Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૭૭ એક કે બે શાખા આવેલી હતી. સહકારી બેન્કો પણ દરેક જિલ્લામાં કામ કરે છે અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની શાખાઓ પણ દરેક તાલુકા મથકે છે. આ ઉપરાંત નાગરિક સહકારી બેન્કો ૭૧ જેટલી છે. બેન્ક લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારી ઉદ્યોગ અને વેપારમાં પડેલા લેકે, કારખાનાં, પેઢીઓ વગેરેને ધીરે છે. લેકે જેટલા પૈસા બેન્કમાં જમા કરાવે છે તેના કરતાં એમને કરવામાં આવતું ધિરાણ ઓછું છે. ધિરાણને મોટો હિસ્સ ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રને જાય છે. ખેતીવાડીને માટે એક ટકા કરતાં પણ ઓછું ધિરાણ કરાય છે.
સુરતમાં જરી–ઉદ્યોગ, આટ–સિલ્ક-ઉદ્યોગ વગેરેને મેટા ભાગનું ધિરાણ અપાયું છે. બંને વિભાગોનું ધિરાણ ૮૪ ટકા થાય છે. અમદાવાદ જિલ્લાનું ઉદ્યોગ અને વેપારીઓને કરાયેલું ધિરાણ સહકારી બેન્કના ધિરાણ સાથે ગણતાં ૫.૬ ટકા થાય છે. ઉદ્યોગમાં પછાત કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમરેલી અને પંચમહાલમાં ઉદ્યોગો માટે કરેલા ધિરાણનું પ્રમાણ ૬ થી ૨૯ ટકા જેટલું નીચું છે, પણ આ જિલ્લાઓમાં વેપારીઓને કરેલ ધિરાણ ૨૯ થી ૬૦ ટકા જેટલું છે. સુરત અમદાવાદ ભાવનગર અમરેલી જામનગર રાજકોટ કચ્છ અને બનાસકાંઠામાં કરાયેલું ખેતી માટેનું ધિરાણ નીચું છે. બેન્કોના રાષ્ટ્રિયીકરણ બાદ ખેતીવાડી માટેનું ધિરાણ વધ્યું છે. મેટા ભાગના બન્યોના લાભ લેનાર મોટા ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ છે. નાના દુકાનવાળા, કારીગરે, નોકરિયાતો વગેરેને ઘણું ઓછું ધિરાણ થયેલ છે. પિસ્ટલ બૅન્ક અને નાની બચત
વેપારી અને સહકારી બેન્કો ઉપરાંત પિસ્ટ-ઑફિસ પણ સેવિંગ અને ફિસ્ટ વિભાગ ધરાવે છે. શહેરે ઉપરાંત મોટાં ગામે જ્યાં બ્રાન્ચ અને સબ
ઓફિસે હોય છે ત્યાં ટપાલના કામ ઉપરાંત આ પ્રવૃત્તિ હાથ ધરાય છે. ૧૯૧૪૧૮ ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન નાણને ફગા રોકવા તથા લેકેની ખરીદશક્તિ ઉપર અંકુશ રાખવા ૫, ૭, ૧૦ વર્ષીય રૂ. ૧૦, ૫૦ અને ૧૦૦ નાં પિસ્ટલ સર્ટિફિકેટ બહાર પાડવામાં આવ્યાં હતા.પપ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૪૩ માં નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ ૧૦ થી ૧૨ વર્ષની લાંબી મુદતનાં બહાર પાડવામાં આવ્યાં હતા. ૩ ટકા થી ૪ ટકા જેટલું વ્યાજ પાંચથી ૧૨ વરસનાં સર્ટિફિકેટ ઉપર અપાતું હતું. ૧૯૫૧ માં દર વરસે વ્યાજ મળે એવાં ૧૫ વર્ષીય ઍન્યુટી સર્ટિફિકેટ બહાર પાડવામાં આવ્યાં હતાં. તેને વ્યાજને દર ૩ ટકા હતો.પ૬ આ ઉપરાંત વર–લેન દ્વારા પણ ભારત સરકારે રાજવીઓ તથા ધનિકે પાસેથી નાણું મેળવ્યું હતું.