Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૮ર
આઝાદી પહેલાં અને પછી
અને વિદ્વાન લેખક તરીકે પ્રસિદ્ધ થયા. જૈનતત્વસાર (સં. ૧૯૭૧-ઈ. સ. ૧૯૧૪-૧૫) અને વિજ્ઞપ્તિ-ત્રિવેણી' (સં. ૧૯૭ર-ઈ. સ. ૧૯૧૫-૧૬) એ એમના પ્રથમ ગ્રંથ હતા. પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ, ધર્મગ્રંથો અને પુરાતત્તવનું પદ્ધતિસર અધ્યયન કરતા અને વ્યાખ્યાનો લેખે અને ગ્રંથસંપાદન દ્વારા એ જનતા સુધી પહોંચાડતા. એ રીતે એમણે જૈન સાહિત્યની તેમજ જૈન ધર્મની પણ સેવા કરી. | મુનિશ્રી ન્યાયવિજયજી(જન્મઃ ઈ. સ. ૧૮૮૮)એ જૈન દાર્શનિક સાહિત્યમાં પ્રદાન કર્યું છે. “ન્યાયાલુક્સમાંજલિ” “ન્યાયતીર્થ પ્રકરણ' (ઈ. સ. ૧૯૧૨–૧૩) જૈન દર્શન (ઈ. સ. ૧૯૧૭–૧૮) “આત્મભાવદિગ્દર્શન (ઈ. સ. ૧૯૨૮૨૯) “માનવધર્મ' (ઈ. સ. ૧૯૨૮-૨૯) જેવા ગ્રંથ રચ્યા છે. એમણે સમાજની અનાવશ્યક રૂઢિ સામે ક્રાંતિકારી વિચાર ફેલાવ્યા. સને ૧૯૨૬-૨૭ માં “વીરધર્મને ઢંઢેરો' પુસ્તક વઢવાણથી બહાર પાડયું. ૧૯૨૮–૨૮ માં અયોગ્ય દીક્ષા સામે ક્રાંતિ જગાવી. રાષ્ટ્રવાદની ચળવળમાં પણ એમણે સાથ આપેલે પણ | મુનિ પુણ્યવિજયજી(ઈ. સ. ૧૮૯૫-૧૯૭૧) પ્રાચ્ય વિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃતના ઊંડા અભ્યાસી હતા. પાટણમાં રહી એમણે જુદા જુદા ગ્રંથ–ભંડારોને જ્ઞાનમંદિરોના રૂપમાં ફેરવી નાખ્યા અને જૈન આગમના સંશોધનનું કાર્ય આધુનિક ઢબે કર્યું" એવા જ બીજા આચાર્ય ગુણસાગરસૂરીશ્વરજી(જન્મ: ઈ. સ. ૧૯૧૩ દેઢિયા-કચ્છ)એ પણ જૈન ધર્મ અને દર્શનને પ્રસાર કરવામાં અમૂલ્ય ફાળે આવે છે. ઈ. સ. ૧૮૪૧-૪૨ માં મેરાઉ(કચ્છ)માં એમણે ઉપાધ્યાયની પદવી મેળવી અને ૧૯૬૦-૬૧ માં ત્યાં આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી ૬૬ ખંભાતના જૈન ઈતિહાસમાં વીસમી સદીના આચાર્યોમાં શ્રીમદ્ વિજયનેમિસુરિ( ઈ. સ. ૧૮૭૨–૧૯૪૯)નું નામ પ્રસિદ્ધ છે. એમના ઉપદેશથી જિનશાસનપ્રભાવનાં ઘણાં કામ ખંભાતમાં થયાં. એ રીતે શતાવધાની મુનિશ્રી પૂનમચંદ્રજી (ઈ. સ. ૧૯૪ર) પણ પ્રસિદ્ધ હતા.૬૭
જંબુવિજય મહારાજ દર્શનશાસ્ત્રના પ્રખર અભ્યાસી છે. દ્વાદશારયચકુની ટીકાની હસ્તપ્રતમાંથી મૂળ પાઠ શેાધી મૂળ ગ્રંથનું સંશોધન કરવાનું ભગીરથ કાર્ય તેઓશ્રીની નિશ્રામાં ચાલે છે. આ ઉપરાંત એઓ જૈન સાહિત્ય વિકાસ મળ-મુંબઈના ગ્રંથોનું સંપાદન કરે છે. પુણ્યવિજયજીનું અધૂરું કાર્ય એમને સોંપવામાં આવ્યું છે. આમ જૈન દર્શનક્ષેત્રે એમનું પ્રદાન મૂલ્યવાન છે
જગરાવાં(પંજાબ)માં જન્મેલા કલાસસાગરસૂરિ(ઇ. સ. ૧૯૧૩–૧૯૮૫) ના ચારિત્ર્યને પ્રભાવ ગુજરાતના જૈન સમાજમાં ઘણે છે. એમણે કીર્તિસાગરસૂરી