Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પારોશષ્ટ ૨
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ
પશ્ચાદ્ભૂ
૧૯૨૧ માં પુરાતત્ત્વને કેંદ્ર સરકારને વિષય બનાવવામાં આવ્યો. ઈ. સ. ૧૯ર૬-૨૭ માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ભા.પુ.સ.) ખાતામાં ક્ષેત્રાવેષણ શાખા' શરૂ કરવામાં આવી. ભા.પુ. સ. માં સર જહોન માર્શલના ઉત્તરાધિકારીઓ પિકી મહાનિદેશકના પદે શ્રી કે. એન. દીક્ષિતે પ્રાંતીય સંગ્રહાલયો અને પ્રાંતીય સરકારોના પુરાતત્વખાતા સાથેના સંબંધ પુનઃજીવિત કર્યા.
ઈ. સ. ૧૯૪૪ દરમ્યાન ડે. (ઈ. સ. ૧૯૫ર થી “સર”) આર. ઈ. મેટિ. મર વહીલર (Morumer Wheeler) ભા. પુ. સ. ના મહાનિદેશક બન્યા અને ગુજરાત સહિત સમસ્ત ભારતવર્ષમાં પુરાતત્વના વિકાસને મહત્વને બીજો તબક્કો શરૂ થયો. ઈ. સ. ૧૯૪૫ માં કેંદ્રીય પુરાતત્વ સલાહકાર મંડળની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યના પુરાતત્તવનિયામક તથા મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પુરાવસ્તુવિભાગના વડા એના સભ્ય છે.
આઝાદી પહેલાં જામનગર જુનાગઢ ભાવનગર અને વડોદરા સંસ્થાને પિતાપિતાનાં પુરાતત્વખાતાં હતાં. ઈ. સ. ૧૯૪૮ માં (હવે ભૂ. પુ.) સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં સાથે જ એનું પુરાતત્વખાતું પણ શરૂ કરવામાં આવ્યું. ૧૯૪૮ માં ડે. વ્હીલર નિવૃત્ત થયા. ભારતમાં સ્તરવાર ઉખનનની તકનિકી એમણે દાખલ કરેલી. ભૂકાલક્રમવિદ્દ(Geochronologist) છે. એફ. ઈ. ઝીનરે (Zeuner) ગુજરાતમાં સાબરમતીની વેદિકાએ (Terraces)ને અભ્યાસ કર્યો હતે.
ઈ. સ. ૧૯૫૦ના જાન્યુઆરી માસની ૨૬ મી તારીખે ભારતીય સંવિધાન અમલમાં આવતાં એના સાતમા પરિશિષ્ટમાં પુરાતત્ત્વને જે સ્થાન મળ્યું છે તેનાથી પુરાતત્વના વિકાસને ત્રીજે, હાલને મહત્ત્વને, તબક્કો શરૂ થયે
પ્રસ્તુત સમયગાળામાં ભા. પુ. સ.ની પશ્ચિમ વર્તુળની કચેરીનું મુખ્ય મથક પૂણેથી વડોદરા બદલવામાં આવેલું છે, વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં પુરાવસ્તવિભાગના વડા તરીકે ડે. બી. સુબ્બારાવ પછી ડે. ૨. ના. મહેતા