Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ભાષા અને સાહિત્ય
[ ર૬ ધર્મદેશનાને પ્રધાન સ્થાન છે, છતાં રીતિપ્રધાન લલિત રચનાઓ કરનારાઓમાં નેમિચંદ્રગણિ, ગુણચંદ્રગણિ, મલધારી હેમચંદ્ર, લક્ષ્મણગિણિ, દેવભદ્રસૂરિ, દેવેદ્રસૂરિ આદિ કવિઓને સારો ફાળો છે
આ કથાઓ માટે જર્મન વિદ્વાન ડો. હર્ટલ ઠીક કહે છે કે “જન કથાસાહિત્ય. કેવલ સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓના અધ્યયન માટે જ ઉપયોગી નહિ, બક્કે ભારતીય સભ્યતાના ઈતિહાસ પર એનાથી મહત્ત્વપૂર્ણ પ્રકાશ પડે છે.'
આ કાલનું અપભ્રંશમાં રચાયેલું સાહિત્ય પણ મળી આવે છે તે ઉપરથી. સમજાય છે કે લોકભાષા અપભ્રંશ હતી. અપભ્રંશ એ તો હિંદી, મરાઠી, બંગાળી અને ગુજરાતી ભાષાની જનની રહી છે. આ અપભ્રંશ ભાષાનું સાહિત્ય જૈનાચાર્યોની રચના છે, બ્રાહ્મણ કે બીજા પંડિતોએ રચેલું સાહિત્ય હજુ મળ્યું નથી. આ સાહિત્ય પરથી એ સમયમાં બોલાતી ભાષાને અને એના વિકાસપરિવર્તનને ખ્યાલ આવે છે. આ. હેમચકે ૧૨ માં સકામાં અપભ્રંશનું સર્વપ્રથમ વિશદ વ્યાકરણ રચ્યું અને જૂની નવી તેમજ પિતાના સમયમાં બોલાતી ભાષાના. રવરૂપને એમણે વ્યાકરણમાં સમાવી બાંધી દીધું. આ સમયના અપભ્રંશને વિદ્વાનો.
ગૌર્જર અપભ્રંશ” તરીકે ઓળખાવે છે. ગૌર્જર અપભ્રંશની વ્યાખ્યા માર્કડેયે “સંસ્કૃતાઢવા ગોરી” આપી છે. અને તત્કાલીન લિખિત સાહિત્ય જોઈએ છીએ ત્યારે આ ઉક્તિ અનુભવાય પણ છે. એવું જરૂર બન્યું છે કે પદ્યસાહિત્યમાં તત્સમ સંસ્કૃત શબ્દોની સાથોસાથ અપભ્રંશ લાક્ષણિકતાવાળાં રૂપ તરફ પણ. વિક સમાદર જોવા મળે છે, જેમાં પ્રાકૃત વિકાર પડ્યા હોય છે. પરંતુ જે શૈડું પણ ગદ્ય સાહિત્ય મળે છે. દા. ત. સં. ૧૩૩ (ઈસ. ૧૨૭૪)ના આરાધના” વગેરેનું, તેમાં તો ભારોભાર સંસ્કૃત તત્સમ શબ્દ વપરાયેલા જેવા. મળે છે. ભાષામાં ઉત્તરોત્તર સંસ્કૃત તત્સમ શબ્દોને ઉપગ વધતો જાય છે અને અર્વાચીન પ્રકારે નવી તદ્ભવતા પણ વિકસતી જોવા મળે છે. નોંધપાત્ર છે. એ છે કે આ. હેમચંદ્રથી એમના અપભ્રંશમાં આનાં બીજ નખાઈ ગયાં હતાં.
આ. હેમચંદ્ર પછીયે અપભ્રંશ ભાષામાં કૃતિઓ રચાતી રહી છે, પણ એ સંખ્યામાં ઓછી થતી જાય છે. એમ કહી શકાય કે આ. હેમચંદ્રના જીવનની સમાપ્તિ સાથે અપભ્રંશ ભાષાના જીવનની સમાપ્તિ થઈ અને રાજસ્થાન, માળવા અને નિમાડની બોલીઓના સંયુક્ત રૂપમાં ગુજરાતીને પણ એક બોલી તરીકે ઉદય થતો ચાલ્યો. - આ. હેમચંદ્ર પછી રચાયેલા સાહિત્યથી જણાય છે કે ભાષામાં પરિવર્તન થવા માંડયું હતું. સં. ૧૨૪૧(ઈ. સ. ૧૧૮૫)માં રચાયેલા “ભરતેશ્વર-બાહુ