્રસન્નતાની સ્થિતિમાં વ્યક્તિના હાવભાવ એના ચહેરાથી જ્ઞાત થાય છે. એનાથી વિપરીત દુઃખમાં ઉદાસી દેખાય છે. જ્યારે પ્રેક્ષાધ્યાનમાં જ્ઞાન, મુદ્રા, વીતરાગ મુદ્રા જેવા પ્રયોગો કરાવવામાં આવે છે ત્યારે વ્યક્તિને ધ્યાનની સાધના કરવી સહેલી થઈ જાય છે. કહેવાય છે કે જેવી મુદ્રા એવા ભાવ અને જેવા ભાવ એવા સ્વાવ. ધ્વનિ-અહંમ ધ્વનિ અને મહાપ્રાણ ધ્વનિ અભુત પ્રયોગો છે જેનાથી પ્રાણ સક્રિય થાય છે અને સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. કાર્યોત્સર્ગ - પ્રેક્ષાધ્યાનમાં કાર્યોત્સર્ગ શરીરના શિથિલીકરણ અને તનાવમુક્ત થવા માટે કરવામાં આવે છે. કાયા એટલે શરીર અને ઉત્સર્ગ એટલે છોડવું. શરીરના મમત્વને છોડવું. આત્માનું સ્થાન શરીરમાં છે એટલે શરીરનું આલંબન લઈને આત્મદર્શન થઈ શકે. કાર્યોત્સર્ગમાં શરીરના પ્રત્યેક અવયવ ને એકાગ્ર જોતાં જોતાં શિથિલતાનો સુઝાવ આપીને સંપૂર્ણ શરીરને ચંચળતા મુક્ત કરવાનું છે. વિજ્ઞાનની દષ્ટિએ કાર્યોત્સર્ગથી શરીરને માંસપેશીઓ સ્વસ્થ રહે છે અને વિદ્યુતપ્રવાહ વેગવંતુ બને છે. અંતર્યાત્રા – અંતર્યાત્રાનો અર્થ છે ભીતરની યાત્રા. શક્તિ કેન્દ્ર, જે કરોડરજજુના અંતિમ ભાગ ઉપર સ્થિત છે ત્યાં શક્તિનો વિપુલ ભાંડર છે પણ ૨૩૦) SeeSeSee ગુરુ-ગ્રંથ મહિમા GeeSeeeee સુપ્ત અવસ્થામાં હોવાથી એનો ખાસ ફાયદો થતો નથી. અંતર્યાત્રામાં ચિત્ત દ્વારા સુષમણાના માર્ગે શક્તિને જ્ઞાનકેન્દ્ર સુધી લઈ જવામાં આવે છે. અત: એને જાગરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. જ્ઞાનકેન્દ્રનું સ્થાન મસ્તકમાં છે. મસ્તક અને ક્રિયાકલાપોનું ઉદ્દભવસ્થાન છે. અંતર્યાત્રા દ્વારા સુપ્ત શક્તિઓનું જ્ઞાનકેન્દ્ર સુધી ઉર્ધ્વગમન અને સાથે જ ઈડા તથા પિંગલા નાડીનું સમતુલન પણ છે. શ્વાસ પ્રેક્ષા - શ્વાસ પ્રેક્ષાનો અર્થ છે આવતા-જતાં શ્વાસને જોવું. શ્વાસ નિયંત્રણ દ્વારા મનનું નિયંત્રણ થાય છે. શ્વાસ અને મનને સીધો સંબંધ છે. શ્વાસ લાંબો તેમ માનસિક એકાગ્રતા વધે છે. લાંબો શ્વાસ લેવાથી પ્રાણશક્તિ વધે છે. અધિક ઑક્સિજન શરીરની અંદર જતા સર્તિને પ્રસન્નતાનો અનુભવ થાય છે. આધ્યાત્મિક દષ્ટિએ શ્વાસ પ્રેક્ષા એ વર્તમાનની ક્રિયા છે. ન અતિતની સ્મૃતિ ન ભવિષ્યની કલ્પના. કેવળ વર્તમાનમાં રહેવું એટલે સમભાવમાં રહેવું. શરીર પ્રેક્ષ - શરીર પ્રેક્ષમાં ચિત્તને પગના અંગૂઠાથી લઈને મસ્તક સુધી એક એક અવયવ પર કેન્દ્રિત કરીને ત્યાં થતા પ્રાણ પ્રકંપનોનો સાક્ષાત્કાર કરવામાં આવે છે. એનાથી પ્રાણનું પણ સંતુલન થાય છે. શરીર પ્રેક્ષાથી પ્રાણોનું સંતુલન થઈ પ્રતિરોધાત્મક શક્તિનો વિકાસ થાય છે. ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષ - આયુર્વેદ, એક્યુચરની દષ્ટિથી આપણા શરીરના અનેક ભાગોમાં એકબીજાના સંવાદી કેન્દ્રો મળે છે. ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષમાં ૧૩ મુખ્ય ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા કરવાથી સુખ ચેતનાનું જાગરણ થાય છે, જેનાથી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય છે. વૈજ્ઞાનિક દષ્ટિથી કેટલાક ચૈતન્ય કેન્દ્રોનો સંબંધ અંતસ્ત્રાવી ગ્રંથિઓ જોડે છે જેના દ્વારા વ્યક્તિના વ્યવહાર અને વ્યક્તિત્વ ઉપર અસર થાય છે. એ કેન્દ્રોનાં નામ અને સ્થાન છે - ૧. શક્તિકેન્દ્ર - સુષુમણાનો અંતિમ ભાગ ૨. સ્વાચ્યકેન્દ્ર - નાભિથી ચાર આંગળા નીચે ૩. તેજસકેન્દ્ર - નાભિ ૪. આનંદકેન્દ્ર - બે ફેફસાંની વચ્ચે ૫. વિશુદ્ધિકેન્દ્ર - કંઠનો મધ્ય ભાગ ૬. બ્રહ્મકેન્દ્ર - જીભનો અગ્રભાગ ૭. પ્રાણકેન્દ્ર - નાકનો અગ્રભાગ ૨૩૧)

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136