Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૬
બ્રિટિશ કાલ ૧૦ ગામમાં અને ત્યાર બાદ ૧૯૦૬ દરમ્યાન સમગ્ર રાજ્યમાં પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી હતી. આ ઉપરાંત મોતીભાઈ પટેલના સહકારથી સમગ્ર રાજ્યમાં પુસ્તકાલયો સ્થાપી જ્ઞાનવિસ્તારનું કાર્ય આરંવ્યું હતું. આર. સી. દત્ત જેવા કુશળ અધિકારીની મદદથી મહેસૂલ ન્યાય તથા વેપાર ઉદ્યોગના ક્ષેત્રે ઘણા ફેરફાર કર્યા અને પ્રાંત પંચાયતે તેમ ગ્રામ પંચાયતે સ્થાપી સ્થાનિક સ્વરાજ્યની ભેટ આપી. આ ઉપરાંત એમણે લોકલાગણીને માન આપી ધારાસભા પણ સ્થાપી, જેમાં નિયુક્ત તથા ચૂંટાયેલા સભ્ય હતા. શ્રીમંત ઉપર આવકવેરે નાખે, પણ બીજા કેટલાક કરવેરા ઘટાડ્યા. તેઓ રાષ્ટ્રવાદી હતા અને તેથી બ્રિટિશ સરકારની એમની તરફ કરડી નજર રહેતી હતી. ૧૮૯૮ માં વડોદરા રાજયના બે ન્યાયાધીશોએ કેંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. છૂ ી ચળવળ ચલાવતા કેટલાક ક્રાંતિકારીઓને વડોદરામાં આશ્રય અપાતું હતું એ બ્રિટિશ સરકારને આરોપ હતે. અરવિંદ ઘોષ જેવા પ્રખર રાષ્ટ્રવાદી અને અધ્યાત્મવાદી અધિકારી અને નેતાએ ગુજરાતના છોટુભાઈ પુરાણી વગેરે અનેક લેકસેવકના ઘડતરમાં મહત્વને ફાળો આપ્યો હતો. કલાભવન અને ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કેળવણીના ઈતિહાસમાં ક્રાંતિકારી કહી શકાય તેવો પ્રયોગ હતે. સયાજીરાવની રાહબરી નીચે વડેદરા રાજ્યની સમગ્ર ભારતમાં પ્રગતિશીલ રાજ્ય તરીકે ગણના થતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન અંગ્રેજ સરકારને વડોદરા રાજ્ય તરફથી નાણુની અને માણસાની સહાય સારા પ્રમાણમાં મળી હતી. એમના શાસન દરમ્યાન મહેસાણા જિલ્લાના પિલવાઈના રાજપૂતેએ તેફાન કરતાં લશ્કર મેકલી એ સમાવી દેવામાં આવ્યું હતું. એકંદરે પ્રજાને પ્રથમ વખત સુશાસન અને શાંતિને અનુભવ થયા હતા.૩૨ રાજપીપળા
આ રાજ્યને વિસ્તાર ૩૮૩૦.૩૩ ચો. કિ. મી. ને ૧૯૨૧ માં વસ્તી ૧, ૬૧, ૬૦૬ ને ઊપજ રૂ. ૨૨,૬૮, ૦૦૦ હતી. આ રાજ્યના રાજવી ગોહિલ વંશના હતા. ૧૮૧૯માં વડોદરાના રેસિડેન્ટ વારસની તકરાર પતાવીને નારસંગજીને હક્ક સ્વીકાર્યો અને પ્રતાપસિંગ રામસિંગની રાણીને સાચે પુત્ર નથી એમ ઠરાવ્યું. નારસિંગજી વૃદ્ધ અને અંધ હોવાથી એમના પુત્ર વેરીસાલજી તા. ૧૫-૧૧-૧૮૨૧ ને રોજ ગાદીએ બેઠા. વેરીસાલ સગીર હોવાથી રાજ્યવહીવટ અંગ્રેજ સરકારે નીમેલા અધિકારી કરતા હતા. એને અંત ૧૮૩૭ માં આવ્યું. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે રાજપીપળામાં તેફાન થવાથી બ્રિટિશ લશ્કર મોકલી વિગ્રહ સમાવી દેવામાં આવ્યો હતે. ૧૮૬૫ સુધી રૂ. ૨૦, ૦૦૦ લશ્કરના ખર્ચ પેટે