Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૨૮]
મુઘલ કાલ
[પ્ર. સદીથી તે એ જૈન અને જૈનેતર લખાણમાં આ જ સ્વરૂપે પ્રયોજાય છે. જૈન લિપિમાં તે આ સ્વરૂપ અદ્યપર્યત પ્રયોજાય છે. શ નાં વૈકલ્પિક સ્વરૂપે પૈકી ભીંડાવાળા સ્વરૂપને બદલે બીજું વૈકલ્પિક સ્વરૂપ (૪) જેનેર અને જૈન બંને લખાણમાં વ્યાપકપણે પ્રયોજાયું છે. | મુઘલકાલીન ૧ અને ૨ સિવાયનાં બધાં અંકચિહ્ન તેના વર્તમાન નાગરી સ્વરૂપે પ્રયોજાયાં છે, જોકે એમાં કયાંક ક્યાંક ગુજરાતી અંકચિહ્નોને મળતા આવતા મરેડ પણ પ્રજાયા છે ઉના અંકનું અગાઉ વિકસેલું ગુજરાતી પને મળતું સ્વરૂપ અહીં બધે વખત પ્રચલિત રહ્યું છે. છે ને અંક પણ દેવનાગરી સ્વરૂપે પ્રજાવો ચાલુ રહ્યો છે.
અંતર્ગત સ્વરચિહ્નોની બાબતમાં હજુ ક્યાંક ક્યાંક પ્રાચીન પદ્ધતિઓ જળવાયેલી જોવા મળે છે. અંતર્ગત ૩ અને ડુંનાં ચિહ્ન અગાઉની જેમ વર્ણની શિરોરેખાથી અલગ રખાતાં; જેમકે, પટ્ટ ૩૪ માં વિ અને તેના મરોડ, પણ સતનત કાલથી કેટલીક વાર શિરોરેખાએ સ્વરચિહ્નોને સ્પર્શ કરે તેમ એને લંબાવવામાં આવતી. પ્રસ્તુત કાલમાં આ બીજું વલણ વધવા પામ્યું જણાય છે, પણ હજી અંતર્ગત સ્વરચિહ્નો સાથે સંકળાતી એ શિરોરેખા એ અંતર્ગત સ્વરચિહ્નની રખાને (ઊભા દંડને) કાપીને બીજી બાજુએ (આજે બહાર નીકળે છે તેમ) બહાર નીકળતી નથી; જેમકે ફિશ અને ટી ના મટેડ. સાથે અંતર્ગત ૩ અને અંતર્ગત નાં ચિલ્ડ્રન પ્રયોજતી વખતે કવચિત્ ઊંધા ચગડાવાળો મરોડ પ્રયોજાતો (જેમકે શ્ર અને શ્ર). પડમાત્રાત્મક અંતર્ગત 9 ને પ્રયોગ હવે ઘટતું જાય છે અને એનું સ્થાન શિરામાત્રા લેતી જાય છે. ની ટે શિરોરેખા કરવાનો ચાલ નિશ્ચિતપણે શરૂ થયો ત્યાં સુધી એને અંતર્ગત સ્વરચિહ્ન અગાઉની માફક જોડાતાં ચાલુ રહ્યાં; જેમકે, દે માં. પણ ઘ ની જમણી ટોચે શિરોરેખા થતાં તેની સાથે અંતર્ગત સ્વરચિહ્ન નિયમિત પણે સ્વાભાવિક રીતે પ્રજાવા લાગે. દા.ત. ધિ માં.
મેટા ભાગના સંયુક્ત વ્યંજન આ કાલમાં વિકાસ પામીને અર્વાચીન તબકકે પહોંચ્યા હોવાનું જોવા મળે છે, એમ છતાં કેટલાક હજી તેઓના પ્રાચીન સ્વરૂપે પ્રયોજાતા રહ્યા છે, જેમ કે ૪ માં બંનેને ઉપરનીચે જોડવા છે. માં અગાઉથી ચાલી આવતી પદ્ધતિ મુજબ પૂર્વ ર ની નીચે ઉત્તર = જોડવામાં આવ્યો છે. જ્ઞ માં વિકસિત મરેડની તુલનાએ પ્રાચીન મરોડ વિશેષ પ્રજાય છે. ૩૪ માં પણ પ્રાચીન પદ્ધતિ મુજબ પૂર્વ ને ડાબા અંગમાં નીચલા છેડા સાથે ઉત્તર ના ડાબા અંગને એકાકાર કર્યું છે. આમાં ઉત્તર નું કદ નાનું