Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦૮
બ્રિટિશ કાહ
રીતે આંતરિક વહીવટમાં રિયાસતને સ્વાયત્ત ગણવામાં આવતી હતી ને આંતરરિયાસત સંબંધમાં જ કમ્પની સરકારનું સર્વોપરિપણું પ્રવર્તતું હતું છતાં રિયાસતને રેસિડેન્સી અને પેલિટિકલ એજન્સીઓમાં વગીકૃત કરીને મુંબઈ ઇલાકાના ગવર્નરે નીમેલા રેસિડેન્ટ તથા પોલિટિકલ એજન્ટો દ્વારા તેઓને આંતરિક વહીવટ પર પણ ચાંપતી નજર રાખવામાં આવતી હતો. અદાલતી ઉપરાંત લશ્કરી તથા આબકારી બાબતમાં પણ કમ્પની સરકારનું વર્ચસ પ્રવર્તતું હતું રાજગાદીના વારસાને લગતા વિખવાદમાં તેમજ ગાદીવારસ માટે દત્તક પુત્ર લેવાને લગતા હકમાં પણ કમ્પની સરકારની દરમ્યાનગીરી તથા સત્તા પ્રવર્તતી હતી. રિયાસત આર્થિક વહીવટમાં નિષ્ફળ જતી, તે કમ્પની સરકારને દરમ્યાનગીરી કરવાને મોકો મળતો હતો. રાજવારસ સગીર વયને હેય તો એ પુખ્ત વયને થાય ત્યાં સુધી કમ્પની સરકારે નીમેલા ઍડમિનિસ્ટ્રેટરને વહીવટ ચાલતું હતું. આમ રિયાસતના રાજ્યકર્તાઓની સત્તા અનેક રીતે ઘટતી જતી હતી ને રિયાસત પર કમ્પની સરકારનું વર્ચસ વધતું જતું હતું એમાં રિયાસતેના વગીકરણે તથા તેઓની સત્તાના નિયતીકરણે એ પ્રક્રિયાને દઢ કરી. દીવાની તથા ફોજદારી સત્તાના નિયતીકરણની સામે માનમરતબાનાં પ્રલેભન ધરાયાં ને રિયાસતના વર્ગીકરણમાં નિયત થતી ચડતી-ઊતરતી પાયરીઓએ રાજ્યકર્તાઓ વચ્ચેના ભેદભાવને દઢ કર્યા, પરંતુ આ સઘળી પ્રક્રિયાને લીધે કપની સરકારને મેટીનાની રિયાસત સાથેના વિભિન્ન વ્યવહારમાં નિયત ધોરણની સરળતા સાંપડી. રિયાસતનું વર્ગીકરણ
રિયાસતોનું વર્ગીકરણ કરતાં ક્યા વર્ગ માટે કઈ કઈ ને કેટલી કેટલી લાયકાત જોઈએ એમાં કોઈ એક્કસ ધારણું નક્કી કરાયાં નહોતાં, પરંતુ સામાન્ય રીતે ગુજરાતના જુદા જુદા વિભાગમાં જે મેટીનાની રિયાસત સરખામણીએ વિસ્તાર વસ્તી અને આમદાનીમાં જેટલું વર્ચસ ધરાવતી હતી તે અનુસાર એને તે તે ચડતા-ઊતરતા વર્ગમાં મૂકવામાં આવી હતી.
ગુજરાતની મોટી રિયાસતમાં વડોદરાનું ગાયકવાડી રાજ્ય સહુથી વધુ સત્તા અને વર્ચસ ધરાવતું હતું. વિસ્તાર વસ્તી અને આમદાનીમાંય એ અગ્રિમ સ્થાન ધરાવતું, આથી એને સ્વાભાવિક રીતે પ્રથમ વર્ગમાં મૂકવામાં આવ્યું હતું. વડોદરામાં કમ્પની સરકારને રેસિડેન્ટ રહે. એને સીધો સંબંધ કેટલેક વખત હિંદના ગવર્નર-જનરલ સાથે રહેલે.
સૌરાષ્ટ્ર ત્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું. એના ચાર પ્રાંત હતા ? ઝાલાવાડ હાલાર સોરઠ અને ગોહિલવાડ. એમાં કુલ ૧૮૮ રિયાસત હતી.