Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૮ આર્થિક સ્થિતિ
પેાણા સેા કરતાં વધુ વર્ષોંના આ સમયગાળાના પૂર્વાર્ધમાં ગુજરાત આર્થિક અને હુન્નર-ઉદ્યોગની દૃષ્ટિએ સમૃદ્ધ હતુ, જ્યારે એના ઉત્તરાર્ધમાં રાજકીય દુરવસ્થા, આંતરવિગ્રહે અને એને પરિણામે ઉત્પન્ન થયેલી સામાજિક અશાંતિને કારણે હુન્નરઉદ્યોગ અને ધધારેાજગારની અવનતિ થઈ હતી.
અકબર જહાંગીર અને શાહજહાંનેા સમય એ માટે પૂર્ણ શાંતિને સમય હતા. ખુશ્કી અને તરી માગે વેપારના ભારે વિકાસ થયા, ઉદ્યોગાને વેગ મળ્યા તથા વિવિધ પ્રકારના કાપડની અને ગળીની નિકાસને પરિણામે ગુજરાતનાં મુખ્ય નગરાનાં નામ આંતરરાષ્ટ્રિય બજારોમાં જાણીતાં થયાં. ઐતિહાસિક સાધનેના અભ્યાસને પરિણામે એ છાપ દૃઢ બને છે કે ગ્રામ-નગરાની વસ્તી પેાતાના વ્યવસાય શાંતિમય રીતે ચલાવવાને એક ંદરે સ્વતંત્ર હતી.. ખાસ કરીને ઔરંગઝેબના સમયમાં હિંદુ પ્રજાની ધાર્માિંક સ્વતંત્રતા જોખમાય એવા હુકમે નીકળ્યા હતા અને અકબરે નાબૂદ કરેલા જિયાવેશ પાછે લેવાનું શરૂ થયું હતું તાપણુ કાયદો અને વ્યવસ્થાની એકંદરે સાબૂત સ્થિતિને કારણે આર્થિક અને વેપારી આબાદીને બાધ આવ્યા હાય એમ જણાતું નથી. સુરત ખાતેની અંગ્રેજ કાઠીનાં સ્તરામાંથી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેકટરાના એ કાઠીના કચારીઓ સાથેના ાજ સુધી સચવાયેલા ઢગલાબંધ પત્રવ્યવહારમાંથી આ વિધાનનું સમન થાય છે. ૧૭ મી સદીનું સુરત મુઘલ સામ્રાજ્યના દરિયાઈ વેપારનું કેંદ્ર તથા, કવિશ્રી નાનાલાલે કહ્યું છે તેમ, હાજી માટે · મક્કાનું મુખબાર ' બન્યું હતું અને તેથી ‘બંદર-દ્ય–મુબારક ' અને ‘ખાખ—અલ્—હાજી ’ જેવાં બિરુદથી એને નવાજવામાં આવ્યું. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા ક ંપની ઉપરાંત અન્ય યુરાપીય વેપારી કંપનીએએ પણ સુરત શહેરમાં કાઠીએ નાખી તેથી એના આયાત-નિકાસના વેપારને ભારે વેગ મળ્યા હતા. પુરાણું પાટનગર પાટણું પેાતાનું વેપારી મહત્ત્વ અંશતઃ જાળવી રહ્યું હતું, જ્યારે ગુજરાતનું રાજકીય
&