Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૧૧
કર્યા હતા, એમ છતાં વીસમી સદીમાં પણ એમની પરિસ્થિતિમાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું ન હતું. હિરજનામાં બધી જ અસ્પૃશ્ય જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવતા હતા. વડોદરા રાજ્યમાં એએ ‘અંત્યજો' તરીકે ઓળખાતા હતા. ડૉ. આંબેડકરે હરિજન' શબ્દના વિરાધ કર્યાં અને એએ સદીઓથી કચડાયેલા હાવાથી એમને માટે “દલિત વગ” એવા પ્રયાગ કર્યાં. ૧૯૫૦ ના બંધારણમાં અનુસૂચિત જાતિઓને સમાવેશ પછાત વર્ગા(Backward Class)માં કરવામાં આવ્યા, પરંતુ આમાં હરિજનો ઉપરાંત આદિવાસીઓ અને અન્ય પછાત સમૂહ પણ આવી જાય છે. ટૂંકમાં, બંધારણમાં દલિતે અનુસૂચિત જાતિ (Scheduled Castes) તરીકે સ્થાન પામ્યા.
ભળવા અંગેના
કડકપણે પાલન તરફ ક્રૂર વર્તાવ
હરિજના માટે સમાજમાં હરવા ફરવા કે લોકો સાથે નિયમ સ્પર્શાસ્પર્શીના ખ્યાલ ઉપર રચાયેલા હતા અને એનુ કરવામાં આવતું. એના પાલનમાં ભૂલથી પણ ચૂક થતાં અસ્પૃશ્ય કરવામાં આવતો હતો. ગાંધીજીના આગમન પછી, ખાસ કરીને શહેર પૂરતું, હરિજના સાથેના સામાન્ય વ્યવહારામાં થાપું પરિવત ન આવવા માંડયું હતું, પરંતુ પછાત જ્ઞાતિ કે દલિત વર્ગો સાથેતા ખાનપાનના નિયમેમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જણાતા ન હતા.
અસ્પૃશ્યોના ઉત્કર્ષ માટે સયાજીરાવનું પ્રદાન
ગુજરાતમાં વડોદરા રાજ્યમાં દલિતાના ઉત્કષ માટે વિવિધ પ્રવ્રુત્તિઓ સયાજીરાવે શરૂ કરી હતી. આ સવ` પ્રવૃત્તિઓ દ્વારા એમણે એમના સર્વાં ́ગીણ વિકાસ સાધવાના પ્રયાસ કર્યાં હતા, એટલું જ નહિ, એમના વિકાસમાં આડે આવતી આડખીલીઓ દૂર કરી એ વિકસિત માનવ તરીકે અન્ય નાગરિકાની હરાળમાં આવે એવા ખ્યાલ રાખ્યા હતા.
આ સદીની શરૂઆતથી જ શિક્ષણના ફેલાવા માટે વડોદરા રાજ્યમાં અંત્યજો માટે જુદી શાળાએ હતી.૧૪ લાયક વિદ્યાથી ઓને ઑલરશિપ આપી આગળ અભ્યાસ કરવા માટે ઉત્તેજન અપાતુ . આંબેડકર, રાઘવજી લેઉવા, એમ. જી. પરમાર, નાગજીભાઈ આય` જેવા હરિજન છાત્રોની ઉજ્જવલ કારકિદી આવી શિષ્યવૃત્તિ દ્વારા પ્રોત્સાહનને જ અભારી હતી. કેળવણી લીધેલાં અસ્પૃશ્ય ભાઈબહેનોને રાજ્યની નોકરીમાં લાયકાત પ્રમાણે યાગ્ય જગાએ ગાઠવવામાં આવતાં. ૧૯૩૭-૩૮ માં ૨૪૭ અસ્પૃશ્ય એકલા કેળવણી ખાતામાં કામ કરતા હતા. ખીજાં ખાતાંઓમાં પણ એમની નિમણૂક થતી.