Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સેલંકી કાલ
[મ. ચડાઈ કરી, પરમાર જયવર્માને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી બલાલ નામના વીરને માળવાનું રાજ્ય સેપ્યું હતું. આ જ પ્રસંગે જગદકમલે લાટ લૂંટયું અને કુમારપાલની સાથેની લડાઈમાં જય મેળવ્યું. ઈ. સ. ૧૧૫૩ પૂર્વે ચૌલુક્ય કુમારપાલ અને ચેળ કુલાંગ ૨ જાના હુમલાને તેલ ૩ જાએ પાછા ખાવ્યા હતા, પરંતુ અનેક લડાઈ ને લઈ નબળા પડેલા આ રાજ્ય ઉપર ઈ. સ. ૧૧૫૬ માં કલયુરિના એક સામંત રાજા બિજલે ચડાઈ કરી, પ્રદેશ ઉપરની ચૌલુક્યની સત્ત પાંગળી કરી પચીસેક વર્ષ સુધી તેલ ૩ જાના નામના સામંત દરજજે વહીવટ લાવ્યો. બિજલ નજીકનાં રાજ્યો સાથે અથડામણમાં આવી સફળ થયેલે તે પ્રમાણે ચૌલુક્ય કુમારપાલની સાથેની અથડામણમાં પણ સફળ થયેલ. એના પછી એના પુત્ર સોમેશ્વરના હાથમાં સત્તા આવી હતી. ઈ. સ. ૧૧૭૨ પહેલાં એણે ચળ, ગુર્જર અને લાટ પ્રદેશ ઉપર પણ વિજય મેળવ્યો હતો. એણે બીજા દેશોની જેમ સૌરાષ્ટ્રમાં જઈને પણ લૂંટ હાંસલ કરી હતી. એના પછી શંકમ ૨ જો ઈ. સ. ૧૧૭૭ આસપાસ સત્તા ઉપર આવ્યો. એના સેનાપતિ કારણે અન્ય દેશોની સાથેના વિગ્રહની જેમ ચૌલુક્ય ભીમદેવ ર જાની સાથે પણ વિગ્રહમાં પડી સારી એવી હેરાનગત કરી હતી.
એના પછી શંકમને ના ભાઈ આહવમલ સત્તા ઉપર આવ્યું. આના સમયમાં તેલ ૩ જાના પુત્ર સોમેશ્વર ૪થાએ માથું ઊંચું કર્યું હતું. શરૂઆતમાં તો સફળતા ન મળી, પરંતુ પછી ઈ. સ. ૧૧૮૧ માં આહવમલ પાસેથી કલ્યાણી સહિતને પિતાના મોટા ભાગનો પ્રદેશ પાછો મેળવી લીધો હતો. આહવમલ્લ પછી આવેલા એના પુત્ર સિંધણે પણ સોમેશ્વર ૪થાનું આધિપત્ય સ્વીકારી નાના પ્રદેશમાં સત્તા ચાલુ રાખી હતી. ઈ. સ. ૧૧૮૪ આસપાસ દેવગિરિના ભિલ્લમે એની પાસેથી દક્ષિણની સત્તા કબજે કરી લીધી.૨૪•
૨૭, કદબવંશ (૧) વાતાપીની શાખા
કંદબવંશને મૂળ સંસ્થાપક મયુરશર્મા (ઈ. સ. ૩૪૫-૩૭૦) બ્રાહ્મણ હતો. સમુદ્રગુપ્તની ચડાઈ વખતે દક્ષિણમાં પ્રસરેલી અવ્યવસ્થાને લાભ લઈએણે ગેવાની આસપાસને થડ પ્રદેશ કબજે કરી બનવાસી (જિ. શિમેગા, મસૂર)ને રાજધાની બનાવી ત્યાં સત્તા સ્થાપી દીધી. એના પછી આ કદંબવંશ સાતમી સદી સુધી અવિચ્છિન્ન ચાલુ રહ્યો. પાંચમી સદીમાં બે શાખા પડી : મોટી શાખાના રાજા હરિવર્મા( ઈ. સ. ૫૩૭–૪૭ )ના સમયમાં એના સામંત પશ્ચિમી ચાલુક્ય પુલકેશી ૧ લાએ વાતાપી (બદામી)માં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. હરિવમાંથી મોટી