Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ટિટિસ કરત બ્રિટિશ સિકાઓમાં થયેલાં આ ક્રિમિક પરિવર્તનેની ઘણું અસર વહેલીમડી સમકાલીન સ્થાનિક રાજ્યના સિક્કાઓ ઉપર પણ પડી.
૧૮૧૮ માં અહીં અંગ્રેજોનું રાજ્ય શરૂ થયું ત્યારે ગુજરાતમાં વડોદરા કરછ જૂનાગઢ નવાનગર ભાવનગર રાધનપુર અને ખંભાત જેવાં અનેક સ્થાનિક રાજ્ય સિક્કા પડાવતાં. સમય જતાં બ્રિટિશ સરકારે અમુક રજવાડાના સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા તે પૈકી અમુક રાજ્યએ જ છેક ૧૯૪૭ સુધી પિતાની ટંકશાળ ચાલુ રાખી સિક્કા પાડવાને પિતાને હક્ક જારી રાખ્યું હતું.
વડોદરાના ગાયકવાડ રાજાએ શરૂઆતમાં બાદશાહ અકબર ૨ જાના નામના ફારસી લખાણ સાથે નાગરીમાં પિતાનું નામ સૂચવતે એકાદ સંકેતાક્ષર ઉમેરેલ. ૧૮૫૮ થી મુઘલ બાદશાહનું નામ લુપ્ત થયું ને એના સ્થાને ગાયકવાડનાં બે પરંપરાગત બિરુદ ઉમેરાયાં. હવે નાગરીમાં તથા ફારસીમાં રાજાનું આખું નામ અપાતું. સિક્કા ઉપર વષ હજી હિજરી સનનું અપાતું. સયાજીરાવ ૩ જાએ. (ઈ. સ. ૧૮૭૫-૧૯૩૯) સમય જતાં સિક્કાઓ પર પિતાનું ઉત્તરાંગ, નાગરીમાં સિક્કાનું મૂલ્ય તથા વિક્રમ સંવતનું વર્ષ આપવું શરૂ કર્યું. આ રાજ્યના કેટલાક સિક્કા અમરેલીની ટંકશાળમાંથી બહાર પડયા છે. ગાયકવાડી રાજ્યના સિક્કાઓ પર મુઘલ બાદશાહને બદલે ઇંગ્લેન્ડના શહેનશાહનું નામ ક્યારેય પ્રયોજાયું નહિ.૦
કરછના ચલણમાં ચાંદીની કેરીનું એકમ પ્રચલિત હતું. ભારમલજી ૨ જા (૧૪૧૪–૧૯) ની કેરી ઉપર ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફરશાહ ૩ જાના નામનું ફારસી લખાણ અને હિ. સ. ૯૭૮(ઈ. સ. ૧૫૭૦)નું વર્ષ અપાતું ને સાથે સાથે મહારાવનું નામ નાગરીમાં લખાતું. દેશળજી ૨ જાએ (૧૮૧૮-૬૦) ગુજરાતના સુલતાનના નામને બદલે મુઘલ બાદશાહનું નામ મુકાવ્યું. પ્રાગમલજી ૨ જાએ (૧૮૬૦–૭૫) ફારસી લખાણમાં મુઘલ બાદશાહને બદલે રાણી વિકટેરિયાનાં નામ-ખિતાબ તથા ઈસવી સનનું વર્ષ આપવાની પ્રથા શરૂ કરી. પૃષ્ઠભાગ પર નાગરીમાં મહારાવનું નામ તથા વિક્રમ સંવતનું વર્ષ અપાતું. ખેંગારજી ૩ જાએ (૧૮૭૫–૧૯૪૨) વિકટારિયા માટે “રાણી ને બદલે સામ્રાજ્ઞી'ની પદવી પ્રજી હતી. કચ્છના રાજાઓએ પોતાના સિક્કાઓમાં તે તે અંગ્રેજ શહેનશાહના નામને અગ્રિમ સ્થાન આપવાની આ પ્રથા છેક ૧૯૪૭ સુધી ચાલુ રાખી. ઉપર જણાવેલા છેલ્લા બે રાજાઓએ તાંબા ઉપરાંત ચાંદીની તથા સેનાની કેરી પણ પડાવી હતી.૮૧ કચછના સિક્કા ત્યાંના રાજકીય ઇતિહાસ અંગે કેટલીક પ્રમાણિત વિગત પૂરી પાડે છે.