Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬૮
બ્રિટિશ સહ
કન્યાશાળાઓ ખાનગી રાહે ચલાવવાનું ચાલુ રાખવામાં આવ્યું. ૧૮૫૫ માં ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક ઇન્સ્ટ્રકશનની રચના કરવામાં આવી.
૧૮૧ર માં પસાર કરવામાં આવેલાં નિયમ મુજબ પોલીસના ત્રણ મેજિસ્ટ્રેટોને પોલીસ બાબતોને કાબૂ સેંપવામાં આવ્યું. એમને મદદ કરવા પેલીસદળના વડા ડેપ્યુટી ઑફ પિલીસ અને હેડ કેન્સેબલની નિમણૂક કરવામાં આવી. સમયે સમયે પોલીસદળની સંખ્યા વધારવામાં આવી. ૧૮૫૫ માં પોલીસની અણઆવડત અને લાંચરુશવતના નિયમન માટે ૧૮૫૬ માં કાયદે ઘડવામાં આવ્ય, ને આ માટે એક જિલ્લા પોલીસ ઓફિસરને પોલીસદળને સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નીમવામાં આવ્યો.
પેલીસતંત્રના એક ભાગ તરીકે પટેલ એ પિતાના ગામના પોલીસ-કાર્ય માટે જવાબદાર હતું અને બીજે ગામ–ચોકીદાર કે રખેવાળ હતે. ગામમાં ચેરી થાય તે ચેકીદારે ચોરને શોધી કાઢવાનું હતું. એ ચેરનું પગેરું શોધતે અને જે આ પગેરે એને બીજા ગામ તરફ લઈ જાય અને ત્યાંના રોકીદારને એ બાબતમાં સંતોષ થાય અથવા તે બાજુમાં આવેલા ગામમાંથી એ ચેરાયેલી મિલકતને પતે મેળવે એટલે એની જવાબદારી પૂરી થતી. જે છેલ્લા ગામમાં ચેરનું પગેરું મળે તે ગામ ચેરાયેલી મિલકત માટે જવાબદાર ગણુતું અને ચોકીદારની શક્તિ મુજબ વેરાયેલી મિલકતમાં એને ફાળો આપવાને રહે, બાકીને ફાળે ગામને ભોગવવાને આવત.૧૦ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ પોલીસની બધી જ સત્તા કલેકટર અને મૅજિસ્ટ્રેટને આપી. દરેક જિલ્લાને નાનાં પોલીસસર્કલેમાં વહે અને દરેક સર્કલના વડા તરીકે દરોગા કે હેડ કૅસ્ટેબલને રાખ્યા.૧૧
કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા ચાલતી પેલીસ-વ્યવસ્થા ૧૮૪૮ સુધી ચાલુ રહી. પ્રકીર્ણ ફરજો જિલ્લા પોલીસ એજન્સીને આપવામાં આવી. ૧૮૩૪ માં સુરત સિબંધીઓની રચના થાણાં–લશ્કર ઉપરથી કરવામાં આવી. ૧૮૩૮ માં લેફટનન્ટ લેકીએ ગુજરાત કૂલી કેપ્સની રચના કરી.૨
૧૮પર માં નવી પેલીસ-પદ્ધતિ સિંધની જેમ પ્રેસિડેન્સીના બીજા ભાગમાં દાખલ કરવામાં આવી. તાલુકા સુપરિન્ટેન્ડેન્ટ પિલીસ કલેકટરના હાથ નીચે મૂકવામાં આવ્યા, રેવન્યુ અધિકારીઓ પાસેથી પોલીસ–વહીવટી કાય લઈ લેવામાં આવ્યું. સમગ્ર પ્રેસિડેન્સી માટે એક પિલીસ કમિશનરની નિમણુક કરવામાં આવી, સામાન્ય જિલ્લા પેલીસ-નિરીક્ષણનું કાર્ય પ્રેસિડેન્સીના બે રેવન્યુ કમિશનરેને સેંપવામાં આવ્યું,૧૩