Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ સુ‘]
સ્થાપત્યકીય સ્મારકા
કચ્છનાં મહારાણી મહાવાએ અહીં ત્રીકમરાયજી તથા લક્ષ્મીનારાયણનાં મદિર કરાવ્યાં. તે એને કરતા ગઢ બધાવ્યા; સ. ૧૭૯૭( ઈ.સ.૧૭૪૧ )માં ત્યાં વળી આદિનારાયણુ ગાવનરાયજી રણછેાડરાયજી અને લક્ષ્મીજીનાં મંદિર કરાવ્યાં. આ પૈકી ત્રીકમરાયજીનું મંદિર ઈશાન કાણુમાં પશ્ચિમાભિમુખ છે, જ્યારે ખીજાં મદિર એ મંદિરની સામે પૂર્વાભિમુખ હારબ`ધ આવેલાં છે. ત્રીકમરાયજીનું મંદિર પ’૯” (૧-૮ મીટર) ઊંચી જગતી પર બાંધેલુ છે. એ ૭૨ ફૂટ (૨૧૯ મીટર) લાંબું, ૬૮’–પ' (૨૦૦૮ મીટર) પહેાળું ને ૬૧ ફૂટ (૧૮.૬ મીટર) ઊંચુ ́ છે. ગર્ભગૃહ ગૂઢમંડપ અને ત્રિકમંડપ છે, ગર્ભગૃહની ઉપર નવાંડી શિખરની રચના કરેલી છે. મંડપ તથા શૃંગારચાકીએ ઘૂમટા વડે આચ્છાદિત છે. એ ઘૂમટ શિરાવટીવાળા સ્તંભા પર ટેકવેલા છે. એ સ્તંભા ૧૨ ફૂટ (૩૬ મીટર) ઊંચા છે. શૃંગારચોકીઓમાં સ્તંભા વચ્ચે દીવાલા ચણી હાવાથી એ સ્તંભા અમૃત જેવા લાગે છે, દીવાલામાં કક્ષાસન કાઢેલાં છે તે પ્રવેશની બંને બાજુએ જાળીવાળા બચ્ચે ઝરૂખા છે. શુ'ગારચાકીએ ૯–૯” (૩ મીટર) ચેારસ છે. અંદર આઠ કહાન અને ગેપીએ!ની મૂર્તિ ધરાવતું સુંદર વિતાન છે. ત્રીકમરાયજી અર્થાત્ ત્રિવિક્રમની શ્યામ પાષાણની ચતુર્ભુજ પ્રતિમા સમપાદાવસ્થામાં ઊભી છે. ઘૂમટમાં રાસમંડળીનુ મનહર દશ્ય કંડારેલું છે. ખીજા મંદિર સ્થાપત્યમાં આ પ્રકારનાં જ છે. લક્ષ્મીનારાયણના મંદિરમાં લક્ષ્મીનારાયની શ્યામ પાષાણુની યુગલમૂર્તિ સ્થાપેલી છે. ચાર ઘૂમટાથી શે।ભતા સભામંડપ લાંખા અને વિશાળ છે. આ મ ંદિરની ઉત્તરે એ જ હરાળમાં બીજાં પાંચ પૂર્વાભિમુખ મંદિર આવેલાં છે. એના ઘૂમટ સાદા છે. ચાર ઘૂમટાથી શાલતા આ દેવાલયેાનેા સળંગ મંડપ દિશ જેટલા લાંખા અને વિશાળ લાગે છે. આખી પડાળી ૯૮’–૬” (૨૭ મીટર) લાંબી અને ૪૧ ફૂટ (૧૨-૫ મીટર) પહેાળા છે. એ ૫ ફૂટ (૧*૫ મીટર) ઊંચી જગતી પર આવેલી છે. આદિનારાયણની પ્રતિમા પણ ત્રિવિક્રમ-સ્વરૂપની છે. ગેાવન નાથજીના મંદિરમાંની પ્રતિમા ગાવ નધારી શ્રીકૃષ્ણની છે. દ્વારકાધીશજીનું મંદિર મધ્યમાં છે. એની સામે ગરુડ-મંડપ છે. દ્વારકાધીશ અથવા રણછેાડરાયજીની પ્રતિમા ખીજે બધે હાય છે તેમ અહી ચતુર્ભુજ ત્રિવિક્રમ-સ્વરૂપની છે. લક્ષ્મીજીના મંદિરમાં લક્ષ્મીજીના ચતુર્ભુજ પ્રતિમા છે. કલ્યાણરાયનું મંદિર ૧૯ મી સદીમાં ઉમેરાયું છે. બધાં મંદિરમાં મૂર્તિ ચકચકિત કરેલા કાળા આરસની છે. મદિરાના ઘૂમટ તેમજ ભોંયતળિયાં પીળા પથ્થરનાં બાંધેલાં છે, દરેક મદિર ૧૦’–૬” (૩૨ મીટર) ચેારસ છે. લક્ષ્મીનારાયનું મંદિર ૩૭ ફૂટ (૧૧•૩ મીટર) અને બાકીનાં ત્રણ ૪૭ ફૂટ (૧૪૩ મી.) ઊંચાં છે.
ઇતિ.-૬-૨૮
(૪૩૩