Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ હતા. નીતિમત્તાને ધરણે માનવમૂલ્યની પ્રતિષ્ઠા કરવી એ એમના ધર્મસુધારાના આદેલનને કેંદ્ર-સૂર હતે. - કવિ નર્મદે વલ્લભ-સંપ્રદાયના સુંબઈમાંના ધર્મગુરુઓનાં અનિષ્ટને અનુલક્ષીને ગુરુ અને સ્ત્રી વિષયી ગુર વિશે” “ગુરુસત્તા વિશે' જેવા કેટલાક લેખ લખ્યા.9 ઓગસ્ટ, ૧૮૬૦ માં એમણે સુરતના વૈષ્ણવ મહારાજ ગેસ્વામી જદુનાથજીને પણ વિધવાવિવાહ અને હિંદુશાસ્ત્રો ઈશ્વરપ્રણીત છે એ વિશે પડકાર્યા.૭૭ મહીપતરામ રૂપરામ ઈંગ્લેન્ડથી આવ્યા પછી નાગર જ્ઞાતિએ એમને નાત બહાર મૂક્યા તે વખતે નર્મદે મહીપતરામને ટેકે આપે અને આ સંદર્ભમાં એમણે “ડાંડિ” (એપ્રિલ, ૧૮૬૧)માં બધા સુધારકના સહકારથી નવો ધર્મ તેમ જાતિ રચવાની પણ કલ્પના કરી. નર્મદે મુંબઈની “પરમહંસ સભા” તથા “બુદ્ધિવર્ધક સભાની નિષ્ક્રિયતાની પણ ટીકા કરી. જુલાઈ, ૧૮૬૦ માં નર્મદે ધર્મના શુદ્ધ સ્વરૂપ અંગે લેકેને વાકેફ કરાવવા મુંબઈમાં “તત્વબેધક સભા” સ્થાપી, પરંતુ એનું કાર્ય આગળ ન વધ્યું. ઈ. સ. ૧૮૬૪માં કેશવચંદ્ર સેન મુંબઈ આવ્યા તે વખતે નર્મદ એમને મળ્યા હતા અને કલકત્તાના બ્રાહ્મસમાજ દ્વારા પ્રકાશિત “બ્રાહ્મધર્મ પુસ્તકની હિંદી આવૃત્તિ પરથી એનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરાવ્યું.૮ જે કે ઈ. સ. ૧૮૬૯ પછી નર્મદના સુધારા અંગેને દષ્ટિકોણમાં મૂળભૂત પરિવર્તન આવવાની શરૂઆત થઈ.
નીડર સુધારક તરીકે નર્મદની જેમ કરસનદાસ મૂળજીએ પણ ધાર્મિક ક્ષેત્રે ફેલાયેલી બદીઓને દૂર કરવા ઝુંબેશ ચલાવી, વિદ્યાથી—કાલમાં કરસનદાસે વિધવાવિવાહની તરફેણમાં નિબંધ લખે અને એ માટે એમને ઘરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. કરસનદાસે “રાસ્ત ગોફતાર' અને બીજા પાનિયાઓમાં સુધારા અંગે લેખ લખ્યા ૭૯ અને ઈ. સ. ૧૮૫૫માં એમણે “સત્યપ્રકાશ' નામનું પિતાનું ચોપાનિયું શરૂ કર્યું. “સત્યપ્રકાશમાં સામાજિક તેમજ ધાર્મિક વિષયોને લગતા લેખ લખ્યા. એવા લેખેમાં એમણે મુંબઈના વૈષ્ણવ મહારાજના એમના અનુયાયીઓ પરના જુલમ વિશે આક્રોશ વ્યક્ત કર્યો. કરસનદાસે વલભ-સંપ્રદાયના મહારાજેના કૃષ્ણના અવતાર હોવાના દાવાને અને એમની વ્યભિચારની “લીલાને છતી કરી. આ વખતે એક વૈષ્ણવ મહારાજે અદાલતમાં પિતાના બચાવ માટે વૈષ્ણ પાસેથી બળજબરીથી ફંડ ઊભું કરવા અને વૈષ્ણવ અનુયાયીઓને એમની વિરુદ્ધ કઈ પણ સંજોગોમાં અદાલતમાં દાવ ન માંડવા, જુબાની ન આપવા તેમજ અખબારે કે ચોપાનિયામાં એમની વિરુદ્ધ લેખ ન લખવા અંગે એક આદેશ બહાર પાડયો. કરસનદાસે આ આદેશને ગુલામી ખત' તરીકે ગણાવીને