Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જૈનદર્શનમાં આ રીતે કર્મસ્વરૂપ ક્લેશો છે, જેનો પ્રલય જ્ઞાનક્રિયામાર્ગથી થાય છે. એ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે. પરંતુ કર્મ ભોગવ્યા વિના ક્ષીણ થતું ન હોવાથી તેનો ક્ષય ભોગથી થાય છે - આવી આશંકાના નિવારણ માટે જણાવાય છે–
क्लेशाः पापानि कर्माणि, बहुभेदानि नो मते । योगादेव क्षयस्तेषां, न भोगादनवस्थितेः ॥२५-३१॥
क्लेशा इति-नोऽस्माकं मते पापान्यशुभविपाकानि बहुभेदानि विचित्राणि कर्माणि ज्ञानावरणीयादीनि क्लेशा उच्यन्ते । अतः कर्मक्षय एव क्लेशहानिरिति भावः । ननु-“नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ।।१।।” इति वचनागोगादेव कर्मणां क्षये तस्याप्यपुरुषार्थत्वमनिवारितमेवेत्यत आह-योगादेव ज्ञानक्रियासमुच्चयलक्षणात् क्षयः तेषां नानाभवार्जितानां प्रचितानां न भोगाद्, अनवस्थितेः । भोगजनितकर्मान्तरस्यापि भोगनाश्यत्वादनवस्थानात्। ननु निरभिष्वङ्गभोगस्य न कर्मान्तरजनकत्वं । प्रचितानामपि च तेषां क्षयो योगजादृष्टाधीनकायव्यूहबलादुत्पत्स्यत इति चेन्न, प्रायश्चित्तादिनापि कर्मनाशोपपत्तेः कर्मणां भोगेतरनाश्यत्वस्यापि व्यवस्थितौ योगेनापि तन्नाशसम्भवे कायव्यूहादिकल्पने प्रमाणाभावात् । कर्मणां ज्ञानयोगनाश्यताया “ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुनेति” भवदागमेनापि सिद्धत्वात् । नरादिशरीरसत्त्वे शूकरादिशरीरानुपपत्तेः कायव्यूहानुपपत्तेर्मनोऽन्तरप्रवेशादिकल्पने गौरवाच्च । ये त्वाहुः पातञ्जलाः-“अग्नेः स्फुलिङ्गानामिव कायव्यूहदशायामकस्मादेव चित्तात्प्रयोजकान्नानाचित्तानां परिणामोऽस्मितामात्रादिति । तदुक्तं-“निर्माणचित्तान्यस्मितामात्रात् [४-४] प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषामिति” [४-५] तेषामप्यनन्तकालप्रचितानां कर्मणां नानाशरीरोपभोगनाश्यत्वकल्पनं मोह एव । तावददृष्टानां युगपवृत्तिलाभस्याप्यनुपपत्तेरिति निरुपक्रमकर्मणामेव भोगैकनाश्यत्वमाश्रयणीयमिति सर्वमवदातम् ।।२५-३१।।
“અમારા મતમાં પાપકર્મસ્વરૂપ ઘણા પ્રકારના ક્લેશો છે. યોગથી જ તેનો ક્ષય થાય છે. ભોગથી તેનો ક્ષય થતો નથી. કારણ કે તેથી અનવસ્થા આવે છે.” - આ પ્રમાણે એકત્રીસમાં શ્લોકનો સામાન્યાર્થ છે. એના આશયને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ ટીકામાં ફરમાવ્યું છે કે – અમારા મતમાં અશુભવિપાક(ફળ)વાળાં વિચિત્ર એવાં જ્ઞાનાવરણીયાદિકર્મસ્વરૂપ પાપોને ક્લેશ કહેવાય છે. આથી કર્મક્ષય-સ્વરૂપ જ ક્લેશ હાનિ છે-એ સ્પષ્ટ છે.
યદ્યપિ “સેંકડો-કરોડો કલ્પો જાય તોય ભોગવ્યા વિના કોઈ પણ કર્મ ક્ષીણ થતું નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે.” - આ વચનથી ભોગથી જ કર્મોનો ક્ષય થાય છે. તેથી કાળના પરિપાકે તે તે કર્મો ભોગવીને એની મેળે જ ક્ષય પામશે, જેથી કર્મોના ક્ષય સ્વરૂપ મોક્ષ માટે પુરુષાર્થ કરવાનું આવશ્યક ન હોવાથી અન્ય સાંખ્યાદિ મતોની જેમ જૈનમતમાં પણ અપુરુષાર્થત્વનો પ્રસંગ અનિવાર્ય જ છે. પરંતુ જૈનમતમાં યોગથી જ કર્મોનો એક પરિશીલન
६३