Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨]
મુઘલ કાલ
[3.43%
૧૯૬૭માં મુંબઈ એટનેા હવાલે અંગ્રેજ સરકારે પેાતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપ્યા. શરૂઆતમાં ત્યાંના ગવર્નર સુરતની કાઠીના વડાની નીચે કામ કરતા, પણ આમાં જ સુરતના વેપારની મંદીનાં મૂળ નખાયાં. ૧૯૭૦ માં શિવાજીએ સુરત પર ચડાઈ કરી લૂંટ કરી, લૂંટમાં સુરતે ૬૬ લાખ રૂપિયાની માલમતા ગુમાવી. આ ઘટના સમયે કેટલાય વેપારીઓએ સુ’વાળી ખદરમાં આશ્રય લીધા હતા. વિદેશી વેપારી શિવાજી સાથે મળી ગયા હોવાનું માલૂમ પડતાં બાદશાહે તેઓના વિશિષ્ટ હક્ક રદ કરવા ક્રમાવ્યું . ૧૭
શિવાજીની ચડાઈની ધાક એ પછી પણ ચાલુ રહી, છતાં સુરતમાં વસ્તી વધતી ગઈ તે વેપારઉદ્યોગની ધણી પ્રવૃત્તિ ચાલુ રહી. કર`ગી વેપારીએની પ્રવૃત્તિમાં પાછે ઉછાળા આવ્યા. અંગ્રેજ વેપારી ચાંચિયાગીરીને અને દેવાદાર થઈ દાદાગીરી કરવાની નીતિને ઉત્તેજન આપવા લાગ્યા. ૧૬૮૭માં અંગ્રેજ ક પનીએ પેાતાનું થાણું સુરતથી મુંબઈ ખસેડયું ને ત્યાંથી અન્ય પ્રદેશા પર સત્તા જમાવવા મનસૂક્ષ્મ કર્યાં.૧૮
યિર નામે અ ંગ્રેજ તબીબ સુરતમાં ૧૬૭૪-૮૧ દરમ્યાન રહેલા. એણે પેાતાના ગ્રંથમાં સુરતની અ ંગ્રેજ કેાઠીના વહીવટ વિશે તેમજ સુરતનાં ફુરજા તથા ટંકશાળ વિશે વિગતવાર માહિતી નોંધી છે.૧૯
અંગ્રેજ ક`પનીના અધિકારીએ પોતાના દુર્તાવથી પ્રતિષ્ઠા ગુમાવતા ગયા. ૧૬૯૮ માં ઈંગ્લિશ કંપની' નામે નવા મંડળી સ્થપાઈ તેની હરીફાઈ શરૂ થઈ. છેવટે એ કં પની ચાકીને ૧૭૦૨ માં એક થઈ. હિંદના કાપડની ઘેાધમાર આયાતથી ત્યાંના વણકર બેકાર થતાં ત્યાં હિંદના રેશમી કાપડની તથા રંગેલા કે છાપેલા સુતરાઉ કાપડની આયાત પર પ્રતિબંધ નાવાયા. ત્યારે સુરતના શાણા વેપારીઓએ કાચુ રેશમ સૂતર અને સાદા કાપડની ધૂમ નિકાસ કરવા માંડી, વેપારધંધો જારી રાખ્યા. વળી ચાની નિકાસ પણ વધારી દીધી.૨૦
એવિગ્ટન નામે અંગ્રેજ પાદરી ૧૬૮૯-૯૨ માં સુરત રહેલા. એ ધે છે : સુરત જાણે સમસ્ત હિંનું એક ભવ્ય સંગ્રહસ્થાન છે. તમામ તરેહના માલ અહી મળે છે. અહીથી માલ ખરીદી મેાટા નક્ાર્થી ખીજે વેચી શકાય છે. યુરાપૂ ચીન ઈરાન બટેત્રિયા અને હિંદુના બંદરે બંદરથી માલ સુરતના • બજારમાં આવે છે. દિલ્હી આગ્રા ભરૂચ અમદાવાદ વગેરે શહેરાને તેમજ દુનિયાના ધણા દેશને માલ અહીં આવે છે. વહાણુ બનાવનાર. સુથારા ઘણા હાશિયાર હાય છે. એમાં બંદૂકની ગોળીથી તરડ પડતી નથી.૨૧