Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[પ્ર.
૧૭૦].
સોલંકી કાલ દેવનું વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)નું દાનશાસન મળતું હોઈ એ પૂર્વે પિતાની પાછળ એ વાગડનો સત્તાધીશ બને સમજાય છે. રાજધાની વાગડના વડોદરામાં હતી. એને મળેલા ચાર અભિલેખોમાં છેલ્લે વરવાસા ગામનો વિ. સં. ૧૩૫૯ (ઈ. સ. ૧૩૦૨) છે. ચોક્કસ સમય કહી ન શકાય છતાં એના પછી એને પુત્ર ભચુંડ સત્તા ઉપર આવ્યો હતો, જે સંભવતઃ વિ. સં. ૧૩૬ (ઈ. સ. ૧૩૦૩-૪)થી વિ. સં. ૧૩૮૮(ઈ.સ. ૧૩૩૧) સુધી વાગડ મહારાવલ હતો.
૧૯. પરમાર વંશે ગુજરાત સાથે સંબંધ ધરાવનારા રાજવંશે પૈકી પરમાર, પ્રતીહાર, ચૌહાણ અને ચૌલુક્ય એ ચાર રાજવંશોની ઉત્પત્તિ આબુપર્વત ઉપર વશિષ્ઠ કરેલા યજ્ઞમાંથી થઈ મનાતી હાઈ એ ચારેને અગ્નિકલ’ના કહેવાનું થયું છે. “નવસાહસકચરિત' મહાકાવ્ય (૧૧-૬૪ થી ૭૬)માં તથા કેટલાક અભિલેખોમાં આદિ પુરુષ પરમારની ચમત્કારિક ઉત્પત્તિ કહેવામાં આવી છે,૧૪૬ પણ એ વિશ્વસ્ત કરી શકતી નથી. પરમારોને પૂર્વજ ઉપેદ્ર દક્ષિણના રાષ્ટ્રોના એક પદાધિકારી તરીકે માળવામાં મુકાયો હતો, જેણે પ્રતીહારોને થોડા સમય માટે દૂર કર્યા હતા ઉપેદ્રના હાથમાં માળવા આવ્યાને સમય ૯મી સદીની પહેલી પચીસી ગણી શકાય એમ છે. ૧૪૭ આ ઉપેદ્ર એ જ ઉપેદ્ર કૃષ્ણરાજ, અને એ ગુજરાતની સરહદ ઉપરનાં ભિન્ન ભિન્ન પરમાર રાજ્યને આદિ પરુષ હતા. ગુજરાતનું ખેટકમંડલ જે સીયક ૨ જા કિવા હર્ષના તાબામાં હતું અને જે રાષ્ટ્રકૂટોને સામંત હતો તે પ્રાચીન ઉપેદ્ર કૃષ્ણરાજને પુત્ર વૈરિસિંહ, એને પુત્ર સીયક ૧ લે, એને પુત્ર વાકપતિરાજ ૧ લે, એને પુત્ર વૈરિસિંહ ૨ જે, એને પુત્ર હતા. ૧૪૮
બીજી બાજુ આબુની શાખાના મૂળ પરુષ તરીકે સિંધુરાજ જાણવામાં આવ્યો છે, જેનો પુત્ર ઉત્પલરાજ હતો. આ જ ઉત્પલરાજ વાકપતિરાજ ૨ જે કિંવા સુપ્રસિદ્ધ મુંજ (ભોજન કાક) હતો એવી માન્યતા પ્રવર્તે છે અને અરણ્યરાજને આ મુંજનો પુત્ર કહેવામાં આવ્યો છે. ૧૪૯ સમયાનુપૂર્વ પ્રમાણે મુંજ અરણ્યરાજના પૌત્ર ધરણીવરાહને સમકાલીન છે.
આબુ શાખાના સંસ્થાપક સિંધુરાજને સંબંધ ઉપેદ્ર કૃષ્ણરાજ સાથે પકડાતા નથી. વંશાવલી જોતાં બંને સમકાલીન જણાય છે, એટલે સંભવ છે કે બંને ભાઈ હોય અને રાષ્ટ્રકૂટોએ એકને આબુમાં અને બીજાને માળવામાં સત્તા
સોંપી હેય.